________________
जीवने उपक्रम सात प्रकारे लागे छे ते
५६७
દિગમ્બરોની માન્યતા મુજબ માત્ર હૃદયવ્યાપી નથી તેમજ વૈયાયિકોની માફક અણુપ્રમાણ પણ નથી. આ ‘મનોદ્રવ્ય’ વિશ્વમાં એક એવી અદૃશ્ય, અદ્ભુત, અગમ્ય અને વિચિત્ર વસ્તુ છે કે અણુ, હાઈડ્રોજન કે કોબાલ્ટ બોમ્બને શોધનારા કે કૃત્રિમ ગ્રહોને બનાવનારા ભલભલા વૈજ્ઞાનિકો પણ આને જોઈ–જાણી શકે તેમ નથી તો પછી તેનું પૃથક્કરણ કરવાની તો વાત જ ક્યાં રહી? એના અપ્રતિહત અને અકલ્પ્ય વેગને માપવાને—સમજવાને એક સર્વજ્ઞ સિવાય કોણ શક્તિમાન છે? કોઈ જ નહીં.
આ મન—હૃદય મનુષ્ય ઉપરાંત (અમુક) પશુ-પક્ષીઓને પણ મળેલું છે. તે પુદ્ગલ દ્રવ્ય હોવાથી પુદ્ગલના સંકોચ, વિકોચ સ્વભાવને કારણે નાના દેહમાં, મોટા દેહમાં, દેહ વ્યાપીને રહેલું છે. મન શરીરમાં અમુક જ જગ્યાએ રહેલું છે એવી માન્યતા બરાબર નથી. દાખલા તરીકે કોઈ કહે કે મન હૈયા હૃદયના ભાગમાં જામીને રહેલું છે તો તે વાત બરાબર નથી. ઘડીભર માનો કે જો એમ જ હોય તો હૃદય સિવાયના શરીરના કોઈપણ ભાગને કોઈ પણ ચીજનો સ્પર્શ થાય, ઉષ્ણ કે શીત પદાર્થનો થાય તો કંઈક સ્પર્શ થયો છે તેનું અથવા તે શીત કે ઉષ્ણ છે એનો કશો ખ્યાલ આવે જ નહિ. પગમાં કાંટો વાગે તો પણ કશો દુઃખનો અનુભવ થવો જોઈએ નહિ. જ્યારે સાચી પરિસ્થિતિ એ છે કે શરીરના કોઈ પણ ભાગમાં કોઈ પણ ચીજનો સ્પર્શ થાય કે ટાંકણી ભોંકાય તો તરત જ તેના સ્પર્શનો અને સાથે સાથે સ્પર્શજન્ય વેદનાનો જે અનુભવ થાય છે તે થાત જ નહિ. હા ! એટલું ખરૂં કે દરેક વસ્તુના મર્મસ્થાનો જરૂર હોય છે એ કારણે મનનું મર્મસ્થાન (મર્મ એટલે મુખ્યમહત્વનું) હૃદયનો ભાગ છે એટલું જરૂર કહી શકાય છે.
એક વાત ધ્યાન રાખવી કે ૮૪ લાખ જીવાયોનિરૂપ સંસારમાં ૫૮ લાખ યોનિગત—–જીવસંકુલમાં જન્મ લેતા અનંતા જીવોને તો મન જ નથી હોતું. ત્યારપછી જીવના વિકાસક્રમ મુજબ પંચેન્દ્રિય જીવોવાળી યોનિમાં મનની શરૂઆત થાય છે. એમાયે બે ભાગ છે. એક મનવાળા પંચેન્દ્રિય અને બીજા મન વિનાના, જેને તત્ત્વજ્ઞાનની પરિભાષામાં (મનવાળાને) સંશી અને (મન વિનાનાને) અસંશી તરીકે ઓળખાવાય છે.
હવે ગાથાના મૂલ અર્થને જોઈએ
(૧) અધ્યવસાન— અધ્યવસાયઆત્મામાં કે મનમાં ઉત્પન્ન થતાં અસંખ્ય વિચારો પૈકી આયુષ્ય ક્ષયમાં ત્રણ પ્રકારના વિચારો મૃત્યુને નોંતરે છે. ત્રણ પ્રકારો આ રીતે છે : ૧. રાગદશામાંથી જે રાગ ઉત્પન્ન થયો હોય એ રાગ અનેક સંકલ્પ વિકલ્પો દ્વારા પુષ્ટ થાય છે અને જેના પ્રત્યે તમારો રાગ અથાગ, અવિહડ અને રોમેરોમ ઉત્પન્ન થયેલ હોય ત્યારે તે વ્યક્તિ કે વસ્તુ પ્રાપ્ત ન થાય, અનેક યુક્તિ, પ્રયુક્તિઓ, કાવાદાવા, લોભલાલચો અને અનેક રીતે મહેનત કરતાંય જ્યારે ન મળે ત્યારે, તે રાગવાળી વ્યક્તિ કે વસ્તુના અલાભે જીવ ઝુરી ઝુરીને એવો બની જાય કે છેવટે તેને જ્વરતાવ આવે, તેનું શરીર ક્ષીણ થતું જાય, ક્ષય રોગ થાય કાં તેનું હાર્ટફેલ થતાં તે આયુષ્યની દોરીને ટૂંકાવી નાંખે છે.
એર્માએ બીજા બધા રાગ કરતાં વિજાતીય–સ્રી–પુરુષ–વચ્ચેનો, રાગ કોઈ જુદી જ પરિસ્થિતિનું નિર્માણ કરનારો છે. માનવજીવનમાં સ્ત્રી-પુરુષ વચ્ચેના રાગે, સેંકડો માણસોને આપઘાતો કરાવ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org