________________
बाह्य योनिनु स्वरूप
.૪૪ મુકયાકૂર્મોન્નતામાં
વંસીતાવંશીપત્રામાં રિહાર-વધિમાઅરિહંત-વાસુદેવ
સેસના=શેષનરીમનુષ્યો ચક્રવર્તી–બળદેવ જાયા – શંખાવત યોનિ તે હતગભાં છે. અરિહંત, ચક્ર, બળદેવ, વાસુદેવ, કૂર્મોનતામાં ઉત્પન્ન થાય છે અને અવશેષ નરોમનુષ્યો વંશીપત્રામાં ઉત્પન્ન થાય છે. ll૩૨પા
વિરોણાર્થમનુષ્યોની બાહ્યલિંગાકારરૂપ યોનિ ત્રણ પ્રકારે છે. ૧ શંખાવતયોનિ, ૨ કૂર્મોન્નતા, અને ૩ વંશીપત્રા.
શંખાવર્તા-આ શંખ જેવી ભ્રમીવાળી હોય છે. એટલે કે આ યોનિમાં શંખ જેવાં આવર્ત –આંટા હોવાથી શંખાવતે કહેવાય છે. આ યોનિ નિચ્ચે હિતગભાં હોય છે, એટલે આ યોનિમાં જીવ ઉત્પન્ન થાય છે અને દેહરચના પણ કરે છે, પણ છેવટે અંદરની અત્યંત ગરમીના કારણે શરીર નષ્ટ થઈ જાય છે અને જીવ બીજે ચાલ્યો જાય છે, જેને ગર્ભ હણાયો કહેવાય છે. ક્યારેય પણ તે ગર્ભ શરીરની સંપૂર્ણ રચના કરીને માતાના ગર્ભમાંથી બહાર આવી જન્મધારી બને તેવું બનતું જ નથી, કારણ કે શંખાવર્તયોનિ વાળી સ્ત્રીઓ અત્યંત પ્રબળ કામાગ્નિવાળી હોવાથી એટલી બધી તેણીમાં ઉષ્ણતા રહે છે કે ઉત્પન્ન થયેલા ગર્ભના જીવનો વિનાશ જ થઈ જાય છે. આ યોનિ ચક્રવર્તીની મુખ્ય પટ્ટરાણીરૂપ સ્ત્રીરત્નને હોય છે. એથી જ કહેવાય છે કે બ્રહ્મદત્ત ચક્રીની કામાતુર થયેલી સ્ત્રીરત્ન કુરુમતીના હસ્તસ્પર્શથી લોખંડનું પૂતળું પણ દ્રવીભૂત થઈ ગયું અથત ગળી ગયું.
કુર્મોન્નતા–કાચબાના પીઠની જેમ ઉપસેલી–ઉન્નત ભાગવાળી યોનિ. આ યોનિમાં જ અરિહંત પરમાત્માઓ, વાસુદેવો, ચક્રવર્તીઓ અને બળદેવો [એટલે પ્રતિવાસુદેવને છોડીને બાકીના શલાકા પુરુષો] નિચ્ચે ઉત્પન્ન થાય છે.
વંશીપત્રા–જે યોનિ વાંસના જોડાયેલાં બે પત્ર સરખા આકારવાળી હોય છે. આ યોનિમાં શેષ સર્વ જાતના મનુષ્યો જ [તિર્યંચો નહીં, કારણકે આ ત્રણે પ્રકારનું યોનિકથન મનુષ્યની સ્ત્રીનું જ છે.] ઉત્પન્ન થાય છે, તિર્યંચો તે પશુ પક્ષીઓની યોનિઓનો બાહ્યાકાર અનિયમિત છે, તેથી તે કહ્યો નથી. આ સ્વરૂપ મનુષ્યસ્ત્રીની બાહ્યયોનિનું પણ કહ્યું. - એમ યોનિના સંવૃતાદિ ભેદો, આત્યંતર યોનિના સચિત્તાચિત્તાદિ ભેદો અને બાહ્યયોનિના શંખાવતદિ ભેદો–પ્રકારો દર્શાવ્યા.
આ સિવાય શુભયોનિ કઈ અને અશુભયોનિ કઈ ? તે પણ આગમગ્રન્થોમાં બતાવ્યું છે. શુભયોનિ કઈ કહેવાય અને અશુભયોનિ કોને કહેવાય તે વાચકો સ્વયં સમજી શકે તેમ છે, કારણ કે વ્યક્તિની ઉત્તમતા અને અધમતા જોઈને શુભાશુભપણાનો નિર્ણય સુખપૂર્વક કરી શકાય છે. [૩૨૫].
૪૭૬. કામાતુર થઈને સ્પર્શ કરે તો જ લોહ પૂતળાનું દ્રવીભૂતપણું લેવું. કંઈ આખો દિવસ કાયમી એવી ઉષ્ણતા રહેતી નથી, નહીંતર સુવર્ણ-રત્નનાં આભૂષણો પહેરે છે તે પહેરવાનો અસંભવ જ થઈ જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org