________________
पर्याप्तिओनुं स्वरूप अने आठ प्रकारनी वर्गणाओ
१७१ મનોલબ્ધિ એટલે ચિંતન શક્તિ પ્રાપ્ત થાય. પણ એ ત્રણેય શક્તિઓની ક્રિયા-વ્યાપાર કે વપરાશ તો, અનુક્રમે શ્વાસોચ્છવાસ, ભાષા અને મન પર્યાપ્તિના કારણે જ શક્ય બને છે.
આ પયાપ્તિઓ પર્યાપ્ત નામકર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય છે. પયપ્તિઓનું સ્વરૂપ વધુ સારી રીતે સમજાય એ માટે કેટલીક બાબતો સ્થૂલરૂપે ટૂંકમાં જણાવી. પ્રાથમિક રીતે ઉપયોગી થોડી બીજી બાબતો પણ સમજી લઈએ.
ઊર્ધ્વ અધો અને તિર્યલોકથી યુક્ત ચૌદરાજલોક પ્રમાણ જેવડું મહાવિરાટ વિશ્વ ચર્મચક્ષુથી અદશ્ય તેમજ દશ્ય (ઇન્દ્રિય ગ્રાહ્ય અને અગ્રાહ્ય) એવા અણુ-પરમાણુઓ કે તેના સ્કંધો-સમૂહોથી સર્વત્ર વ્યાપ્ત છે, ખીચોખીચ ભરેલું છે. એ અણુ-પરમાણુઓ વગેરેને શાસ્ત્રીય પરિભાષામાં પુદ્ગલો કે પુદ્ગલ સ્કંધોથી ઓળખાવાય છે.
આ પુદ્ગલો બે પ્રકારના છે. જે પુદ્ગલ સ્કંધો જીવોને આહાર, શરીર વગેરેના ઉપયોગમાં આવે તે ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓ તરીકે ઓળખાવાય છે. અને જે અણુ-પરમાણુઓથી સભર પુદ્ગલ સ્કંધો જીવોને આહાર–શરીર વગેરેના ઉપયોગમાં આવી શકતા નથી તેને અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓ તરીકે ઓળખાવાય છે. ત્રિકાલજ્ઞ-સર્વજ્ઞોએ જ્ઞાનચક્ષક દ્વારા જોયેલી ગ્રહણ પ્રાયોગ્ય પગલા વર્ગણાઓ આઠ પ્રકારે જણાવેલી છે. તેનાં નામો આ પ્રમાણે છે
આઠ પ્રકારની વર્ગણાઓ ૧. ઔદારિકવર્ગણા ૨. વૈક્રિયવર્ગણા ૩. આહારકવર્ગણા ૪. તૈજસવગણ ૫. શ્વાસોચ્છવાસવર્મા ૬. ભાષાવર્ગણા ૭. મનોવર્ગણા અને ૮. કાશ્મણવર્ગણા. - આઠ પ્રકારનાં કાર્યો માટે આઠેય વર્ગણાઓની જરૂર પડે છે. ઔદારિક, વૈક્રિય આહારક, તૈજસ અને કામણ આ પાંચેય વગણાના પુદ્ગલો પાંચ શરીરો માટે ઉપયોગી છે. શ્વાસોચ્છવાસ વર્ગણા શ્વાસ લેવા મૂકવાના કાર્યમાં અને વચન વહેવાર અથવા ભાષા બોલવાના કાર્ય માટે ભાષાવર્ગણા અને વિચાર કરવામાં મનોવગણા ઉપયોગી છે.
ટૂંકમાં વિશ્વના તમામ જીવોની દેહ તથા ઇન્દ્રિયોની રચના શ્વાસોચ્છવાસની ક્રિયા, ભાષા–વચન વહેવાર અને વિચારો કરવા વગેરેમાં આ વર્ગખાઓ મહત્વનો–પ્રધાન ભાગ ભજવે છે.
ઔદારિક પરગણાનાં પગલો છે તે, ઔદારિક શરીર અને તેને યોગ્ય અંગોપાંગ તેમજ ઇન્દ્રિયોની રચનામાં, વૈક્રિય વર્ગણાનાં પુદ્ગલો, વૈક્રિય શરીર અને તેને યોગ્ય ઇન્દ્રિયો વગેરેની રચનામાં, આહારક વર્ગણાનાં પગલો, આહારક શરીર અને તેને યોગ્ય ઇન્દ્રિયો વગેરેની રચનામાં ઉપયોગી બને છે.
૫૦૦. નામકર્મ એટલે શું? નામકર્મ એ જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારના કર્મના પ્રકારો પૈકીનો એક પ્રકાર છે. આ નામકર્મના ૯૩ કે ૧૦૩ જે ભેદો છે, પર્યાપ્ત નામકર્મ પણ તેમાંનો એક ભેદ છે. તે નામકર્મમાં હોવાથી આ વિશેષણ વપરાય છે.
૫૦૧. વર્ગણા એટલે દશ્ય અદશ્ય વિશ્વમાં વિવિધ પ્રકારના વર્તતા પરમાણુઓના બનેલા ધોના સમુદાયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org