________________
५८६
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
અનંતાનંત આત્માઓ અનંતાકાળથી જ્યોતિમાં જ્યોતિ સમાય તે રીતે રહેલા છે એમાં તે સમાઈ જાય છે. છતાં પ્રત્યેક સિદ્ધાત્માને વ્યક્તિરૂપે તો સદાકાળ સ્વતંત્ર રૂપે જ સમજવો.
આપણે જોઈ આવ્યા કે જેઓ કર્મથી લિપ્ત છે. તેઓ ઊર્ધ્વ, અધો અને તિર્યક્લોકમાં (ત્રસનાડીમાં) તથા તેની બહાર રખડપટ્ટી કર્યા કરે છે. શક્તિ બંને પ્રકારમાં છે. એકમાં ચૈતન્ય શક્તિનો પુંજ છે. બીજામાં પૌદ્ગલિક શક્તિ છે. આ શક્તિ પુદ્ગલ દ્રવ્યના સહારા કે નિમિત્તથી પ્રાપ્ત થાય છે.
સંસારી જીવ માત્ર તે સૂક્ષ્મ હોય કે સ્કૂલ, સ્થાવર હોય કે ત્રસ તે જ્યાં જ્યાં જન્મ લે ત્યાં ત્યાં, જીવન નિર્વાહ માટે, ભાવિ જીવન ટકાવવા, જીવનનાં આવશ્યક કાર્યો કરવા પુદ્ગલજન્ય શક્તિ–બળો પ્રાપ્ત કરવાની તેને અનિવાર્ય જરૂર પડે છે, અર્થાત્ તે તે જન્મને યોગ્ય શક્તિઓ જન્મતાંની સાથે જ મેળવવી પડે છે. એ પ્રાપ્ત ન કરે તો તે તે કાર્યો કદી કરી ન શકે, અને કશો વહેવાર ચલાવી ન શકે, એ શક્તિઓ મેળવવાનો પ્રારંભ પર્યાપ્તિઓ દ્વારા થાય છે. જેમકે—જીવ આહાર પર્યાપ્તિની શક્તિ ન મેળવે તો આહાર કરવાને સમર્થ ન બને, તે રીતે શરીર કે ઇન્દ્રિયો બનાવી ન શકે, શ્વાસોચ્છ્વાસ લઇ ન શકે, બોલી ન શકે, વિચાર ન કરી શકે. આ બધાં કાર્યો માટે જીવ જે જે બળો ઊભાં કરે તેનું જ બીજું નામ “પર્યાપ્તિ.
આ પર્યાપ્તરૂપ કરણ—સાધન વિશેષની મદદથી જીવ આ તાકાતો ઊભી કરવા સમર્થ બન્યો. આ શક્તિનાકાતો પુદ્ગલ દ્રવ્યના નિમિત્તથી જ પ્રગટે છે.
પર્યાપ્તિ એ એક પ્રકારનો કર્મનો જ પ્રકાર છે. કારણ વિના કાર્ય થતું નથી. જીવ કારણ તરીકે કર્મને જ માને છે. વાચકોએ આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવો ઘટે.
પર્યાપ્તિઓ પૂર્ણ થતાં કઈ કઈ શક્તિઓ પ્રાપ્ત થાય ?
ઉપર જણાવ્યું કે તે તે પર્યાપ્તઓ દ્વારા તે તે જાતના બળો મેળવે છે. તો તે કઈ કઈ શક્તિઓ મેળવે છે, અને એ શક્તિઓથી શું શું કાર્ય બજાવે છે તેને વિગતવાર જોઈએ.
૧. આહા૨૫ર્યાપ્ત પૂર્ણ થતાં આહાર ગ્રહણ કરવાની શક્તિ સાથે ગ્રહણ કરેલા આહારના પરિણમન સાથે તેને ખલ, (એટલે બીનજરૂરી મલમૂત્રાદિ ભાગ અને) ૨સ (એટલે જરૂરી ભાગ) રૂપે અલગ પાડવાની ક્રિયામાં જીવ સમર્થ બને છે.
૨. તે પછી તરત શરી૨ પર્યાપ્ત પૂર્ણ કરે એટલે શું થાય ? તેથી શરીરની વિવિધ ક્રિયાઓ, દેહને યોગ્ય અને પોષક એવા રોમરાજી દ્વારા ગ્રહણ કરાતા લોમાહારને અને મુખદ્વારા લેવાતા કવલ આહાર રૂપ પુદ્ગલોને શરીરૂપે પરિણમાવવાની એટલે બનાવવાની ક્રિયામાં જીવ સમર્થ બની જાય છે.
૩. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થતાં પાંચેય ઇન્દ્રિયોના વિષય બોધમાં જીવ સમર્થ બને એટલે કે
*. રોજેરોજની અવિરત થતી શારીરિક ક્રિયાઓ માટે જે શક્તિઓની જરૂર પડે છે તેનું બીજું નામ પર્યાપ્તિ છે. બીજો અર્થ કારણમાં કાર્યોપચાર કરીને શક્તિને ઉત્પન્ન થવામાં કારણભૂત પુદ્ગલોપચય પણ પર્યાપ્ત છે. તત્ત્વાર્થભાષ્યવૃત્તિની વ્યાખ્યા એ છે કે શક્તિમાં નિમિત્તભૂત પુદ્ગલોપચય સંબંધી ક્રિયાની પરિસમાપ્તિ. આ રીતે, શક્તિસામર્થ્ય, શક્તિજનક પુદ્દગલો અને તે ક્રિયાની પરિસમાપ્તિ આમ ત્રણ અર્થો ફલિત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org