________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અંગુલ આવ્યા. એવા બે ઉત્સધાંગુલે એક વીરવિભુનું આત્માગુલ થતું હોવાથી ૧૬૮ ઉત્સધાંગુલને બેથી ભાગતા અથતિ તેનું અર્ધ કરતાં ૮૪ સ્વાત્માગુલ શ્રીવીરનું શરીર આવે છે. તો પછી ભગવાન સ્વાત્માંગુલે ૧૦૮ અંગુલ અને ઉત્સધાંગુલે ૨૧૬ અંગુલ ઊંચા હતા એમ બીજાઓ કેમ કહે છે? અને જો તેઓનું એ કથન યથાર્થ હોય તો વિરપ્રભુની સાત હાથની ઊંચાઈ કેવી રીતે મળશે? કારણ કે ‘દ્વિગુણ ઉત્સધાંગુલે વરનું એક આત્માગુલ” થતું હોવાથી ૧૦૮ આત્માગુલના ઉત્સધાંગુલ ૨૧૬ થશે. એના હાથ કરવા [૨૪ અંગુલનો એક હાથ હોવાથી] ૨૪ અંગુલે ભાંગતા નવ હાથ પ્રમાણ શ્રી વીરની કાયા થશે, અને એ કાયપ્રમાણ યથોક્ત અંગુલથી વિસંવાદી હોવાથી કોઈને સમ્મત નથી. અને ૧૦૮ સ્વાત્માગુલ લેવાથી “સ્નેહંદુકુળ' ઇત્યાદિ કથન અસત્ય ઠરે છે, તો ૧૦૮ સ્વાત્માગુલનું સમાધાન શું? આ શંકા જેઓના મતે શ્રીમહાવીર ૧૦૮ અંગુલ ઊંચા છે એમ કહે છે તેઓની છે; કારણકે ૧૦૮ આત્માગુલના કથનથી ગાથાનો નિયમ સચવાતો નથી.
૩. તૃતીય શંકા-વળી જેઓ શ્રીવીરને સ્વાત્માંગુલથી ૧૨૦ અંગુલ માને છે, તેમને મતે બે ઉત્સધાંગુલે એક વીરાત્માંગુલ’ એ નિયમ કેમ સચવાશે ?
આ પ્રમાણે ત્રણ શંકા ઊભી થઈ. એક તો વીપ્રભુને ૧૦૮ આત્માંગુલીય મુજબ વીરપ્રભુથી “ભરતચક્રી ૫૦૦ ગુણા' થવા જાય છે તે, બીજી શ્રી વીરપ્રભુને સ્વાત્માંગુલે ૧૦૮ અંગુલ ઊંચા કહે છે તે, અને ત્રીજી પ્રભુ શ્રીવીરને ૧૨૦ આત્માંગુલે ઊંચા કહે છે તે.
અહીં શ્રી વીરને એક મતે ૧૦૮ આત્માગુલ (૨૧૬ ઉ0) કહ્યા, તેથી ખરી રીતે પ્રથમ ૫૦૦ ગણા ભરત મોટા’ની શંકા થઈ. કારણ કે ૧૦૮ પ્રમાણ લેતાં ‘ઉત્તેTTri'એ નિયમ સચવાતો નથી. આપણે એ કથન પુષ્ટ કરવા નિયમ તો સાચવવો છે. અને જેઓ ૧૨૦ આત્માંગુલીય વીરને કહે છે તેમને મતે એક રીતે સમચોરસ ક્ષેત્રફળના હિસાબથી, અને ૮૪ આત્માગુલ પ્રમાણ વીર કહેવાય છે તે આ બન્ને મતથી ‘સેહંદુત્ત’ કથન ઘટી શકે છે. ફક્ત ૧૦૮નું કથન જુદું પડે છે, તેથી તે જ વાત ઉપર હવે આવીએ.
પ્રથમ શંકા નિરાસ– પૂર્વોક્ત શંકામાં એક હજાર ઉત્સાંગલે એક પ્રમાણાંગુલ કહ્યું અને અંગુલ તે જ ભરતનું આત્માગુલ કહ્યું તે તો જાણે યોગ્ય છે. પરંતુ ઉક્ત શંકામાં “શ્રેષ્ઠ પુરુષો સ્વાત્માંગુલે ૧૦૮ અંગુલ ઊંચા હોય છે અને એ વચનાનુસારે ભરતચક્રીને પણ શ્રેષ્ઠ પુરુષમાં ગણી તેની ૧૦૮ આત્માગુલ ઊંચાઈ માની વીપ્રભુથી પ૦૦ ગુણા કહ્યા.” પરંતુ ત્યાં ભરતચક્રીને શ્રેષ્ઠ પુરુષ ગણી ૧૦૮ આત્માંગુલી’ ગણત્રી સ્વીકારી કરી તે જ પ્રથમ ભૂલ છે, કારણકે અનુયોગસૂત્રકાર ચક્રી, વાસુદેવ અને તીર્થકરો સ્વાત્માંગુલે ૧૨૦ અંગુલ અને શેષ અધિક પ્રધાન પુરુષો ૧૦૮ અંગુલ ‘ઊંચા હોય છે એમ કહ્યું છે, હવે જ્યારે ભરતચક્રી સ્વાત્માગુલે ૧૨૦ અંગુલ ઊંચા બન્યા. ત્યારે ૧૨૦ સ્વાત્માગુલનો [૬ અંગુલનો એક ધનુષ્ય એવા હિસાબે] ભરતનો સ્વાત્માંગુલી એક ધનુષ્ય આવ્યો.
એથી આપણા ઉત્સધાંગુલે ભરતચક્રી ૫૦૦ ધનુષ્ય ઊંચા થયા. હવે એક આત્માગુલના ધનુષ્ય કાઢવા ત્રિરાશિ કરીએએથી ભરત આત્માંગુલીય સવા ધનુષ્ય ઉત્સધાંગુલનાં ૫૦૦ ધનુષ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org