________________
ફર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह કારણરૂપે કર્મ પણ ભિન્ન ભિન્ન છે.
૧૨. નિગોદમાં વર્તતા ભવ્ય જીવને મોક્ષની લબ્ધિ અથતિ મોક્ષની યોગ્યતા છે, પણ મોક્ષ મેળવવાની શક્તિ નથી. એ શક્તિ તો મનુષ્યપણું, સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે બાહ્ય અભ્યત્તર અનુકૂળતા મળે ત્યારે જ પ્રગટ થાય છે. તે જ પ્રમાણે શ્વાસોચ્છવાસ ભાષક–મનોલબ્ધિ તે જીવોમાં યથાયોગ્ય અવશ્ય હોય છે; પરંતુ એ લબ્ધિઓનું શક્તિરૂપે પ્રગટપણું તેને પયપ્તિનામકર્મની અનુકૂળતા હોય તો જ થાય છે. આટલા મુદ્દાઓ ધ્યાનમાં લીધા બાદ હવે એ પયપ્તિ સંબંધી ક્રમશઃ નિરૂપણ રજૂ થાય છે.
ઉત્પત્તિસ્થાને પહોંચતાંની સાથે પ્રથમ ક્ષણે જ જીવ કામણ કાયયોગની મદદથી ઔદારિક આદિ નામકર્મોદયના કારણે ઔદારિક વગેરે શરીરયોગ્ય પુદ્ગલોને તેમજ શ્વાસોચ્છવાસ યોગ્ય પગલોને (અને બેઇન્દ્રિયથી અસંગ્નિ પંચેન્દ્રિય સુધીનું ઉત્પત્તિસ્થાન હોય તો ભાષાયોગ્ય પગલોને તથા સંક્ષિપંચેન્દ્રિયનું ઉત્પત્તિસ્થાન હોય તો મનોવગણાનાં પુદ્ગલોને) પ્રહણ કરે છે.
પુલો ગ્રહણ કરનાર કર્તા તરીકે જીવ છે, ગ્રહણ થનારાં ઔદારિકાદિ પુદ્ગલો એ કર્મ છે. કામણ કાયયોગ એ કરણ છે. ઔદારિક આદિ પ્રતિવિશિષ્ટ પદુગલોનું જ ગ્રહણ થાય તેમાં ઔદારિક આદિ પ્રતિવિશિષ્ટ નામકર્મનો ઉદય એ કારણ છે. આ પગલોનું આહરણ ગ્રહણ કરવું તેને આહારપયતિ ગણવામાં આવે છે. ઉપરાંત ગ્રહણ કરેલાં તે તે પુદ્ગલોમાંથી નિઃસારભાગ દૂર કરવો અને સારભૂત વિભાગ જુદો પાડવો એનું નામ પણ આહારપયપ્તિ છે. એ પુદ્ગલોના ઉપચયદ્વારા જે જે શક્તિઓ ભવિષ્યમાં પ્રગટ કરવી છે, તે તે શક્તિઓ નિઃસાર યુગલોને દૂર કરી સારભૂત પગલોમાંથી પ્રગટ કરવાની છે.
રોટલી કે રોટલો બનાવવો હોય ત્યારે આટો લીધા બાદ ચારણીથી ચાળીને થુલી જેવો નિઃસાર ભાગ કાઢી નાંખી જે બારીક લોટ ચારણીમાંથી નીચે પડે છે તેની કણિક બંધાયા પછી ક્રમશઃ રોટલી બને છે. તેમ ઔદારિક યોગ્ય પગલો હોય કે શ્વાસોચ્છવાસ ભાષા કિંવા મનોયોગ્ય પગલો હોય તે દરેક પ્રકારનાં ગ્રહણ કરાતાં પગલોમાં અમુક ભાગ નિઃસારરૂપ અને અમુક ભાગ સારરૂપ હોય છે. તે બન્નેનો વિભાગ પાડવો એ કાર્ય પણ આહારપયપ્તિનું છે. ફક્ત બીજી પયપ્તિની અપેક્ષાએ આહારપયપ્તિમાં એક વિશેષતા છે કે ઉત્પત્તિના જે–પ્રથમ ક્ષણે પુદ્ગલોનું ગ્રહણ થયું તે જ ક્ષણે એ આહારપયપ્તિ નામની શક્તિએ ગ્રહણ થતાં પુદ્ગલોમાં સાર અને નિઃસાર (રસ અને ખલ) એવા બે વિભાગો પાડ્યા એટલું જ નહિ પરંતુ એ પ્રગટ થયેલ આહારપયતિરૂપ શક્તિએ ઉત્પત્તિના પ્રથમ ક્ષણથી જીવનના અંતિમ સમય સુધી પ્રત્યેક સમયે અથવા જ્યારે જ્યારે જરૂરિયાત જણાય ત્યારે ત્યારે તેને કાયયોગ્ય પુગલોને ગ્રહણ કરવાનું અને સાથે સાથે તેમાં ખલ અને રસનું વિભાજન કરવાનું કાર્ય પણ ચાલુ રાખ્યું. આહારપયપ્તિ નામની શક્તિ પ્રગટ થવાનો ક્ષણ ઉત્પત્તિનો પ્રથમ સમય અને તે શક્તિનું કાર્ય પ્રથમ ક્ષણથી લઈને જીવનના છેલ્લા સમય સુધી છે. આહારપયપ્તિ એ કારણ છે અને જીવનપર્યન્ત ગ્રહણ થતાં પુદ્ગલોમાં ખલ અને રસનું વિભાજન એ કાર્ય છે. આ અપેક્ષાએ જ આહારપયપ્તિ (ખલ અને રસને જુદા પાડવાની શક્તિ) પ્રગટ થવામાં એક સમયનો જ કાળ છે.
જે ક્ષણે આત્મા ઉત્પત્તિસ્થાને આવ્યો તે ક્ષણે ઉપર જણાવ્યા પ્રમાણે ઔદારિક આદિ ગુગલો ગ્રહણ કરવાનું અને તેમાં ખલ અને રસનો વિભાગ પાડવાનું કાર્ય થયું. ઉત્પત્તિના પ્રથમ ક્ષણથી જ સારભાગ (રસ) રૂપે વિભક્ત થયેલાં ઔદારિક આદિ પુદ્ગલોને સાત ધાતરૂપે અર્થાત્ શરીરરૂપે પરિણાવવાનું કાર્ય પણ શરૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org