________________
भावेन्द्रिय वर्णन
६०३ લંબાઈ–પહોળાઈ એક અંગુલના અસંખ્યાતમા ભાગની છે. જીભની અંગુલ પૃથકત્વ એટલે કે બે થી નવ અંગુલની છે. અને સ્પર્શેન્દ્રિયની સ્વસ્વ દેહાકાર પ્રમાણ સમજવાની છે. અશેન્દ્રિયનું માપ–પ્રમાણ ઉત્સધાંગુલથી અને બાકીની ચારેયની લંબાઈ પહોળાઈનું માપ આત્માંગુલથી સમજવું તેમજ જાડાઈનું માપ ઉત્સધાંગુલથી ગણવાનું છે.
રૂ–જાર–સ્પર્શેન્દ્રિયનો આકાર, જીવતા દેહોનો જેવો જેવો આકાર હોય, તેવો તેવો સમજવો. રસનેન્દ્રિયનો અસ્ત્ર કે ખુરપડા જેવો. ઘાણ (નાસિકા) ઇન્દ્રિયનો અતિમુક્ત નામના પુષ્પ કે કાહલ નામના વાજિંત્ર જેવો. નેત્ર ઇન્દ્રિયનો મસુરની દાળના જેવો ગોળ અને શ્રોત્રેન્દ્રિયનો કદંબપુષ્પના જેવો છે.
ક-ન્દ્રિયોના વિષયો–સ્પર્શ, રસ–સ્વાદ, ગંધ, વર્ણ—રંગ અને શબ્દ, આ સ્પશદિ એક એક ઇન્દ્રિયોના ઉત્તરોત્તર વિષયો છે. એકંદરે તાત્ત્વિક રીતે વિચારીએ તો આ વિષયો એકબીજાથી સર્વથા ભિન્ન નથી. તેમજ મૂલદ્રવ્યરૂપે નથી. એક જ દ્રવ્ય કે પદાર્થના જ જુદા જુદા અંશો છે અને એ કારણે એ વિષયોનું અલગ અલગ સ્થાન પણ નથી. એ બધાયનું તેના અંશોમાં સહઅસ્તિત્વ હોય જ છે. કારણકે એક જ પદાર્થના એ બધા અવિભાજ્ય અંગો છે. છતાં એની ભિન્નતા કે અવસ્થાઓ ઇન્દ્રિયો દ્વારા સમજી શકાય છે.
કોઈ શંકા કરે કે જો પ્રત્યેક પદાર્થમાં તમામ વિષયો હોય છે, તો સ્પર્શેન્દ્રિયથી બધાયનું જ્ઞાન કેમ થતું નથી ? એનો જવાબ એ છે કે, ક્ષાયોપથમિકભાવે વર્તતું ઇન્દ્રિયજ્ઞાન હંમેશા મર્યાદિત હોય છે. તેથી જે વખતે જેટલા વિષયો ઉત્કટ હોય તેટલાનો બોધ ઇન્દ્રિય કરી શકે. પણ અનુત્કટવિષયોનો ન કરી શકે, અને એ બોધ થવામાંય ઇન્દ્રિયોની પૂર્ણતા, પટુતા, શક્તિ, તે ઉપર પણ આધાર રહે છે. બાકી અમુક અમુક લબ્ધિઓ એવી છે કે જો તે પ્રાપ્ત થાય તો એક જ ઈન્દ્રિયથી પાંચેય વિષયોનો બોધ ગ્રહણ કરી શકાય છે. આ શાસ્ત્રીય કથન ઉપરોક્ત વાતને ટેકો આપે છે. આટલી ભૂમિકા કરીને તે તે ઇન્દ્રિયોનો વિષય સમજીએ.
સ્પર્શન ઇન્દ્રિયનો વિષય મૂર્ત એવા પદ્ગલિક પદાર્થમાં રહેલા સ્નિગ્ધ-રૂક્ષ, શીત–ઉષ્ણ, મૃદુ-કર્કશ, ભારે-હલકા આ આઠ પ્રકારના સ્પર્શને જણાવવાનો છે. રસનાનો વિષય મૂર્ત પદાર્થમાં રહેલા તીખા, કડવા, મધુર (ગલ્યા), ખાટા અને ખારા આ પાંચ જાતના રસો–સ્વાદોને બતાવવાનો છે. કર્ણઇન્દ્રિયનો વિષય સુગંધ કે દુર્ગંધને જણાવવાનો અને આંખ ઇન્દ્રિયનો વિષય, મૂર્ત પદાર્થોમાં રહેલા કાળા, ભૂરા કે લીલા) પીળા, રાતા, ધોળા, આ પાંચ જાતના રંગ કે વર્ણને બતાવવાનો છે. કણેન્દ્રિયનો વિષય સચિત્ત (સજીવ વસ્તુમાંથી નીકળેલો, જેમકે ઘોડાનો અવાજ), અચિત્ત (તે પથ્થરાદિક અજીવ દ્રવ્યોમાંથી નીકળતો--જેમકે યંત્રોનો અવાજ) અને મિશ્ર (તે જીવ-અજીવ બંનેના સહયોગથી નીકળતા, જેમકે_બંસીવાદન) પ્રકારના શબ્દોને સાંભળવાનો છે. પાંચ ઈન્દ્રિયોના કુલ વિષયો ૨૩ છે.
૬-વિષયપ્રદી-ક્ષેત્રના સ્પર્શ, રસન અને નાસિકા, આ ત્રણે ઇન્દ્રિયો સામાન્ય રીતે નવ
૩૬ ગાઉ) દર રહેલા પદાર્થોનું જ્ઞાન કરી શકે. એટલે કે તેટલે દૂર રહેલા પદાર્થોમાંથી આવેલા પુદ્ગલોનો સ્પર્શ ગ્રહણ કરી શકે, તેથી અધિક દૂર રહેલા પુદ્ગલોને સ્પર્શી શકે નહીં. ચક્ષુ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org