________________
पर्याप्ति सम्बन्धी परिशिष्ट नं. १२ કર્યું. પણ ગ્રહણ કરેલાં પુદ્ગલોમાં ખલ અને રસનો વિભાગ પાડવો તે કાર્યની અપેક્ષાએ રસીભૂત પુદ્ગલોને સાતધાતુરૂપે–શરીરપણે પરિણમાવવાનું કાર્ય સૂક્ષ્મ હોવાથી એક બે સમયમાં એ પુદ્ગલોને સાતધાતુરૂપે પરિણાવવાની શક્તિ પ્રગટ ન થઈ પરંતુ અન્તર્મુહૂર્ત સુધી પ્રત્યેક સમયે શરીરપયપ્તિનામકર્મના ઉદયની અસર એ રસીભૂત પગલો ઉપર ચાલુ રહેવા પછી એ પગલોમાં જ એક એવી શક્તિ પેદા થઈ કે ઉત્પત્તિના પ્રથમ ક્ષણથી અન્તર્મુહૂર્ત સુધી ગ્રહણ કરેલાં ઔદારિક આદિ પુદ્ગલોમાં આહાર પયપ્તિએ જે સારભૂત ભાગ જુદો કર્યો હતો તેમાં તો સાતધાતુરૂપે પરિણમન થયું. પરંતુ હવે પછી જીવનપર્યન્ત ગ્રહણ થનારાં ઔદારિક આદિ પુદ્ગલોમાં આહારપયક્તિ દ્વારા ખલ અને રસરૂપે વિભાજન થયા બાદ સાતધાતુરૂપે તે પુદ્ગલોનું પરિણમન તે શક્તિ દ્વારા થયા કરે. આ શક્તિ તેનું નામ શરીરપયપ્તિ.
શરીરપયપ્તિરૂપ શક્તિ પ્રગટ કરવાનો કાળ ઉત્પત્તિના પ્રથમ સમયથી અત્તમુહૂર્ત સુધીનો છે અને પ્રગટ થયેલ શક્તિના ફળ સ્વરૂપે ગ્રહણ થતાં આહાર યોગ્ય પુદ્ગલોને સાતધાતુરૂપે પરિણમાવવાનું કાર્ય ઉત્પત્તિ બાદ અન્તર્મુહૂર્ત પછી જીવનપર્યન્ત છે.
એ જ પ્રમાણે ઇન્દ્રિયાયપ્તિનામકર્મના ઉદયની અસર ઉત્પત્તિના પ્રથમ ક્ષણથી બે અત્તમુહૂર્ત સુધી પહેલા ક્ષણથી ગ્રહણ થતાં અને ખલ–રસરૂપે જુદાં પડેલાં તેમજ સાતધાતુરૂપે પરિણમેલાં ઔદારિક પુદ્ગલો ઉપર એવી રીતે ચાલુ રહી કે અન્તર્મુહૂર્ત પૂર્ણ થાય એટલે સાતધાતુરૂપે પરિણમેલ અને હવે પછી જીવનપર્યન્ત સાતધાતુરૂપે પરિણમન પ્રાપ્ત કરનારાં પગલોનું અભ્યત્તર દ્રવ્યેન્દ્રિયરૂપે પરિણમન થાય તેવી શક્તિ એ પુદ્ગલોમાં પ્રગટ થઈ. એ શક્તિનું નામ ઇન્દ્રિયાયપ્તિ.
એ જ પ્રમાણે ઉત્પત્તિના પ્રથમ સમયથી ઉચ્છવાસલબ્ધિ સાથે ઉચ્છવાસનામકર્મોદયના કારણે શ્વાસોચ્છવાસ વગણાનાં પગલોનું ગ્રહણ તો ચાલુ જ હતું. સાથે સાથે ઉચ્છવાસ પયપ્તિનામકર્મનો ઉદય પણ ચાલુ હતો. આહાર પયપ્તિનો એક સમય, શરીરપયપ્તિનું એક અત્તમુહૂર્ત અને ઇન્દ્રિયાયપ્તિનું બીજું એક અન્તર્મુહૂર્ત પસાર થયા બાદ ત્રીજું એક અન્તર્મુહૂર્ત આટલો કાળ પસાર થયો ત્યારે ઉચ્છવાસપયપ્તિનામકર્મોદયના કારણે ગ્રહણ થયેલાં તેમજ હવે પછી થનારાં ઉચ્છવાસ વગણાનાં પુદ્ગલોમાં ઉચ્છવાસરૂપે પરિણમન, બાદ અવલંબન લઈ, નિઃશ્વાસરૂપે વિસર્જન કરવાની જે શક્તિ પ્રગટ થઈ તેનું નામ શ્વાસોચ્છવાસ પયપ્તિ .
પાંચમી ભાષાયપ્તિ અને છઠ્ઠી મનઃપયપ્તિમાં આ પ્રમાણે જ વ્યવસ્થા સમજવાની છે. ફક્ત શરીરપયપ્તિમાં એક અત્તમુહૂર્તનો કાળ, ઇન્દ્રિયાયપ્તિનો ઉત્પત્તિના પ્રથમ ક્ષણથી બે અન્તર્મુહૂર્ત, શ્વાસોચ્છવાસપયાપ્તિ માટે ઉત્પત્તિના પ્રથમ સમયથી ત્રણ અન્તમુહૂર્ત. એમ ભાષાપયપ્તિ માટે ચાર અન્તર્મુહૂર્ત અને મનઃપયપ્તિ માટે ઉત્પત્તિના પ્રથમ સમયથી પાંચ અન્તર્મુહૂર્ત જાણવાં.
આ પ્રમાણે પિયપ્તિઓની વિશિષ્ટ સમજ પૂરી થાય છે.
૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org