________________
१८४
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પુદ્ગલોપચયથી સૂક્ષ્મતર હોય છે અને અધિક અધિક પુદ્ગલ મેળવવામાં કાળ પણ અધિક લાગે છે.
દાખલા તરીકે–જેમ શેર રૂ કાંતવા છએ કાંતનારીઓ સમકાળે કાંતવા માંડે, તો પણ જાડું સુતર કાંતનારી કોકડું વહેલું પૂર્ણ કરે અને તેથી સૂક્ષ્મ સૂક્ષ્મતર કાંતનારી ક્રમશઃ કોકડું વિલંબે વિલંબે પૂર્ણ કરે, તેમ પતિઓની સમાપ્તિમાં સમજવાનું છે.
ચારે ગતિ આશ્રયી પર્યાપ્તિકમ ઔદારિક શરીરી મનુષ્ય અને તિર્યંચ આ બે ગતિના તમામ જીવોની પ્રથમ આહાર પર્યાપ્તિ એક સમયમાં જ પૂર્ણ થાય અને ત્યારબાદ અન્તર્મુહૂર્ત અન્તર્મુહૂર્ત કાળે અનુક્રમે શેષ શરીર–ઇન્દ્રિય આદિ પાંચે પર્યાપ્તિઓ પૂર્ણ થાય. બધાનો ભેગો કાળ પણ અન્તર્મુહૂર્ત થાય છે, કારણ કે અન્તર્મુહૂર્તના કાળના માપના અસંખ્ય પ્રકારો છે.
વૈક્રિય શરીરી એવા દેવો, નારકો, આહાર પયપ્તિ પ્રથમ સમયે પૂર્ણ કરે, શરીર પયાપ્તિ એક અન્તર્મુહૂર્ત, અને શેષ ચાર અનુક્રમે એક એક સમયને અંતરે સમાપ્ત કરે.
અહીં સિદ્ધાંતમાં દેવને ભાષા અને મનની પિિપ્ત સમકાળે એકી સાથે સમાપ્ત થવાનું જણાવ્યું છે, તે અપેક્ષાએ દેવને છ નહીં, પણ પાંચ પયાપ્તિઓ જણાવી છે. જીવો ઉત્તરવૈક્રિય શરીર કરે ત્યારે અને કોઈ ચૌદપૂર્વધર આહારક શરીર રચે ત્યારે પર્યાપ્તિનો ક્રમ દેવની પયપ્તિની વ્યાખ્યા મુજબ સમજવો,
ઉત્તરદેહ માટે પર્યાપ્તિની ભિન રચના કોઈ લબ્ધિવંત જીવ ઉત્પત્તિસ્થાને આવી પોતાના મૂળ શરીરની રચના સમયે સ્વયોગ્ય ચાર અથવા છ પયપ્તિઓ જ સમાપ્ત કરે છે તે પયપ્તિઓ વડે તે જીવ આખા ભવ પર્યત પયપ્તિો ગણાય છે. પરંતુ વૈક્રિયાદિ લબ્ધિવાળો એ જીવ પ્રસ્તુત પદ્ધિાવસ્થામાં જો નૂતન શરીર એટલે વૈક્રિયા શરીર બનાવે, ત્યારે તે શરીર યોગ્ય ચાર અથવા છ પયપ્તિઓ જે રચવી પડે તે ફરીથી નવેસરથી જ રચે. ઉત્પત્તિ સમયે રચેલી પયપ્તિઓ ઉત્તરશરીર માટે ઉપયોગી થતી નથી.
જે લબ્ધિ પMિા બાદર વાયુકાય જીવો પૈકી, કેટલાક વાયુકાય જીવો વૈક્રિય શરીર રચવાને સમર્થ છે, તેઓએ ઉત્પત્તિ સમયે ઔદારિક શરીર સંબંધી જે ચાર પયપ્તિઓ રચી હતી તે વિદ્યમાન છતાં બીજું નૂતન ઉત્તરવૈક્રિય શરીર રચતી વખતે ફરી નવીન જ ચાર પતિઓ રચવી પડે છે.
એ જ પ્રમાણે આહારક શરીરની લબ્ધિવાળો લબ્ધિવંત *ચૌદપૂર્વધર મહાત્માને આહારક શરીર રચતાં ઉત્પત્તિ સમયની ઔદારિક સંબંધી છ પયપ્તિઓ શરીર રચનામાં કામ લાગતી નથી. આ માટે તો તેમને આહારક દેહને યોગ્ય નથી છ પયપ્તિઓ રચવી જ પડે છે.
તાત્પર્ય એ કે વૈક્રિયલબ્ધિવંત મનુષ્યોના મૂળદેહની છ પયપ્તિઓ જુદી અને ઉત્તર વૈક્રિય દેહની છ પયપ્તિઓ ભિન્ન હોય છે.
પર્યાપ્તિ સંબંધી પુદ્ગલો કયા ગણવા? છએ પયપ્તિના પુદ્ગલો ઔદારિક શરીરીને ઔદારિક વગણાના, વૈક્રિય શરીરીને વૈક્રિય . આહારક શરીર ચૌદ પૂર્વધરની લબ્ધિવાળો જ રચી શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org