________________
૬૬૪
संग्रहणीरल (बृहतसंग्रहणी) गुजराती अनुवादसह
અસંખ્ય નિગોદોનું નામ જ ગોળો છે] વળી એકએક નિગોદમાં જ્ઞાની મહર્ષિઓએ અનંત અનંત જીવ કહેલા છે, આ એકએક નિગોદાશ્રયી જીવો ત્રણેકાળના સિદ્ધના જીવોથી અનંતગુણ આજે છે અને અનંતકાળ ગયે પણ અનંતગુણા જ રહેવાના છે, જે માટે કહ્યું છે કે “નમ્રાફ દોફ પુછા, નિગમmમિ ઉત્તર તથા રૂસિય નિરોયસ તમારો ક સિદ્ધિાગો ////’ સ્પષ્ટ છે. એથી જ કહ્યું છે કે
ટે ર શ નિકોવી, વહે સિદ્ધ અનંત” પુદ્ગલોથી સર્વ લોક જેમ વ્યાપ્ત છે તેમ જીવોથી પણ આ લોક સર્વત્ર વ્યાપ્ત છે અર્થાત્ નિગોદાદિ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો અંજનચૂર્ણથી ભરેલી દાબડીની જેમ ઠાંસી ઠાંસીને લોકમાં સર્વત્ર રહેલા છે, તે સૂક્ષ્મજીવોનો મનુષ્યાદિ જીવોના હલનચલનથી, શસ્ત્રાદિકથી, અગ્નિથી પણ નાશ થતો નથી. આ જીવો કોઈપણ કાર્યમાં અનુપયોગી અને શસ્ત્રાદિકના ઘાતથી અવિનાશી, ચર્મચક્ષુથી અદશ્ય હોવાથી “સૂક્ષ્મ' કહેવાય છે, તેથી વિપરીત લક્ષણવાળા જીવો તે બાદર' કહેવાય છે.
આ નિગોદના જીવો બે પ્રકારના છે. ૧ સાંવ્યવહારિક, ૨ અસાંવ્યવહારિક. જે જીવો અનાદિ સૂક્ષ્મ નિગોદથી એક વાર પણ નીકળીને શેષ સૂક્ષ્મ–બાદર પૃથ્યાદિ જીવોમાં ઉત્પન્ન થતાં દષ્ટિપથમાં આવે છે ત્યાં તે પૃથ્યાદિ વિવિધ નામના વ્યવહાર (અનાદિકાળનું ‘સૂક્ષ્મ નિગોદ તરીકેનું સૂક્ષ્મપણું, ટાળી અન્ય નામથી વ્યવહાર થવો તે)ના યોગથી સાંવ્યવહારિક ગણાય છે. વળી સાંવ્યવહારિક તરીકેની છાપને પામેલા જીવો દુભાંગ્યતાના યોગે પુનઃ નિગોદમાં જાય તો પણ એક વાર વ્યવહારમાં આવી ગયેલા હોવાથી, ત્યાં પણ તેનો વ્યવહાર સાંવ્યવહારિક તરીકે જ થાય છે.
અસાંવ્યવહારિક તે કહેવાય કે જે જીવો અનાદિકાલથી ગુફામાં જન્મ્યા અને ગુફામાં મૃત્યુ પામ્યાની પેઠે સૂક્ષ્મ નિગોદમાંને નિગોદમાં જ રહેલા છે, કદાપિ બહાર નીકળીને બાદરપણું કે ત્રસાદિકપણું પામ્યા નથી. [મતાંતરે કદાપિ સૂક્ષ્મ નિગોદ વજીને અન્ય પૃથ્વી આદિ સૂક્ષ્મ કે બાદરના વ્યવહારમાં નથી આવ્યા તે.] .
જેટલા જીવો સાંવ્યવહારિક રાશિમાંથી મોક્ષે જાય, તેટલા જ જીવો અસાંવ્યવહારિક રાશિમાંથી નીકળીને સાંવ્યવહારિક રાશિમાં આવે છે. જેથી વ્યવહારરાશિ હંમેશા સરખી રહે, જ્યારે અસાંવ્યવહારિક રાશિ દર વખતે ઘટતી જાય, પરંતુ કદાપિ અનંત મટીને અસંખ્ય ન જ થાય.) આ નિગોદમાં ભવ્ય તથા અભવ્ય જીવો સદાકાળ અનંત-અનંત જ હોય છે. એવાએ અનંત ભવ્ય જીવો છે કે જે સામગ્રીને પામવાના નથી અને મુક્તિએ જવાના પણ નથી.
નિગોદ એટલે “અનંતા જીવોનું સાધારણ એક શરીર' જે સ્તિબુકાકાર (પાણીના પરપોટા) સરખું છે. એક નિગોદ ગોળ છે માટે અસંખ્યની નિગોદો ગોલાકાર થાય છે.
આ નિગોદમાં વર્તતા જીવો સમકાળે ઉત્પન્ન થનારાં હોય છે, અનંતજીવોની શરીરરચના. ઉચ્છવાસ, નિઃશ્વાસ, આહારાદિ યોગ્ય પગલોનું ગ્રહણ વિસર્જન વગેરે એકી સાથે જ સમકાળે હોય છે; અને એથી જ સાધારણ (સરખી સ્થિતિવાળા) તરીકે ઓળખાય છે.
( આ સૂકમ નિગોદ જીવો બાદર નિગોદથી અસંખ્ય ગુણ હોવાથી અનંતા છે, અનંતા જીવોનું ઔદારિક શરીર એક જ હોય છે (તૈજસ–કામણ પ્રત્યેકનાં જુદાં જ હોય) અને તેનું દેહમાન અંગુલના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org