________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
અવતરન્— અહીંથી ગ્રન્થકાર બાર ગાથાઓ દ્વારા આયુષ્યની મીમાંસા રજૂ કરે છે. ‘આયુષ્ય કે જીવન' એ એક એવી વસ્તુ છે કે જે સંસારના પ્રાણીમાત્રને પ્રિય છે. જીવવું કોને નથી ગમતું ? અર્થાત્ સહુને ગમે છે. મરવું કોઈનેય પ્રિય નથી, છતાં સહુનેં અપ્રિય એવા મૃત્યુને ભેટવું તો પડે જ છે. આ જીવન જે જીવાય છે તેમાં કારણ આયુષ્ય નામનું કર્મ છે. આ કર્મ જેવી જાતનું હોય તે રીતે જીવાય. ત્યારે આ કર્મ કેવી કેવી જાતનું કેવા પ્રકારનું છે ? તેનું વર્ણન સહુને જાણવું અગત્યનું હોઈ અહીંથી શરૂ કરાય છે. એમાં પ્રથમ ગાથામાં આયુષ્યમાં ઉત્પન્ન થતી સાત સ્થિતિઓને જૈન સિદ્ધાંતની શૈલી અને પરિભાષા દ્વારા વર્ણવે છે.
५४४
आउस्स बंधकालो, अबाहकालो अ अंतसमओ य । अपवत्तऽणपवत्तणउवक्कमऽणुवक्कमा भणिया ॥૩૨॥
સંસ્કૃત છાયા—
आयुष बन्धकालोऽबाधाकालश्चान्तसमयश्च । अपवर्त्तनानपवर्तनोपक्रमानुपक्रमा भणिताः ॥ ३२६॥
શબ્દાર્થ—
બાપÆ ગંધાતો આયુષ્યનો બંધકાલ સવાહળાતો અબાધાકાળ
અંતસમો=અંત સમય
Jain Education International
અપવત્તપવત્તળ અપવર્તન અને અનપવર્તન સવમઉપક્રમ
ગળુવામ=અનુપક્રમ
ગવાર્ય— આયુષ્યના (૧) બંધકાલ, (૨) અબાધાકાલ, (૩) અંતસમય, (૪) અપવર્તન, (૫) અનપવર્તન, (૬) ઉપક્રમ અને (૭) અનુપક્રમ વગેરે સાત સ્થાનો યથાયોગ્ય કહ્યાં છે. ૫૩૨૬ા
વિશેષાર્થ ૧-બંધકાલ;—બંધકાલ એટલે બંધ યોગ્ય કાલ. હવે શંકા થાય કે બન્ધ શેનો ? તો જવાબમાં—પરભવાયુષ્યનો.
એક એવો નિયમ છે કે, દરેક આત્માઓને એક ગતિમાંથી બીજી ગતિમાં કોઈ પણ દેહ ધારણ કરવો હોય, પછી ચારે ગતિમાંના કોઈ પણ નામરૂપે હોય, તો તેનો, તેને ચાલુ ભવમાં જ નિર્ણય કરવો પડે છે. એ નિર્ણય ન થાય ત્યાં સુધી આ દેહમાંથી આત્મા છૂટી શકતો નથી. તાત્પર્ય એ કે, પરભવના આયુષ્યનો ચાલુ ભવમાં જ બંધ કરવો પડે છે. આ બન્ધ ક્યારે કરવો જોઈએ ? તેનો નિર્ણય કરવો તે બન્ધકાલ. આ નિર્ણય કાળ સમય હવે પછીની જ ગાથામાં ગ્રન્થકાર જણાવશે.
પ્રસ્તુત ભવના ગતિમાન આયુષ્યમાં પ્રથમ બન્ધકાલ આવે છે. બન્ધકાળ વખતે તેની સાથે સાથે જ અબાધાકાળની મર્યાદા જીવ નક્કી કરી જ નાંખે છે તેથી બીજી વ્યાખ્યામાં અબાધાકાળ એટલે શું? તો તે સંબંધી વિશેષ વ્યાખ્યા તો ગાથા ૩૨૯માં ક૨શે, પણ ટૂંકી વ્યાખ્યા એ કે— ૨–અબાધાકાલ—ચાલુ ભવમાં બન્ઘકાલ વખતે જીવે ૫૨ભવના—જે ગતિમાં જે જાતિસ્થાનમાં ઉત્પન્ન થતું હોય ત્યાંના આયુષ્યનો બન્ધ કર્યો, એ બન્ધ કર્યા પછી એ બદ્ઘાયુષ્ય ઉદયમાં ન આવે
For Personal & Private Use Only
www.jainelibrary.org