________________
एक, द्वि, त्रि अने चतुर्वक्रा केवी रीते? .
५५७ ય છે ને ત્રસનાડી બહાર છે. જ્યારે ત્રસજીવો તો માત્ર વચલી ત્રસનાડીના સ્થાનમાં જ હોય છે. આથી સ્થાવરોનું ક્ષેત્ર સર્વ વ્યાપક છે. .
કોઈ સ્થાવર જીવનો સૂક્ષ્મ દેહધારી આત્મા ડાબી બાજુની ત્રસનાડીની બહાર અધોલોકની વિદિશામાં મૃત્યુ પામ્યો છે. અને એને ઉત્પન થયું છે ત્રસનાડીની જમણી બાજુએ ઊર્ધ્વલોકની દિશામાં, ત્યારે તે પ્રથમ તો ત્રસનાડીની બહાર પ્રથમ સમયે વિદિશામાંથી દિશામાં ચાલે, બીજા સમયે (પ્રથમ કાટખૂણો કરીને) જમણી બાજુથી ત્રસનાડીની અંદર દાખલ થાય, ત્રીજા સમયે (બીજો કાટખૂણો કરીને) ત્રસનાડીની અંદર જ ઊંચે જાય અને ચોથા સમયે સીધો જ–ત્રીજા સમયે જ્યાં હતો ત્યાંથી જતે જ શ્રેણીએ (ડાબી બાજુએ) ત્રસનાડી બહાર નીકળી ઉત્પત્તિ સ્થાને જઈને ઊભો રહે. એ પ્રમાણે અધોલોકની દિશામાંથી ઊદ્ગલોકની વિદિશામાં જવું હોય અથવા ઊર્ધ્વમાંથી અધોમાં આવવું હોય તો આ જ ક્રમ સમજી લેવાનો.
આ પ્રમાણે દિશામાંથી વિદિશામાં કે વિદિશામાંથી દિશામાં જવા માટે સ્થાવરોની ચાર સમયની ત્રિવિક્રા કહી. ચતુર્વકા કેવી રીતે?
| ત્રિકામાં દિશા-વિદિશાની વાત હતી. આમાં એટલું વધારવાનું કે આ ગતિ વિદિશામાંથી (દિશા નહિ પણ) વિદિશામાં જ ઉત્પન્ન થનારા માટે હોય છે. ઉપરમાં વિદિશામાંથી ઊર્ધ્વલોકમાં ત્રસનાડી બહાર દિશામાં જઈને અટક્યો હતો. અહીં ત્રણનાડી બહાર વિદિશામાં જવાનું એક સ્ટેશન વધ્યું એટલે દિશામાંથી પાછો વિદિશાના ઉત્પત્તિ સ્ટેશને પહોંચે છે એટલે ત્યાં એક વળાંક વધે ને એક સમય પણ વધે. આમ®પાંચ સમયની ચતુર્વક્રા ગતિ થઈ. આ પ્રમાણે વક્રાગતિનું સ્વરૂપ કહ્યું.
હવે મૂળ ગાથાનો અર્થ કહેવાય છે. આ ગાથા નિશ્ચયનયથી અને વ્યવહારનયથી (અથવા સૂક્ષ્મદષ્ટિ કે ચૂલદષ્ટિથી), આ ગતિમાં પરભવના આયુષ્યનો ઉદય અને આહાર ક્યારે હોય તે જણાવે છે.
જુગતિમાં તો જે સંસારી જીવો છે તેમને માટે તો પ્રથમ સમયે જ આયુષ્યોદય અને પ્રથમ સમયે જ આહાર કહયો. આથી આ બંને વાતમાં એક પણ સમયનું અંતર પડતું નથી, કારણ કે સમયાંતર થાય તો આહાર લેવો પડે પણ આ ગતિવાળાને તો એક જ સમયમાં ઉત્પન્ન થવાનું એટલે કે જે સમયે મૃત્યુ થયું તેના બીજા જ સમયે ઉત્પન્ન થઈ જાય. વળી પૂર્વભવના શરીર દ્વારા છેલ્લા સમયે આહાર ગ્રહણ કર્યો છે ને તે પછીના સમયે જ ઉત્પન્ન થતાં જ ત્યાં ઉત્પત્તિસ્થાનમાં યોગ્ય આહાર ગ્રહણ કરી લે છે, એટલે આ ગતિવાળા સંસારી જીવો સદાય આહારી જ હોય છે. આ વાત વ્યવહારનયે ઘટમાન છે. - નિશ્ચયનયથી એટલે વધુ સૂક્ષ્મતા ને ચોકસાઈથી વિચારીએ તો પરભવના પ્રથમ સમયમાં જ પૂર્વ શરીરનો પરિશાટત્યાગ થાય છે. જે સમયે સર્વાત્મપ્રદેશોવડે પૂર્વ શરીરનો પરિત્યાગ થાય તે
૪૮૪. આ પાંચ સમયવાળી વક્રા, ઘણા અલ્પ જીવાશ્રિત હોવાથી ઘણા સ્થળે આની વિવક્ષા કરવામાં આવતી. નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org