________________
૬૭૪
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અવતરણ– કોઈ પણ જીવને જીવન જીવવા માટે છે શક્તિઓની જરૂર પડે છે. જન્મતાંની સાથે જ ટૂંક જ સમયમાં પોતપોતાના કમાનુસારે પોતપોતાને યોગ્ય શક્તિઓનો પ્રાદુર્ભાવ થઈ જાય છે. આ શક્તિ એ જ પયપ્તિ. પયપ્તિ કે શક્તિ એક જ અર્થના વાચક શબ્દો છે. હવે અહીં ગાથામાં છ પયપ્તિઓનાં નામો જણાવીને કયા કયા જીવને પોતાના કર્માનુસાર કેટલી કેટલી: પયપ્તિઓ–જીવન શક્તિઓ પ્રાપ્ત થાય છે, તે પણ કહેશે.
आहार सरीरिदिअ, पजत्ती आणपाणभासमणे । चउ पंच पंच छप्पिअ, इग-विगला सन्निसनीणं ॥३३८॥
સંસ્કૃત છાયાआहार-शरीरेन्द्रियपर्याप्तिः प्राणापानभाषा मनांसि । चतस्त्रः पञ्च पञ्च षट् च एक-विकलासंज्ञिसंज्ञिनाम् ॥३३८।।
| શબ્દાર્થ – કાહારીરિફિઝ આહાર, શરીર ઇન્દ્રિય
માસમ=ભાષામન Tઝરી=પયાપ્તિ
સાવાના એક, (એકેન્દ્રિયને) વિકલ એટલે કાપા શ્વાસોચ્છવાસ
વિકસેન્દ્રિયને
ક્રિસન્ની=અસંશિ–સંજ્ઞાને માથાર્થ– આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, અને મન આ નામની છ પર્યાપ્તિઓ છે. તેમાં એકેન્દ્રિયને ચાર, વિકલેન્દ્રિયને પાંચ, અસંજ્ઞીપંચેન્દ્રિયને પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિયને છ હોય છે. [૩૩૮
વિરોવાઈ—ગાથાનો વિશેષાર્થ અહીં વિસ્તારથી રજૂ કરું છું. કારણકે ‘પયપ્તિ’ એ ખાસ મહત્વની સમજવા જેવી બાબત છે. તેને જો વિસ્તારથી ન સમજાવાય તો તેનું યથાર્થ રહસ્ય સમજી નહીં શકાય.
આ પયાપ્તિઓની વ્યાખ્યા શરૂ કરવા અગાઉ તેને અંગેની કેટલીક ભૂમિકા જો રજૂ કરૂં તો વિદ્યાર્થીઓ–વાચકોને વધુ રસ પડશે અને રહસ્ય વધુ સ્પષ્ટ થશે.
નામકર્મના ઉદયના કારણે ઔદારિકાદિ (ત્રણ) શરીર રૂપે પરિણમેલા પુદ્ગલોમાંથી તે તે શરીરને યોગ્ય એવા મસ્તક, છાતી, પેટ, પીઠ, બે હાથ, અને બે જંઘા (પગ) એ આઠ અંગો, અને એ અંગોમાંથી નીકળતી તેના જ અવયવરૂપ આંગલીઓ, તથા નાક, કાન, વગેરે રૂપ ઉપાંગો, પુનઃ તેના જ અવયવરૂપ રોમરાજી, વાળ, પાંપણ, હાથ-પગની રેખાઓ વગેરે, **અંગોપાંગો (અંગોપાંગ) રૂપ સ્પષ્ટ વિભાગો બને છે. અથતિ તેવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. વળી એ જ રીતે શ્વાસોશ્વાસને યોગ્ય એવું શ્વાસોચ્છવાસ નામનું નામકર્મ એ પર્યાપ્તિ નામકર્મના ઉદયે પ્રાપ્ત થાય. ભાષાપત્યપ્તિ નામકર્મના કારણે ભાષાવર્ગણાના પુદ્ગલ ગ્રહણથી ભાષાયોગ્ય લબ્ધિ અને મનઃપયપ્તિ નામકર્મના કારણે મનોવર્ગણાના પુદ્ગલોથી
૪૯૯. નામકર્મની અનુકૂળતા કે પ્રતિકૂલતા ઉપર અંગોપાંગની ન્યૂનાધિકતા, અનુકૂલતા કે પ્રતિકૂળતાનો આધાર
હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org