________________
आयुष्यनी घटना साथे संबंध धरावती पुनः तारवणी
૬૭૨ અગાઉ જણાવ્યું છે તેમ, તે આયુષ્યનું અપવર્તન એટલે દીઘયુષને અલ્પાયુષી કરી શક્તો નથી.
મૃત્યુ નિપજાવે તેવો ઉપક્રમ–ઘટના બને ત્યારે આ જીવો માટે એમ જ સમજવું કે સહજપણે ભોગવાતા આયુષ્યની પૂર્ણાહુતિ આવી પહોંચી હોય ત્યારે જ તેને મૃત્યુયોગ્ય ઉપક્રમ લાગે, કુદરતી રીતે જ પરસ્પર આવો યોગ બની આવે. હા, ઉપક્રમ નિમિત્ત રૂપે જરૂર દેખાય અને જાણે કે આ ઉપક્રમથી જ મરી ગયો એવું દેખાય પણ ખરું, પરંતુ હકીકતમાં ઉપર કહ્યું તેમ સમજવું. [૩૩૭]. | આયુષ્યની ઘટના સાથે સંબંધ ધરાવતી જે બાબતો અગાઉ કહી આવ્યા તેની
પુનઃ તારવણી અહીં આપી છે.
૧. બંધકાળ પરભવનું આયુષ્ય બાંધવાનો સમય ભોગવાતા આયુષ્યકાળમાં ક્યારે હોય છે તેનો નિર્ણય
તે બંધકાળ. દેવોનારકો અસંખ્યાતા વર્ષવાળા મનુષ્ય તિયચો માટે નિયમ છે કે, ભોગવાતા આયુષ્યના છ મહિના બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે. એકેન્દ્રિયો, વિકસેન્દ્રિયો અને અનપવર્તનીય આયુષ્યવાળા તિર્યંચ મનુષ્યો પોતાના નક્કી થયેલા આયુષ્યના ત્રીજા ભાગે પરભવાયુષ્ય બાંધે, પણ અપવર્તનીય આયુષ્યવાળા તિર્યંચ-મનુષ્યો પોતાના નક્કી થયેલા આયુષ્યના ત્રીજા ભાગે પરભવાયુષ્ય બાંધે. એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયવાળા તિર્યંચો-મનુષ્યો છે તે પોતાના આયુષ્યના ત્રીજા ત્રીજા ભાગે બાંધે. જો પહેલા ત્રીજા ભાગે ન બાંધે તો તે પછીના ત્રીજા ત્રીજા ભાગે બાંધે એટલે કે નવમા ભાગે, સત્તાવીશમા ભાગે બાંધે.
એ રીતે આગળ સમજી લેવું. ૨. અબાધાકાળ પરભવનું આયુષ્ય બાંધ્યા પછી એ બાંધેલું આયુષ્ય જ્યાં સુધી ઉદયમાં ન આવ્યું હોય
તે બંધ ઉદય વચ્ચેનો અપાન્તરકાળ. ૩. અંતસમય- આયુષ્યની પૂર્ણાહુતિનો અન્તિમ નિષ્ઠા) સમય તે. ૪. અપવર્તન ઘણા કાળે વેદવા–ભોગવવા યોગ્ય આયુષ્ય ઓછા કાળમાં ભોગવવા યોગ્ય બને છે.
આ આયુષ્ય સોપક્રમ જ ભાવનું હોય છે. ૫. અનપવર્તન–જે આયુષ્ય કદી ટૂંકું ન બને. જેટલું બાંધ્યું હોય તેટલું પૂરું થાય છે તેવું આયુષ્ય. ૬. ઉપકમ– દીર્ઘ આયુષ્યને ગમે તે પ્રકારે ટૂંકું કરે છે. આવા ઉપક્રમો અનેક હોવા છતાં તેનું
વર્ગીકરણ કરીને ઉપક્રમો સાતમાં સમાવેશ કરીને અહીં જણાવ્યા છે. આ ઉપક્રમોનું
વર્ણન ઉપર થઈ ગયું છે. ૭. અનુપકમ– જે આયુષ્યને કદી ઉપક્રમ એટલે કે કોઈ પણ પ્રકારે ધક્કો હરકત ન પહોંચે અને પૂરેપૂરું
ભોગવી શકાય છે. આમાં ક્યારેક ઉપક્રમનો પ્રસંગ બની જાય પણ તે હાજરી પૂરતો હોય, પરંતુ તે આયુષ્યની જીવાદોરીને કદી ટૂંકાવી શકતો નથી.
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org