________________
-
१२८
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह દાખલા તરીકે શ્રી ઋષભદેવભગવાનની હયાતીના કાળમાં ઉત્સધાંગુલથી ૨00 હાથ ઊંડો કૂવો હોય તો શું તે કૂવાને ‘૨૦૦ હાથનો આ કૂવો છે' એવી જાહેરાત કરવી ખરી? તો ના, તે રીતે લખે તો લોકોના પોતાના હાથનો હિસાબ મન ઉપર સતત વર્તતો હોય એટલે આ ગણત્રી બોલવી ભ્રમોત્પાદક થઈ જાય, માટે તે તે વખતના લોકોના (પોતાના) આત્માંગુલવડે માપીને તે રીતે જ તેની જાહેરાત થઈ શકે. અને એ માટે અંગુલ કોનું પસંદ કરવું? હરકોઈનું? તો કહે ના, કારણ કે એક જ સમયના માણસોમાં પણ અંગુલની દીર્ઘતાનું અલ્પાંશે ન્યૂનાધિકપણું હોય છે, માટે તે કાલમાં સશક્ત, નિરોગી, અને લક્ષણોવડે જે પુરુષ શ્રેષ્ઠ ગણાતા હોય તેનું માપ લેવાનું. કારણ કે તે જ સાચું બરાબર અંગુલ હોય છે. તેના આધારે જ અંગુલ, પાંદે, વૈત, હાથ યાવત, યોજન સુધીનાં માપો પ્રવર્તતાં હોય છે. તે કાળે શ્રી ઋષભદેવસ્વામી કે ભરત ચક્રવર્તી યુગશ્રેષ્ઠ પુરુષો તરીકે ગણાતા હતા, તેથી તેમનું અંગુલ ગ્રહણ કરાયું છે. એમનું અંગુલ એ જ પ્રમાણાંગુલ પણ નક્કી થયું છે, કારણ કે તે અંગુલ ઉત્સધાંગુલથી ચારસોગણું દીર્ઘ છે.
હવે આ યુગશ્રેષ્ઠ વ્યક્તિના અંગુલાનુસારી હાથના માપે ૨00 ઉત્સધાંગુલવાળો કૂવો કેટલા હાથનો ગણાય? તો બરોબર ૧૨ હાથનો ગણાય. અને તે રીતે જ પ્રસિદ્ધિ કરાય. અને આ રીતનો વહેવાર જ અનુકૂળ, ઉચિત અને બંધબેસતો રહે અને એવો વહેવાર જ લોકમાન્ય બને.
૧. હવે ઉત્સધાંગુલ કોને કહેવાય?—ઉત્સધ એટલે (પરમાણુથી આરંભીને) ક્રમશઃ ઊર્ધ્વવૃદ્ધિ દ્વારા પ્રાપ્ત થતું અંગુલ તે. એ કેવી રીતે વૃદ્ધિ થતાં પ્રાપ્ત થાય છે, તે વાત હવે પછીની ૩૧૬ ને ૩૧૭મી ગાથામાં કહેશે.
૨. ઉત્સધાંગુલવડે કઈ વસ્તુ મપાય? દેવ વગેરે જીવોનાં શરીરોનું પ્રમાણ શાસ્ત્રમાં જે કહ્યું છે તે આ અંગુલના હિસાબે જ સમજવું.
૩. પ્રમાણાંગુલ કોને કહેવાય? પ્રમાણાંગુલ શબ્દનો અર્થ શો ? યુગની આદિમાં થયેલ શ્રી ઋષભદેવ ભગવાન અથવા તો ભરત ચક્રવર્તી જેમાં પ્રમાણ રૂપ છે અને તેથી તેમનું જે સંત તે પ્રમાણાંગુલ કહેવાય છે. આ અંગુલ કેવડું હોય? તે માટે (ગાથા ૩૧૮ મુજબ) જણાવ્યું છે કે, ઉત્સધાંગુલથી ચારસોગુણું લાંબું અને માત્ર અઢી ગણું અથવા રા ઉત્સધાંગુલ પહોળું, એને પ્રમાણાંગુલ’ કહેવાય છે. શ્રી ઋષભદેવ ભગવાનનું અને ભરતચક્રીનું અંગુલ આવડું જ હતું.
જિનભદ્રીયા સંગ્રહણી (ગાથા ૩૫૦) વગેરે સ્થળે ઉત્સધાંગુલથી હજારગણું પ્રમાણાંગુલ કહ્યું છે. પણ તેથી વિસંવાદ ન સમજવો. ત્યાં એ અપેક્ષા છે કે ૪00 ગુણી લાંબી અને રા ગુણી પહોળી ઉત્સધાંગુલની શ્રેણીને રા ને બદલે એક જ અંગુલ પહોળી રાખીને બાકીની ૧૨ા, અંગુલ રહેતી પહોળાઈને ૪૦૦ સાથે જોડી દેવામાં આવે તો ૪૦૦+૮૦૦+૨૦૦=૧૦૦૦ ઉધાંગુલ લાંબી ને એક ઉત્સધાંગુલ પહોળી એવી સીધી શ્રેણી થાય. અથવા લંબાઈ અને વ્યાસને ગુણીએ ૪00xરા. તો પણ હજાર અંગુલ થાય. આ પ્રમાણાંગુલનું ક્ષેત્રફળ થયું.
૪૫૯. ભગવાન ઉત્સધાંગુલથી ૫૦૦ ધનુષ્ય ઊંચા હતા અને આત્માંગુલવડે ૧૨૦ અંગુલ ઊંચા હતા. ૫૦૦ ધનુષ્યના અંગુલ ૪૮ હજાર થાય એને ૧૨૦ આત્માંગુલે ભાગીએ તો ૪૦૦ ઉત્સધાંગુલનું ૧ ૨ષભાંગુલ આવી જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org