________________
૬૭ર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ગયો છે? તેની જાણ માટેનું આ અતિમહત્વનું સાધન છે. તે શરીરમાં રહેલો એક પ્રાણ જ છે.
આ શ્વાસોચ્છવાસથી મૃત્યુ કયારે થાય? તો જ્યારે ઝેરી હવા શ્વાસોચ્છવાસ દ્વારા અંદર જાય ત્યારે તેનું ધીમે ધીમે મૃત્યુ સર્જાય. રાતના ઓરડામાં ફાનસ સળગતું હોય અને પછી ઓરડો બંધ કરીને સૂઈ જાય તો ફાનસના ઘાસલેટના બળતણમાંથી નીકળતો મૃત્યુને નોંતરનારો કાર્બન ગેસ ભરઉંઘમાં શ્વાસોચ્છવાસ દ્વારા અંદર જતો રહે અને સવાર પડતાં જ જેટલાં સુતા હોય એ બધાંય (પ્રાયઃ) મૃત્યુને ભેટે. એવી રીતે એક જેલની અંદર પાંચ કેદીઓ રહી શકે એવી કોટડીમાં ૫૮ જણાને પૂરીને બારણાં બંધ કરી દેવાય, અને બહારનો પ્રાણવાયુ મળતો બંધ થાય તો બધાય મૃત્યુને ભેટે છે. (કલકત્તાની કાળી કોટડીનો દાખલો જાણીતો છે) તે ઉપરાંત દમ, શ્વાસના ભયંકર વ્યાધિઓનાં કારણે શ્વાસ રૂંધાઈ જતાં ભયંકર ગુંગળામણ–ગભરામણ થતાં ઝડપથી આયુષ્ય સમાપ્ત થઈ જાય છે. તે ઉપરના મુખ્ય મહત્વના સાત પ્રકારના ઉપક્રમો–ધક્કાઓ લાગવાથી ધીમે ધીમે ભોગવી શકાય એવા આયુષ્યના પગલોને ઉપક્રમ વખતે જીવ તીવ્રતિતીવ્ર ઝડપથી ભોગવી નાંખે છે. જીવન જીવવામાં ઉપાદાન કારણભૂત આયુષ્યકર્મનાં દલિયાં પૂરાં થઈ જાય પછી જીવ તે શરીરમાં એક સમય-ક્ષણ પણ ન રહે, દેહમાંથી નીકળીને પરલોકે સિધાવી જ જાય છે.
આ ઉપક્રમો અપવર્તનને યોગ્ય એવા આયુષ્યમાં ફેરફાર કરી શકે છે, પણ અનપવર્તનીય આયુષ્યમાં તો કશો ફેરફાર કરી શકતા નથી.
આમ તો વિવક્ષિત (મનુષ્ય-તિર્યંચના) કોઈ પણ ભવમાં જન્મે ત્યારથી જ જીવ આયુષ્યકર્મનાં દલિયાં-પુગલોને પ્રતિસમયે ખપાવતો જ જાય છે, એમાં જાતજાતના ઉપક્રમો લાગે, આઘાત–પ્રત્યાઘાતો લાગે, ત્યારે તો તે આયુષ્ય પુગલોને જરૂરથી વધારે ખપાવી નાંખે છે, અને અતિ જોરદાર હોનારત કે ઉપક્રમો લાગે તો જોતજોતામાં આયુષ્યના પગલોને ન કલ્પી શકાય એવા તીવ્રવેગથી–કર્મની ઉદીરણાથી ઉદયમાં લાવી જીવ ભોગવી નાંખે, એટલે સમાપ્ત કરી નાંખે છે. જીવન જીવવા માટેનું આ અનિવાર્ય ઉપાદાન સાધન ખલાસ થતાં તે પછી કેવી રીતે જીવી શકે ?
પ્રશ્ન– કોઈ પણ પ્રકારનો ઉપક્રમ–ઉપદ્રવ થાય ત્યારે જો તત્કાલ ચાંપતા પગલાં લેવાય તો ઘણાંએ બચી જાય છે, તો ત્યાં શું સમજવું?
ઉત્તર– આ પ્રશ્નના ખુલાસા માટે આ જ પુસ્તકની ગાથા ૩૩૬નો અર્થ જુઓ. જે જીવ સોપક્રમી અનાવર્તનીય આયુષ્ય બાંધીને આવ્યો હોય તેને ગમે તેટલા ઉપક્રમો ભલે લાગે પણ તેનું આયુષ્ય તૂટે નહિ. ઉપક્રમના ઉપાયો યોજવાથી સારું થાય અને વધુ જીવે તેથી આયુષ્ય વધી ગયું એવું ન સમજવું.
આ બધા ઉપક્રમો અપવર્તનીય સોપક્રમ પ્રકારના આયુષ્યનું જ અપવર્તન-હૃાસ કરે છે. પણ અનપવર્તનીય નિરૂપમ પ્રકારના બાંધેલા આયુષ્યનું કદી અપવર્તન કરી શકે નહિ.
૩૩૫મી ગાથામાં ચરમશરીરી વગેરે જે જે જીવોને નિરૂપક્રમી (ઉપક્રમની અસર થાય તેવા) આયુષ્યવાળા જણાવ્યા છે. ત્યાં થોડો સમજમાં વિવેક કરવાનો કે એ જીવોને કયારેક ઉપક્રમો લાગે. પીડા પણ આપે ખરા, પીડાથી મૃત્યુ પણ પામતા દેખાય. અહીં જીવની સામે ઉપક્રમની હાજરી જરૂર છે પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org