________________
श्वासोच्छवासनी प्रक्रिया अने क्रम
५७६
હવે પછીની ત્રણ પર્યાપ્તિઓ, શરીરથી બહાર રહેલા અને ભિન્ન ભિન્ન પ્રકારની વર્ગણાઓ જન્મ પુદ્ગલો દ્વારા તૈયાર થઈ શકે છે, જેને હવે સમજીએ,
૪. શ્વાસોચ્છ્વાસ વિશ્વમાં કેટલાક જીવો નાસિકા દ્વારા, જ્યારે કેટલાક જીવો પોતાના શરીરના રોમછિદ્રો દ્વારા પ્રાણવાયુ (oxygen)નું ગ્રહણ કરે છે. આ શ્વાસ-ઉચ્છ્વાસની ક્રિયા જીવ કઈ શક્તિ—બળથી કરી શકવા સમર્થ બને ? તો આદ્ય પ્રારંભ તો શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ નામની ક્રિયા દ્વારા મેળવેલી શક્તિથી થાય છે. આ ક્રિયા માટે તેને આકાશ કે અવકાશમાં રહેલા એક પ્રકારના સૂક્ષ્મ પુદ્ગલોનું આલંબન (સહારો) લેવું પડે છે.
હવે આ ક્રિયાની પ્રક્રિયા અને તેનો ક્રમ જોઈએ
૫૦૯
અખિલ બ્રહ્માંડમાં સર્વત્ર એટલે અવકાશ અને સર્વ પદાર્થોની અંદર વિવિધ પ્રકારનાં અનંત પુદ્ગલ સ્કંધો અનાદિ અનંતકાળથી વિદ્યમાન છે. આ સ્કંધો આઠ પ્રકારની કર્મવર્ગણાઓનાં હોય છે. આ સંસારના સંચાલનના મૂળમાં આ વર્ગણાઓ–કર્મો જ છે. આ વર્ગણાઓમાં એક શ્વાસોચ્છ્વાસ નામની સ્વતંત્ર વર્ગણા છે. જે વર્ગણા કે તેનાં પુદ્ગલ સ્કંધો શ્વાસોચ્છ્વાસની ક્રિયા માટે જ સહાયક ઉપયોગી છે. ઉત્પત્તિ સ્થાને આવેલા જીવને શ્વાસોચ્છ્વાસની ક્રિયા વિના ચાલે નહિ, કેમકે જીવને જીવવા માટે શુદ્ધ પ્રાણવાયુની અવિરત જરૂ૨ પડે છે. અને લઈને અશુદ્ધ બનેલા પ્રાણવાયુને પાછો બહાર કાઢવો પડે છે. આ ક્રિયા નાસિકા દ્વારા થાય છે, પણ આ ક્રિયામાં તાકાત પેલી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ ઊભી કરે છે. એટલે જીવ-આત્મા તરત જ આ તાકાત મેળવવા આજુબાજુએ કે અવકાશ—આકાશમાં રહેલા શ્વાસોચ્છ્વાસ પ્રાયોગ્ય દલિકો—સ્કંધોને ખેંચીને શ્વાસોચ્છ્વાસની ક્રિયારૂપે પરિણમાવે, પછી શ્વાસ અવલંબન લે એટલે ગ્રહણ કરે—રોકે અને પછી પાછું તરત જ તેનું ઉચ્છવાસન કરે એટલે શ્વાસનું વિસર્જન કરે—છોડી દે, એટલે ગ્રહણ કરેલા પુગલો પાછા આકાશ—અવકાશમાં દાખલ થઈ જાય, વળી પાછા લે–મૂકે, એમ ચાલ્યા કરે. અન્તર્મુહૂર્ત સુધીમાં જીવ આ ક્રિયા માટે સમર્થ બની જતાં આ ચોથી પર્યાપ્ત પૂર્ણ થઈ જાય.
કર્મપુદ્ગલો એ એવા સૂક્ષ્મ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે કે સર્વજ્ઞત્રિકાળજ્ઞાની જીવ સિવાય કોઈ જીવ નરી આંખે જોઈ-જાણી શકતો નથી.
૫. ભાષા— શ્વાસોચ્છ્વાસની જેમ, આઠ પ્રકારની વર્ગણાઓમાં એક ભાષાવગણા છે. આ વર્ગણા ભાષા એટલે કે બોલવામાં ઉપયોગી લિકો (અણુ–પરમાણુઓ) વાળી છે.
જીવને જ્યારે જ્યારે બોલવાની ઇચ્છા થાય ત્યારે ત્યારે, અખિલ બ્રહ્માંડમાં રહેલા ભાષા બોલવામાં (શબ્દાત્મક કે ધ્વન્યાત્મક) ઉપયોગી ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ભાષા રૂપે
૫૦૯. ડોકટરો કે સાયન્સ કહે છે કે, આ ક્રિયા તો કુદરતી છે. જ્યારે જૈન તત્ત્વજ્ઞાન કહે છે-ના, કુદરતી જરાયે નથી. એની પાછળ તથાપ્રકારનું પૂર્વજન્મ સંચિત કર્મ જ કારણ છે. એ કર્મ જેવું બાંધ્યું હોય તે રીતે શ્વાસોચ્છ્વાસની અનુકૂળતા પ્રતિકૂળતા મલે છે.
વિશ્વના કે વિશ્વવર્તી પદાર્થોના સંચાલન પાછળ જૈન તત્ત્વજ્ઞાને બતાવેલી કર્મની અત્યન્ત સુવ્યવસ્થિત પ્રક્રિયાથીયરી પડી છે. એના આધારે જ ગતિ-સ્થિતિ કે પ્રગતિની ક્રિયાઓ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org