________________
वक्रागतिमां जीव केटला समय आहारी के अनाहारी होय? ते
१ શબ્દાર્થ સુગમ છે. પાયા–એક, બે, ત્રણ અને ચાર સમયની વક્રોગતિમાં દ્વિતીયાદિ સમયોમાં પરભવનો આહાર જાણવો, એટલે અનુક્રમે દ્વિચક્રોગતિમાં એક સમય, ત્રિવક્રાગતિમાં બે સમય અને ચતુર્વક્રાગતિમાં ત્રણ સમય અનાહારક હોય છે. li૩૩૧||
વિરોણાર્ય–ગત ગાથામાં વક્રાનું સ્વરૂપ કહ્યું હતું. હવે આ ગાથામાં વક્રાગતિમાં જ વ્યવહાર અને નિશ્ચય બંને નય દૃષ્ટિથી આહાર અને અનાહારકનો સમય કહે છે.
વ્યવહારનયની દૃષ્ટિથી દરેક વક્રામાં જીવ પહેલા સમયે અને છેલ્લા સમયે આહારક જ હોય છે. તાત્પર્ય એ નીકળ્યું કે, બેથી વધુ સમયવાળી વક્રામાં જ યથાયોગ્ય અનાહારકપણું મળે છે. અહીંઆ પ્રથમ એકવક્રાનો વિચાર કરીએ તો તે બે જ સમયની છે, તેથી વહેવારનવે તેના બંને સમયો આહારક જ થાય છે. એક સમય અનાહારક નથી હોતો, કારણ કે જ્યારે શરીર છોડે છે. તે સમયમાં જ ઔદારિકાદિ પુદ્ગલોનો લોમાહાર કરીને શરીર છોડીને પ્રથમ સમયે એક વક્રામાં દાખલ થયો ને તે જ વક્રાના બીજા સમયે તો ઉત્પત્તિપ્રદેશે પહોંચી પણ ગયો. જે સમયે પહોંચ્યો. તે જ સમયે કામણ કાયયોગવડે તદ્ભવયોગ્ય ઓજાહારસ્વરૂપ પરમાણુઓનો આહાર ગ્રહણ કરે છે.
આથી એક વક્રામાં બંને સમયો વ્યવહારનયથી આહારી સમજવા.
ત્રણ સમયની દ્વિવકા ગતિમાં એકવક્રાગતિવત્ વ્યવહારનયથી પ્રથમ સમય આહારી, બીજો સમય અનાહારી અને ત્રીજો સમય [પરભવ સંબંધી] આહારી. એકંદર બે સમય આહારક અને એક સમય અનાહારકપણાના સમજવા.
ત્રિવક્રાગતિના ચાર સમય પૈકી વ્યવહારનયથી પૂર્વવત્ પહેલો [પ્રસ્તુત ભવાશ્રયી] અને છેલ્લો પિરભવાશ્રયી] ચોથો સમય આહારી અને બીજો–ત્રીજો એ બે મધ્યના સમયો અનાહારી, એટલે અહીં બે સમય આહારક અને બે સમય અનાહારક.
ચતુર્વક્રાગતિના પાંચ સમય પૈકી વ્યવહારનયથી આદિ અને અંતિમ એ બે સમય આહારી અને વચલા “ત્રણ સમય અનાહારક જાણવા.
આ વ્યવહારનયાશ્રયી કથનમાં વચલા સમયો અનાહારક અને પહેલા છેલ્લા સમયો આહારક છે. હવે નિશ્ચયનયની અપેક્ષાએ જણાવે છે.
-ઉપરનું કથન બધું વ્યવહારનયથી ગાથાનુસારે કહ્યું, પણ નિશ્ચયનયથી વિચારીએ તો (એક વક્રોગતિમાં વ્યવહારનયથી બન્ને સમય આહારી જણાવ્યા છતાં] એક સમય નિરાહારી મળશે, કારણ.
૪૮૫. આ પાંચ સમયવાળી વક્રાગતિ જીવને કવચિત્ સંભવે છે, કારણ કે મૂલસૂત્રમાં ચાર સમયવાળી ગતિ સુધીનો ઉલ્લેખ છે પરંતુ ભગવતી, સ્થાનાંગવૃત્તિકાર વક્રગતિમાં અનાહારકની ચિંતા પ્રસંગમાં “ો દ્વ વાગનાહાર:' કહીને એકસમય બે સમય અનાહારકપણું જણાવે છે અને “વ' શબ્દ ગ્રહણથી ત્રણ સમય પણ અનાહારક ગણે છે. અહીં પરભવ જતાં જીવને બળદની નાથ પ્રમાણે ઇષ્ટસ્થળે પહોંચાડવામાં ઉદયમાં આવતો આનુપૂર્વીનો ઉદય ઉત્કૃષ્ટ ચાર સમયનો કહ્યો છે. અને એ ચાર સમયનો ઉદય સહચારી પાંચ સમયની વક્રાગતિએ જાય તો જ સંભવે છે, માટે વિરોધ ન સમજવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org