________________
५६६
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વિવક્ષિત ભવના પ્રાણોનો વિયોગ તે ૧૫ મરણ.” યદ્યપિ આત્માનું જન્મ નથી અને મરણ પણ નથી.
તે તો અજન્મા અને અમર છે, શાશ્વત છે. કોઈ વખતે કોઈ “આત્મા મરી ગયો” એવું વાક્ય બોલી નાંખે છે. પણ એ સાચી પરિસ્થિતિના અજ્ઞાનને કારણે, કિંવા, સ્થૂળ વહેવારે બોલે છે, પણ એની પાછળનો ધ્વનિ તો, “પ્રસ્તુત ભવપ્રાયોગ્ય પ્રાણોનો ત્યાગ કરી આત્મા ** પરલોકમાં
ગયો’ એ જ વ્યક્ત થતો હોય છે. . દ્રવ્ય પ્રાણો કેટલા છે?
- દ્રવ્યપ્રાણોની સંખ્યા દશની છે. તે આ પ્રમાણે—પાંચ ઇન્દ્રિયો, સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ અને કર્ણ. ત્રણ બળોમનબલ, વચનબલ અને કાયબલ. શ્વાસોચ્છવાસ અને આયુષ્ય. અહીં ક્રમશઃ તેનું વિસ્તૃત વર્ણન અપાય છે. પ્રથમ પાંચ ઈન્દ્રિયોની વ્યાખ્યા અપાય છે.
જેમ વૈજ્ઞાનિકો યાંત્રિક સાધનો અને રસાયણો દ્વારા એક એક પદાર્થનું સૂક્ષ્મ વિશ્લેષણ કરે છે, અને પદાર્થના વિવિધ પાસાઓનો ખ્યાલ આપે છે. તે રીતે અહંનું તીર્થકર ભગવંતો તપ અને સંયમની સર્વોચ્ચ કોટિની સાધનાને અન્ને પ્રાપ્ત કરેલા, કેવળજ્ઞાન દ્વારા પ્રત્યેક દ્રવ્યો–પદાર્થોને આત્મ પ્રત્યક્ષ કરે છે. ત્યારે સૂક્ષ્મ પરમાણુથી લઈને અનેક પદાર્થોનું અદ્ભુત વિજ્ઞાન અને રહસ્ય તેમની વાણીમાં પ્રગટ થાય છે. તે શાસ્ત્રવાણીમાંથી ઇન્દ્રિયો અંગેની ઉપલબ્ધ માહિતીમાંથી સર્વજ્ઞકથિત જરૂરી રસપ્રદ માહિતી અપાય છે. ઇન્દ્રિયો સાથે સંસારી પ્રાણીમાત્રનો અવિનાભાવિ સંબંધ છે. કેમકે જ્યાં જ્યાં ઇન્દ્રિયો ત્યાં ત્યાં જીવ છે.
ઇન્દ્રિય એટલે શું? તો એ માટે પ્રથમ ઇન્દ્રિય શબ્દનો અર્થ સમજવો જોઈએ, રિ–કે કુપને આ ધાતુ ઉપરથી ર૬ પ્રત્યય લગાડી જના રતિ’ ફ “ અર્થાત્ સર્વ ઉપલબ્ધિ કે
પ૧૫. આત્માના દ્રવ્યપ્રાણને નુકશાન પહોંચાડવું કે તેનો વિયોગ કરવો તેનું નામ હિંસા, દ્રવ્ય પ્રાણોના રક્ષણ સાથે જીવનું રક્ષણ કરવું તેનું નામ અહિંસા. હિંસા અહિંસાની આવી વ્યાખ્યા કરાય છે અને તેમાં “પ્રાયોતિ બાળવ્યપરોપમાં હિંસા, તવડાવે હિંસા” આ સૂત્રની સાક્ષી અપાય છે. અલબત્ત અપેક્ષાએ આ વાત બરાબર છે પરંતુ આ સ્થલ વ્યાખ્યા છે. પણ સાચી વ્યાખ્યા એ છે કે માત્ર અન્ય જીવના દ્રવ્ય પ્રાણોને જ નહિ પણ પોતાના જ્ઞાનાદિ ભાવપ્રાણને હાનિ પહોંચાડવી તેનું નામ પણ હિંસા છે એટલું જ નહીં પણ પોતાના આત્માના સમ્યગ્રજ્ઞાનાદિ ગુણોના વિકાસ માટે પુરુષાર્થ ન કરવો, પ્રમાદધીન બની ઉપેક્ષા કે ઉદાસીનતા દાખવવી તે સાચી હિંસા છે. અને તેનો વિકાસ કે જતન કરવું તે સાચી અહિંસા છે. એથી જ “કાવ્યપરોપ૦' ઉમાસ્વાતીય સૂત્રમાં પ્રાણ આગળ દ્રવ્ય કે ભાવ એવું કોઈ જ વિશેષણ નથી લગાડયું. તેથી પ્રાણથી દ્રવ્ય ઉપરાંત ભાવપ્રાણ લેવાના છે જ. મુખ્યને ગૌણ અને ગૌણને મુખ્ય સમજાયું, મનાયું, પરિણામે ભાવપ્રાણ તરફની દૃષ્ટિ ગૌણ બની ગઈ. પરંતુ તેનો વિચાર, વિકાસ પ્રત્યેક આય માટેનો સ્વાભાવિક ધર્મ લેખાવો જોઈએ. * ૫૧૬. ઉપલબ્ધિ એટલે જાણવાની શક્તિ. કમવિરણનો અભાવ થતાં આત્મા સર્વ વસ્તુને જાણી શકે છે.
૫૧૭, પરલોકમાં અપાન્તરાલ ગતિમાં માત્ર આયુષ્ય પ્રાણ હોય છે. અને તે પ્રાણ આગામી ભવનો સમજવો. : આયુષ્યપ્રાણ માટે પયાપ્તિની જરૂર નથી હોતી કારણ કે તેને કોઈ શક્તિબળની જરૂર નથી હોતી. એક બીજા ભવના આયુષ્ય નામના પ્રાણ પ્રાણ વચ્ચે કોઈ અંતર પડતું નથી, એક પૂરો થતાં જ બીજો હાજર જ હોય છે. એ વિના સંસારી, જીવની ગતિ જ અટકી પડે.
૫૧૮. ઉપયોગ એટલે આત્માને થતો વિવિધ પ્રકારના ભાવોનો અનુભવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org