________________
ग्रन्थान्तर्गत बतावेला पर्याप्तिना विभिन्न अर्थों
१६५ સંયોગ સંબંધથી રહેલાં દ્રવ્યપ્રાણ એ જ જીવનાં બાપ્રાણી કે બાહ્યલક્ષણો છે. આ કારણે પ્રાણને તેના બીજા પર્યાયવાચક શબ્દમાં “જીવન” પણ કહી શકાય.
માવિક–જીવની સાથે તાદામ્ય સંબંધી જ્ઞાનાદિ જે ગુણો રહ્યા છે તેને પણ પ્રાણો કહેવાય છે. અને તેને માવ વિશેષણ લગાડીને “ભાવ પ્રાણો' તરીકે ઓળખાવાય છે. આ ભાવપ્રાણોથી જ જીવ જીવ તરીકે ઓળખાય છે પણ દ્રવ્યપ્રાણથી નહીં. દ્રવ્યથી જે ઓળખાય છે તે તો ઔપચારિક છે.
આ ભાવ પ્રાણો કયા?
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય આ ચાર આત્માના ભાવ પ્રાણો છે. આ પ્રાણો ચૂનાધિકપણે પ્રાણીમાત્રમાં હોય છે. જ્ઞાનાદિ ભાવપ્રાણની માત્રા અલ્પાંશે પણ, તદ્દન અણવિકસિત એવા નિગોદાદિક સૂક્ષ્મતમ જીવોમાં હોય છે. જો એટલી માત્રા પણ ન માનીએ તો જીવ જેવી વસ્તુનું અસ્તિત્વ જ ન ટકે. અને એને અજીવ કહેવાનો વખત આવે, પણ એવું કદી બન્યું નથી
અને બનવાનું નથી. અક્ષરના અનંતમા ભાગ જેટલી જ્ઞાનમાત્રાનો ઉઘાડ, સત્ પુરુષાર્થથી વધતો વધતો અનંતગણ થઈ જાય અથતિ અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય પ્રાપ્ત થાય, તો તેવા આત્માઓ સર્વજ્ઞ, વીતરાગ અથવા (અપેક્ષાએ) મુક્તાત્મા કહેવાય છે. અને ખરી રીતે જોઈએ તો સાચા પ્રાણો એ જ છે. દ્રવ્યપ્રાણો તો સંયોગાધીન છે, મૃત્યુ થતાંની સાથે જ (એક છોડીને બાકીના) વિયોગી બનનારા છે. અલબત્ત મોક્ષના લક્ષે “શરીરમાં હતુ ઘર્મસાધન" આ શરીર ધર્મના સાધનરૂપે હોવાથી તેનું યોગ્ય રક્ષા–પાલન જરૂરી છે, પરંતુ ભાવપ્રાણને હાનિ ન પહોંચે તે રીતે જ. કારણ કે દ્રવ્યપ્રાણ કરતાં ભાવપ્રાણની કિંમત અસાધારણ છે. મોક્ષપ્રાપ્તિ વખતે આ ભાવપ્રાણોનો અનંત ઉઘાડ જ કામ આવવાનો છે. દ્રવ્યપ્રાણ તો સદાને માટે તજી દેવાના છે. કારણકે તે શારીરિક કે પૌદ્ગલિક ધર્મો છે અને મોક્ષમાં એનો અભાવ હોય છે. માટે જ સહુએ ભાવપ્રાણના વિકાસ અને રક્ષા માટે સતત સચિંતપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પાઠ્યગ્રન્થમાં આટલો ઇસારો જ પર્યાપ્ત છે.
આ જ્ઞાનાદિ આભ્યન્તરપ્રાણોને જીવના આત્યંતર લક્ષણ તરીકે ઓળખાવી શકાય.
સમગ્ર સંસારી જીવોને યથાયોગ્ય ઇન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણ અને જ્ઞાનાદિ ભાવપ્રાણ જરૂર હોય છે. જ્યારે સિદ્ધના જીવોને માત્ર ભાવપ્રાણ જ હોય છે. આ સંસારી જીવો આ દ્રવ્યપ્રાણના આધારબળથી જ તે તે જીવાયોનિનું જીવન જીવી શકે છે અને એથી જ પહેલાં જણાવ્યું છે કે પ્રાણો એ જ જીવન છે. જે જે જીવોને જે જે સંખ્યામાં પ્રાણો કહ્યા છે, તે પ્રાણો વિદ્યમાન હોય તો જ જીવે જીવતો રહે, અથવા “જીવે છે એમ કહેવાય. એ પ્રાણો સમયમર્યાદા કે અકસ્માત વગેરે કારણથી નાશ પામે એટલે જીવનું મૃત્યુ થયું કહેવાય. આ બધા ઉપરથી જીવન મરણની ટૂંકી વ્યાખ્યા તે તે ભવ સંબંધી દ્રવ્યપ્રાણોનો યોગ તે (આત્માનું) જીવન અને
૫૧૩. સમ્યગુ કે મિથ્યાત્વ એવી અપેક્ષા અહીં નથી જણાવી.
૫૧૪. આજકાલ “શરણાઈ હg મોગસાધન” આવો નાસ્તિકતાનો પોષક અનિચ્છનીય ઉલટો પ્રચાર શરૂ થયો છે, તે ઘણું દુઃખદ છે. આ આર્યપ્રજાને છાજતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org