________________
१२०
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે, અને ભારે કર્મના ઉદયથી ભવસ્વભાવે જ સમ્યકત્વના લાભથી પણ વંચિત જ રહે છે. વિકલેન્દ્રિય અને તેલ, વાઉકાય સિવાય શેષ રહેલા સંમૂચ્છિમ-ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યો અને સૂક્ષ્મ બાદર પૃથ્વી—અ—વનસ્પતિના જીવો તો અનન્તરભવે મનુષ્યપણું પામીને મુક્તિને પણ મેળવે છે. [૩૦૬-૩૦૭]
અવતાર – એ પ્રમાણે આઠ દ્વાર સમાપ્ત કરીને, હવે તિર્યંચોની વેશ્યાને કહેતાં પૂર્વે મનુષ્યગતિ અધિકારમાં મનુષ્યાશ્રયી લેશ્યા નહીં કહેવાયેલી, લાઘવાર્થે તેને પણ, તિર્યંચોની વ્યાખ્યાના પ્રસંગે અહીં કહે છે.
पुढवीदगपरित्तवणा, ५ बायरपज्जत्त हुंति चउलेसा । गब्भयतिरिअनराणां, छल्लेसा तिन्नि सेसाणं ॥३०॥
સંસ્કૃત છાયાपृथ्वीदकप्रत्येकवना, बादरपर्याप्ता भवन्ति चतुर्लेश्याः । गर्भजतिर्यङ्नराणां षड्लेश्यास्तिस्त्रः शेषाणाम् ॥३०८।।
શબ્દાર્થ– ર=પાણી.
વા વનસ્પતિ પરિવ=પ્રત્યેક
વાયરઝર્વ બાદર પર્યાપ્તા ગયા બાદરપપ્તા પૃથ્વીકાય, અકાય, અને પ્રત્યેક વનસ્પતિકાયમાં પ્રથમની કૃિષ્ણનીલ-કાપોત અને તેજો એ] ચાર વેશ્યાઓ હોય છે. ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોને છએ [કૃષ્ણ-નીલ-કાપોત-તેજો–પધ અને શુકલ] વેશ્યાઓ હોય છે. અને શેષ બાદર પર્યાપ્ત તેજસ્કાય, વાયુકાય, સૂક્ષ્મ તથા અપર્યાપ્ત પૃથ્યાદિ સ્થાવરો, સાધારણ વનસ્પતિ, અપર્યાપ્ત પ્રત્યેક, વિકસેન્દ્રિય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યોને પ્રથમની [કૃષ્ણ-નીલ-કાપોત] ત્રણ વેશ્યાઓ હોય છે. ll૩૦૮
માટે દરેક આત્માએ મિથ્યાત્વને દૂર કરી જિનપ્રણીત તત્ત્વો પર યથાર્થ શ્રદ્ધા કરવી જેને આપણે સમ્યગુદૃષ્ટિ કહીએ છીએ.
દેશવિરતિ સમ્યકત્વની પ્રાપ્તિ ચોથા ગુણઠાણે થાય છે.
શ્રદ્ધાન થયા પછી પરમાત્માના સિદ્ધાંતોને શ્રવણ કર્યા બાદ અમુક અંશે પાપપ્રવૃત્તિનો ત્યાગ કરે ત્યારે સમજવું કે તે આત્માએ દેશથી એટલે અંશે વિરતિ કહેતાં ત્યાગ કર્યો કહેવાય છે.
આ ત્યાગ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ ઈત્યાદિનો સમજવો. આ ચોથી સમ્યગૃષ્ટિના ગુણસ્થાનક પછીના પાંચમા ગુણઠાણે થાય છે.
સર્વવિરતિ સર્વ એટલે સર્વથા સંપૂર્ણ વિરતિ કહેતાં ત્યાગ તે.
દેશવિરતિમાં આંશિક ત્યાગ હોય છે ને તે જ ગૃહસ્થાશ્રમીઓ માટે છે. જ્યારે જે આત્મા સંસારની મોહ માયાનો એટલે ઘર-કુટુંબ કબીલો, દોલત તમામ પ્રકારનો ત્યાગ કરી સાધુ-મુનિ–શ્રમણ બની જાય છે ત્યારે તેને મન,
થી સર્વથા હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ ઇત્યાદિ પાપોનો હૃદયના ભાવથી, પ્રેમથી ત્યાગ કરવાનો હોય છે. આ ત્યાગ કરનારો સાધુ જ હોય છે અને તે આત્મા આ છઠ્ઠા ગુણસ્થાનકવાળો ગણાય છે. - ૪૫૪. અહીં “વાવર' એવું વિશેષણ સ્વરૂપદર્શક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org