________________
योनि संबंधी विविध समजण
૬૪૬
વ્યાપ્ત છતાં અચિત્તયોનિના ઉપપાત સ્થાનનાં પુદ્ગલો, તે સૂક્ષ્મ જીવપ્રદેશોથી અન્યોન્ય સંબંધવાળા થતાં નથી, તેથી અચિત્તયોનિને ક્યારે પણ સચિત્તપણું થતું નથી.
મિશ્ર યોનિ સિચિત્તચિત્ત કેવી રીતે હોય? –સચિત્ત અને અચિત્ત પુદ્ગલોના સંબંધવાળી થતી યોનિ છે. એટલે મનુષ્ય અને તિર્યંચની યોનિમાં શુક્ર [વીય તથા શોણિત–રુધિર પુદ્ગલો રહેલાં હોય છે. તેમાંથી જે પુગલો આત્મા સાથે જોડાયેલાં છે તે સચિત્ત અને જે નથી જોડાયેલાં તે અચિત્ત [કારણ કે આત્મા સજીવ છે] આ સચિત્તાચિત્તનો સંબંધ જેમાં થતો હોય તેવી યોનિને મિશ્ર યોનિ કહેવાય.
તે આ પ્રમાણે–સ્ત્રીઓના શરીરમાં, નાભિની નીચે વિકસ્તર પુષ્પોની માળાના જેવી લાગતી, જમણી તથા ડાબી બંને બાજુએ બે નસો રહેલી છે. એ બંને નસોનું જ્યાં જોડાણ થાય છે ત્યાં આગળ, તે નસો સાથે જ જોડાયેલી અધોમુખી જમરૂખ અથવા તો કમળના ડોડાના આકાર જેવી યોનિ પદાર્થની રચના છે. અહીં આવ્યંતર યોનિની વાત હોવાથી યોનિ એટલે ગર્ભાશય સમજવું. કે
જ્યાં ગર્ભની ઉત્પત્તિ થાય છે. આ યોનિ કે ગર્ભાશયની બહારના ભાગમાં આમ્રમંજરી જે માંસની બનેલી મંજરીઓ હોય છે. આ મંજરીઓ રૂધિર ઝરવાના સ્વભાવવાળી છે, અને તેથી સામાન્યતઃ (પ્રાયઃ) દરેક માસે રુધિર ઝરે છે. (ત્યારે સ્ત્રી અડચણવાળી, ઓપટીવાળી કે એમ. સી.વાળી કહેવાય છે) આ રુધિરમાંના કેટલાક બિન્દુઓ-કણો જમરૂખાકાર ગર્ભાશયમાં નસો દ્વારા દાખલ થઈ જાય છે અને ત્યાં ટકી રહે છે ત્યારે પુરુષ સાથે સંબંધ થતાં પુરુષવીર્યના અમુક બિન્દુઓ પણ એ જ ગર્ભાશયના સ્થાનમાં પ્રવેશ કરતાં ત્યાં સ્ત્રી-રજ કે રૂધિર અને પુરુષ વીર્યનું મિશ્રણ થઈ જાય છે. આ શુકમિશ્રિત શોણિતપુદ્ગલોમાંથી જે પુદ્ગલોને યોનિએ આત્મસાત કર્યા હોય તે પુગલો સચિત્ત એટલે કે સજીવ છે અને બાકીના જે રહે છે તે અચિત્ત ગણાય છે. આ રીતે માનવી સ્ત્રીની યોનિનું મિશ્રપણું સમજવું. જીવ જ્યારે ત્યાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે આ જ મિશ્ર આહાર કરે છે.
કેટલાક આચાર્યો એમ કહે છે કે-રુધિર સચિત્ત છે અને વીર્ય અચિત્ત છે, કેટલાક મહર્ષિ રુધિરને પણ અચિત્ત કહે છે. અને યોનિગત આત્મપ્રદેશોને જ સચિત્ત કહે છે, અને એ પ્રમાણે મિશ્રયોનિપણું ઘટાવે છે.
પૂર્વે દેવ, નારકોની અચિત્તયોનિ અને ગર્ભજ નર, તિર્યંચોની મિશ્રયોનિ કહી. હવે શેષ જીવોમાં સર્વ સંમૂચ્છિમો એટલે કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો તેઓને સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણે પ્રકારની છે. તે કેવી રીતે હોય?.
જીવતી ગાય વગેરે જીવોનાં શરીરમાં પડતા કૃમિ આદિ જંતુઓની સચિત્ત યોનિ. [જીવ સંબંધવાળી હોવાથી અચિત્ત સૂકા લાકડામાં ઉત્પન્ન થતાં ઘણાં આદિની અચિત્ત યોનિ. અર્ધસૂકાં [લીલું સૂકું એવાં લાકડાં તથા ગાય વગેરેના શરીરના ક્ષત-ઘા વગેરે સ્થાનમાં ઉત્પન્ન થતાં, ઘુણાં તથા કૃમિ આદિ જંતુઓની મિશ્રયોનિ સમજવી. આ હકીકત સ્પષ્ટ સમજાય તેમ છે. યોનિના શીતાદિક સ્પર્શ પ્રકાર અને તેના અધિકારી
સ્પર્શની દષ્ટિએ યોનિસ્થાનોનો વિચાર કરીએ તો યોનિ ત્રણ પ્રકારની છે. 9. શીત, ૨ ૩w,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org