________________
५१८
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह જ સમયે જીવની પરભવ ગતિ થાય છે અને તે જ આધક્ષણે પરભવના આયુષ્યનો ઉદય થાય છે, એટલે શરીરાત્ત અને નૂતન શરીપ્રાપ્તિનું કાર્ય એ જ સમયે યુગપત થાય છે. વકગતિમાં આયુષ્ય ઉદય અને આહાર કયારે?—
ઋજુગતિની વાત કરી, હવે વક્રગતિએ જતા જીવને પરભવાયુષ્યનો ઉદય ક્યારે હોય? તો, દ્વિતીય સમયે હોય એમ ગાથાકાર કહે છે.
પરંતુ આ કથન સ્કૂલ વ્યવહારનયથી છે એટલે કે આ નયથી કથન કરનારા પૂર્વભવના અન્તસમયને (હજુ શરીરત્યાગનો જે સમય એક બાકી છે, જે વક્રામાં ગયો નથી તો પણ) વક્રાગતિનો પ્રારંભ થઈ ગયો હોવાથી અને વક્રાગતિના પરિણામાભિમુખ થયેલો હોવાથી તે અન્તસમયને જ કેટલાકો વ્યવહારથી વક્રગતિનો આદિ સમય ગણી લે છે અને તેથી જ તેઓના મતે ભવાન્તરના આદ્ય સમયે એટલે (પૂર્વભવના અત્ત સમયની અપેક્ષાએ વક્રાગતિના બીજા સમયમાં વિસ્તુતઃ પ્રથમ સમય છે] પરભવાયુષ્યનો ઉદય છે એમ જે કહે છે તે તેઓ વ્યવહારનયથી—ચૂલદષ્ટિથી કહે છે, પરંતુ તે વાસ્તવિક સૂક્ષ્મદષ્ટિસ્વરૂપ નિશ્ચયનયથી કહેતા નથી.
નિશ્ચયનયથી વિચારીએ તો વક્રાના પ્રથમ સમયે જ પરભવાયુષ્યનો ઉદય કહેવાય, કારણ કે ચાલુ જન્મના અન્તિમ સમયને કંઈ વક્રાનો પ્રથમ સમય નહિ કહેવાય. [બાકી વ્યવહાર નિશ્ચયવાળા બંનેનો પરભવાયુષ્યના ઉદય-કથનનો સમય તો જે છે તે જ આવે છે. વિપક્ષા માત્ર જ સમજવાની છે.]
આત્મા અન્તસમયે ગતિની સન્મુખ બને છે. હજુ પૂર્વભવના અન્ત સમયમાં રહ્યો હોવાથી ત્યાં શરીરના પ્રદેશોનો સંઘાત–(ગ્રહણ) પરિપાટ (ત્યાગ) ચાલુ છે, જેથી એ અત્તસમય નિશ્ચયથી હજુ પૂર્વભવનો જ છે પણ પરભવનો નથી, કારણ કે હજુ પૂર્વભવનું શરીર અત્ત સમયે પણ વિદ્યમાન છે, એ શરીરનો સર્વથા ત્યાગ ન થાય ત્યાં સુધી અપાંતરાલગતિનો ઉદય જ ક્યાંથી થવાનો હતો? તેથી દેહત્યાગ તો પ્રસ્તુત ભવના અન્તિમ સમયાન્ત અને આગામી ભવના કે વક્રાના) સ્પષ્ટ પ્રથમ સમયમાં જ થાય છે. વળી પૂર્વશરીરનો પુદ્ગલોનો સંઘાત કે પરિપાટ હોતો નથી, એ જ સમયે આયુષ્ય સાથે ગતિ પણ ઉદયમાં આવે છે, તેથી પરભવના આયુષ્યનો ઉદય વક્રાગતિમાં નિશ્ચયનયથી આદ્યક્ષણે જ ગણાય છે. [૩૩૦]
અવતાર– ગત ગાથામાં વક્રામાં આયુષ્યોદય કહ્યો પણ આહારસમય કહ્યો ન હતો તેથી આ ગાળામાં વધુ સમયવાળી વક્રાગતિમાં જીવ કેટલા સમય આહારી કે અનાહારી હોય? તે બંને નયાશ્રયી કહે છે.
इगदुतिचउवक्कासुं, दुगाइसमएसु परभवाहारो । दुगवक्काइसु समया, इग दो तिनि अ अणाहारा ॥३३१॥
સંસ્કૃત છાયાएक-द्वि-त्रि-चतुर्वक्रासु द्वितीयादिसमयेषु परभवाहारः ॥ द्विवक्रादिषु समया एको द्वौ त्रयश्च अनाहाराः ॥३३१।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org