________________
द्रव्य अने काल आयुष्यनी समजण
૬૪૭
દ્રવ્ય આયુષ્યની મદદથી જીવ–આત્મા (જઘન્ય અન્તર્મુહૂર્તથી લઈ ઉત્કૃષ્ટ સાગરોપમ સુધી) જીવી શકે છે અથવા તે તે દેહમાં ટકી શકે છે. એનું જ નામ કાળ આયુષ્ય. કાળ એટલે વખત. પછી તે સમયથી લઈ અંતર્મુહૂર્ત, ઘડી, પ્રહર, દિવસ, માસ, વરસ, ગમે તે સમજવો.
આ કાલાયુષ્યની વ્યાખ્યા દ્રવ્યાયુષ્યથી ભિન્ન છે. એટલે કે જીવ ગતજન્મમાં દ્રવ્યાયુષ્યના બન્ધ વખતે કાળાયુષ્યનો બન્ધ પણ ભેગો કરી નાંખે છે. પણ જેમ દ્રવ્યાયુષ્યનું અપવર્તન થતું જ નથી ને તેથી તેનો પૂર્ણ ક્ષય જ કરવો પડે છે પણ કાળાયુષ્યનો સંપૂર્ણ ક્ષય કરવો જ પડે એવો એકાંત નિયમ નથી અર્થાત્ એમાં અપવર્તન એટલે કે હૃાસ પણ થઈ જાય.
દાખલા તરીકે ગત જન્મમાં સો વરસની આઉખાની મર્યાદા નક્કી કરીને પછી અહીં વર્તમાનકાળમાં મનુષ્યરૂપે જન્મ્યા, તો તે જીવ સો વરસ સુધી જીવશે જ એવું નિશ્ચિત ન કહી શકાય. વચમાં કોઈ ઉપદ્રવ કે અકસ્માત નડે તો અંતર્મુહૂર્તમાં જ મૃત્યુ પામી જાય. અને આજે ઘણાએ દાખલા જોઈએ છીએ જેને વ્યવહારમાં અકાળ મૃત્યુ તરીકે ઓળખાવાય છે.
આથી મણિતાર્થ એ નીકલ્યો કે, દ્રવ્ય આયુષ્યમાં અપવર્તન નથી. તે અનાવર્તનીય છે જયારે કાલાયુષ્યમાં વિકલ્પ હોવાથી તે અપવર્તન અને અનપવર્તન બંને પ્રકારે ભોગવાય છે.
- શંકા- દ્રવ્યાયુષ્ય પુરું ભોગવાય તો તત્સહચારિ કાલાયુષ્ય ન ભોગવાય એમ કેમ બને ? આ વાત તો વિચિત્ર લાગે !
સમાધાન-આયુષ્યની સ્થિતિ કે લયમાં પ્રધાન કારણ આયુષ્યકર્મનાં પુદ્ગલો જ છે. પુદ્ગલો એ એવી વસ્તુ છે કે ધીમે ધીમે ભોગવાય અને શીધ્રપણે પણ ભોગવી શકાય. એનો આધાર આત્માના મન્દ–તીવ્ર અધ્યવસાયો ઉપર છે.
ઉપર દાખલો ટાંક્યો તે મુજબ, એક જીવ સો વરસ સુધી ચાલી શકે તેટલા આયુષ્યનાં પદગલો બાંધી અવતર્યો ને પાંચ વરસની ઉમર થતાં કોઈ ઉપદ્રવ કે અકસ્માત નડ્યો ને થયું અને પાંચમે વરસે જ મૃત્યુ પામ્યો. ત્યારે આ જીવે કાલાયુષ્ય પૂર્ણ ન કર્યું. કાળના ૯૫ વરસ
તાં મૂક્યાં, પણ એવી રીતે ૯૫ વરસ ભોગવી શકાય તેટલાં પુદગલો તે વખતે પડ્યા રહે ખરાં? તો હરગીજ નહીં. આયુષ્યનો એક પણ પુદ્ગલ કે પરમાણુ બાકી રહે જ નહીં, સંપૂર્ણ ભોગવાઈ જ જાય છે, કારણ કે પ્રથમ જ કહી દીધું છે કે દ્રવ્યાયુષ્યનું અપવર્તન એટલે ફેરફાર થઈ શકે છે.
પણ એક ખ્યાલ નિશ્ચિતરૂપે સમજી રાખવો ઘટે કે આયુષ્યમાં હાનિનો ફેરફાર શક્ય છે પણ વૃદ્ધિનો નહિ.
હવે કાલાયુષ્યમાં કોઈ ઉપદ્રવ કે અકસ્માત ન નડે તો તો સો વરસ પૂરાં કરીને જ મરણ પામે અને એ વખતે દ્રવ્યાયુષ્ય સો વરસ સુધી ભોગવાય અને કાલાયુષ્ય પણ તેટલાં જ વરસો સુધી ભોગવાય, આ કાલાયુષ્યને અનપવર્તન કહેવાય.
શંકા– આયુષ્યનાં પુદ્ગલોનો ક્ષય થયો અને સ્થિતિ સમયનો ક્ષય ન થયો તો સો વરસની સ્થિતિ સુધી ચાલે એટલાં પુદ્ગલોને જીવ પાંચ વરસમાં, અરે ! અંતર્મુહૂર્તમાં કેવી રીતે ભોગવી નાંખે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org