________________
बंधाएलुं आयुष्य कया सात कारणोथी खंडित थाय छे ते પરબ હોવાથી પાણી પીવા આવ્યો. આ પરબમાં પાણી પીવડાવવાનું કામ એક સુંદર યુવાન સ્ત્રી કરતી હતી. આ સ્ત્રી યુવાનનું સૌંદર્ય વગેરે જોઈને તેના ઉપર મુગ્ધ મોહવાળી બની ગઈ, તેની સામે તે તિર્જી દષ્ટિએ જોતી જ રહી. નારી જાત કઈ રીતે પોતાના હૈયામાં જન્મેલી રાગની આગને જણાવી શકે. પેલો યુવાન પુરુષ સંસ્કારી, ખાનદાન હતો એટલે તેને તો નીચી આંખે પાણી પી ચલતી પકડી. અણજાણપણે પણ પેલી સ્ત્રીના હૈયાનું હરણ કરી ગયો. અહીંઆ આ યુવતી દૂર દૂર સુધી પેલા યુવાનને જોતી જ રહી. તેના હૈયામાં તો સ્નેહનો સાગર ઉમટી પડ્યો, તે તો અત્યન્ત રાગાસક્ત દશામાં અને વિરહ વ્યથાના ભારે પંજામાં સપડાઈ ગઈ. મન અને મસ્તકની સમતુલા ગુમાવતી ચાલી. એકદમ જમીન ઉપર પછડાઈ પડી. હાર્ટ ઉપર એકદમ દબાણ વધી ગયું. પેલા પુરુષમાં લયલીન બનેલી યુવતી આખરે મરણને શરણ બની. સ્ત્રી કામાતુર બની હોય કે ન બની હોય પણ બંને સ્થિતિમાં વાસના વિનાની રાગદશા પણ દશપ્રાણની મારક બની શકે છે.
(૨) દશા ને લીધે પણ મૃત્યુ થાય છે એટલે કે જેમના પ્રત્યે જેને અત્યન્ત ન કલ્પી શકાય તેવો સ્નેહ હોય, એ સ્નેહમાં જોરદાર પ્રતિકૂળતા ઊભી થાય, તેમજ અતિ સ્નેહવાળી વ્યક્તિના મૃત્યુના અશુભ સમાચાર કાને પડે, એટલે સ્નેહીજન, આ સ્નેહમાં પડેલી તિરાડ કે મૃત્યુનો આઘાત સહન કરી શકે નહીં અને એકાએક હાર્ટ પર અન્તિમ કોટિનું દબાણ આવતાં લોહીની ગતિ છિન્નભિન્ન થઈ જતાં, હાર્ટની નસોમાંથી પસાર થતું રૂધિર–લોહી એક ક્ષણ માટે અટકી જાય કે તે જ ક્ષણે તે વ્યક્તિનું આયુષ્ય પૂર્ણ થઈ જાય છે. આમ સ્નેહદશાને કારણે વહેતો આયુષ્યનો પ્રવાહ ખતમ થઈ જાય છે. સ્નેહ ઉપર પણ શાસ્ત્રમાં એક દષ્ટાંત નોંધ્યું છે તે અહીં રજૂ કરૂં છું.
(૨) સ્નેહદશાના કારણે થતાં મૃત્યુ ઉપર એક દાખલો એક પતિ-પત્ની વચ્ચે અત્યન્ત આત્મીયતા હતી. પત્ની ખૂબ જ પતિવ્રતા અને પ્રેમાળ હતી. પતિને વેપાર અર્થે બહાર જવાનું થયું. ગામના ટીખલી યુવાનો આ બંને પતિ-પત્ની વચ્ચે કેવી ગાઢ મૈત્રી–પ્રેમ છે તે જાણતા હતાં. ટીખલી યુવાનોને થયું કે આજે પ્રવાસી પતિની પત્નીના પ્રેમની જરા પરીક્ષા અને મજાક કરીએ. પેલા પતિના મિત્રને ખબર પડી કે મારો મિત્ર આજે અમુક સમયે પાછો ઘરે આવે છે તે વાત તેને પેલા યુવાનોને કરી. એઓને ટીખલ–મજાક કરવાની જે બ્લાદેશ હતી એને તક મળી. પગે ચાલીને આવતો પતિ ગામથી થોડે દૂર હતો ત્યારે પેલા જુવાનીઆ ઘરે દોડી જઈને પેલી સ્ત્રીને બરાબર વિશ્વાસ આવી જાય એ રીતે મોંઢાનો દેખાવ અને વાણીથી કરુણ શબ્દો વાપરીને કહે છે કે, ‘તારો પતિ ગઈ કાલે ગામડામાં ગુજરી ગયો છે? તને ખબર આપવા અમે આવ્યા છીએ. આ વાત કાને પડતાંની સાથે જ નિરાધાર દશા અનુભવતી સ્ત્રી, અસાધારણ ઊંડા સ્નેહના કારણે પતિના વિયોગનો સખત આઘાત લાગતા મૂચ્છ ખાઈને ઢળી પડી. તરત જ તેનું પ્રાણ-પંખેરૂ ઉડી ગયું. પેલા પ્રેમની પરીક્ષા કરવા આવેલાઓ તો પોતાની મજાકનું આવું ભયાનક પરિણામ જોઈને ભાગી ગયા. થોડી જ વારમાં એનો પતિ હરખભેર ઉત્સાહઆનંદ સાથે ઘેર આવ્યો. ઘરમાં દાખલ થયો ત્યાં પત્નીને મૃત્યુ પામેલી જોઈ-જાણીને, સાર્થવાહ–પતિને પણ પત્ની ઉપર અનન્ય અપાર હાર્દિક સ્નેહ પ્રેમ હતો એટલે પોતાની નજર સામેનું પત્નીનું મૃત્યુ ઝીરવી ન શક્યો, એને પણ સામો પ્રચંડ આઘાત લાગ્યો અને પતિને પણ. હાફેલ ત્યાંને ત્યાં થઈ જતાં તે પણ ત્યાં જ ઢળી પડ્યો અને મૃત્યુને ભેટ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org