________________
Err
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
વગેરે હિતાહિતની દૃષ્ટિએ વિચારીને જેમ નક્કી કરાય છે, તેમ પાંચ પર્યાપ્તિ રચીને પછી પોતાનું હિતાહિતની દૃષ્ટિએ કેમ ચાલવું ? કેમ બધો વહેવાર કરવો તે માટે વિચાર શક્તિરૂપ મનઃપર્યાપ્તિની જરૂર પડે છે.
આ પ્રમાણે પર્યાપ્તિઓની ઘર સાથે ઘટના કરી સમજણ આપી.
શું મન પર્યાપ્તિરૂપે નથી ?
તત્વાર્થગ્રંથમાં મનઃપયર્યાપ્તિને ઇન્દ્રિય પર્યાપ્તિમાં ગણી લઈને પાંચ પર્યાપ્તિઓ વર્ણવી છે. વહેવારમાં પણ મનને છઠ્ઠી ઇન્દ્રિય તરીકે સંબોધાય છે. શંકા થાય કે મન તો અનિન્દ્રિય છે તો તે ઇન્દ્રિયમાં કેમ ગણાય ? એનો જવાબ એ છે કે ઇન્દ્રિયોની જેમ મન સાક્ષાત્ કોઈ વિષયનું ગ્રાહક નથી તેથી તેને સ્પષ્ટ રીતે ઇન્દ્રિય ન કહેવાય, પણ સુખાદિ વગેરેનો સાક્ષાત્ અનુભવ તે કરતું હોવાથી તે અપેક્ષાએ, અને વળી મન એ ઇન્દ્ર એટલે આત્મા અને તેનું લિંગ—લક્ષણ હોવાથી એ અર્થની દૃષ્ટિએ ઇન્દ્રિય કહી શકાય છે. એ દૃષ્ટિએ ઇન્દ્રિય પર્યાપ્તિમાં સમાવેશ કરી શકાય.
આહાર પર્યાપ્તિની બીજી વ્યાખ્યા—તત્ત્વાર્થભાષ્યકારે કરેલી આહાર પર્યાપ્તિની વ્યાખ્યા જુદી રીતે છે. તે એમ જણાવે છે કે શરીર, ઇન્દ્રિય, ભાષા, વગેરે બધી પર્યાપ્તિઓને યોગ્ય દલિક દ્રવ્યોને ગ્રહણ કરવારૂપ ક્રિયાની સમાપ્તિ તે આહાર પર્યાપ્તિ.
સહુનો પ્રારંભ સાથે, અન્ત સાથે નહીં— છ પર્યાપ્તિઓમાં પ્રથમની ત્રણ પર્યાપ્તઓ— શક્તિઓનું કાર્ય તો પ્રથમ સમયથી જ શરૂ થઈ જાય છે જ્યારે ઉચ્છવાસાદિ અન્તિમ ત્રણ પર્યાપ્તિઓનું કાર્ય તે તે વર્ગણાઓના ગ્રહણ, તે તે પુદ્ગલોની રચના બાદ થાય છે. પરંતુ ત્રણેયનો પ્રારંભ તો પ્રથમ સમયથી જ શરૂ થઈ જાય છે.
પ્રથમ સમયે સામાન્ય સ્વરૂપે ગ્રહણ કરાતા પુદ્ગલોમાંથી જીવ કેટલાંકને શરી૨ રૂપે ઉપયોગમાં લે, કેટલાંકને ઇન્દ્રિયોની રચનાના કામમાં વાપરે, કેટલાકને ઉચ્છ્વાસકરણ, ભાષાકરણ રૂપે અને કેટલાકને મનઃકરણ રૂપે ઉપયોગમાં લે છે. પુદ્ગલ ગ્રહણ વખતે છ રચના કે કાર્યો માટે ઉપયોગી પુદ્ગલોને ઉપયોગમાં લેતો જાય અને બીનઉપયોગી હોય તેને સાથે સાથે જ ત્યજતો જાય છે.
આમ છએ પર્યાપ્તિઓના પુદ્ગલોની રચનાનો પ્રારંભ તો પ્રથમ સમયથી શરૂ થાય છે, પણ સમાપ્તિ સાથે થતી નથી તે ધ્યાનમાં રાખવું ઘટે. [૩૩૮]
અવતર— આ ગાથા પર્યાપ્તિના અર્થરહસ્યનું પ્રતિપાદન કરે છે. જો કે આની પહેલાની ગાથાઓમાં પર્યાપ્ત અંગે ખૂબ જ છણાવટ થઈ ગઈ છે. પણ તે ટીકા કે ગ્રન્થાન્તરથી ભાવ લઈને કરી. પણ સંગ્રહણીકર્તાને તો સંગ્રહણીની મૂલ ગાથા દ્વારા પર્યાપ્તિનો અર્થ કહેવો હતો, જે આ ગાથા પહેલા કહેવાયો જ ન હતો. તે અર્થ કંઈક વિશેષરૂપે મૂલ ગાથા દ્વારા જણાવે છે.
Jain Education International
आहारसरीरिंदिय, ऊसासवउमणोभिनिव्वत्ति ।
होइ जओ दलियाओ, करणं पइ सा उ पज्जत्ती ॥ ३३६ ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org