________________
इन्द्रियोना भेदो
૬૬
આકારે ગોઠવાયેલા, વિષય ગ્રહણ કરવાની શક્તિવાળા; આપણી આંખથી અગોચર એવાં સ્વચ્છ પપુદ્ગલોની બનેલી છે. અથવા તે તે આકારે ગોઠવાયેલા શુદ્ધ આત્મપ્રદેશો. જેમકે ચક્ષુમાં કીકી, કાનમાં કાનનો પડદો વગેરે. આ આત્યંતરનિવૃત્તિ એ જ સાચી ઇન્દ્રિયો છે. વિષયગ્રહણ શક્તિ એનામાં હોય જ છે.
અહીંયા એક વાત સ્પષ્ટ સમજાવી કે, ઇન્દ્રિયોના બાહ્ય આકારો ભિન્નભિન્ન પ્રકારના હોઈ શકે છે, જેને બાહ્યનિવૃત્તિથી ઓળખાવાય છે. પરંતુ અંદરના ભાગે રહેલી, પુગલોની રચનારૂપે રહેલી, વાસ્તવિક પાંચે ઇન્દ્રિયોની રચના, તમામ જીવોમાં એકસરખી જ નિશ્ચિત આકારોવાળી જ છે, પણ ભિન્ન ભિન્ન નથી. આગળ ઇન્દ્રિયોના આકારો જે કહેવાશે તે પણ આ આભ્યન્તરનિવૃત્તિના આધારે જ. અને એથી જ ચાર ઇન્દ્રિયોમાં બંને નિવૃત્તિઓ ઘટમાન બને છે, પણ સ્પર્શેન્દ્રિયમાં બે ભેદ જ ઘટે છે. ચારે ઇન્દ્રિયો દેહાવયવ રૂપે અને સ્પર્શેન્દ્રિય દેહાકાર સ્વરૂપે જ સમજવી.
બાહ્યનિવૃત્તિને તલવાર ગણીએ, તો સ્વચ્છપુદ્ગલના સમૂહરૂપે આભ્યન્તરનિવૃત્તિને તે જ તલવારની ધાર રૂપે સમજવી જોઈએ. વસ્તુતઃ તલવાર કે ધાર એકબીજાથી ભિન્ન નથી, છતાં કાર્ય કરવાની ઉપયોગિતા બંનેમાં ભિન્ન છે. એ દૃષ્ટિએ આ ભેદો છે છતાં બંનેના સહયોગથી જ તલવારનું કાર્ય થાય છે. એ રીતે અહીંયા પણ બંનેના સહયોગથી જ વિષયજ્ઞાન થાય છે.
બંને પ્રકારની ઉપકરણેન્દ્રિયો
વાસ્તવિક રીતે જોઈએ તો નિવૃત્તિ અને ઉપકરણમાં ખાસ તફાવત ન લાગે. પણ આભ્યન્તર નિવૃત્તિ તેને પુદ્ગલરૂપ ગણીએ તો આભ્યન્તર ઉપકરણને તે ઇન્દ્રિયોના પુદ્ગલમાં રહેલી શક્તિરૂપે સમજવી જોઈએ.
બંને પ્રકારની નિવૃત્તિને ઉપકાર કરે તેને ઉપકરણ ઇન્દ્રિયો કહેવાય. આ ઉપકરણેન્દ્રિયો એટલે ઇન્દ્રિયોના પોતાના વિષયોનો અર્થબોધ કરાવનારી એક પ્રકારની સહાયક કે ઉપકારકશક્તિ. આના પણ બાહ્ય આત્યંતર બે ભેદો છે.
વાઘડપણ એટલે ઇન્દ્રિયોના બાહ્ય આકારની સ્વસ્થ રચના અને બચ્ચત્તર પળ એટલે આભ્યન્તર નિવૃત્તિના પુદ્ગલોમાં રહેલી જે શક્તિ વિશેષ તે. બાહ્યઉપકરણ એ આભ્યન્તર નિવૃત્તિની પુદ્ગલ રચનાને ઉપકારક છે. અને આભ્યન્તર ઉપકરણ એ આભ્યન્તર નિવૃત્તિની પુદ્ગલશક્તિને ઉપકારક છે. કદાચ આભ્યન્તરનિવૃત્તિ હોય, પણ એમાંથી વિષયબોધ કરાવનારી શક્તિ નષ્ટ થઈ ગઈ હોય તો આભ્યન્તર નિવૃત્તિની હાજરી છતાં વિષયબોધ થવા ન દે. આ બોધ કરાવવામાં પેલી શક્તિ ઉપકારક છે. તેથી તેને ઉપકરણેન્દ્રિય તરીકે સંબોધી છે, એટલે આભ્યન્તર ઉપકરણ વિના કેવળ નિવૃત્તિ ઇન્દ્રિય બોધ કરાવવા સમર્થ નથી.
દાખલા તરીકે નિવૃત્તિરૂપ ચક્ષુ ઇન્દ્રિય વિદ્યમાન હોય પણ જો બાહ્યોપકરણ સ્વરૂપ બહારના ભાગમાં પથ્થર વગેરેના વાગવાથી, બહારના ભાગને નુકશાન પહોંચે તો આંખથી સરખું જોઈ ન
૫૨૩. આ અભિપ્રાય પત્નવણા સૂત્રનો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org