________________
૪૫૨
तिर्यच जीवोनुं आगतिद्वार
સંસ્કૃત છાયા–
संख्यातायुष्कपञ्चेन्द्रियतिर्यञ्चो मृत्वा चतसृष्वपि गतिषु यान्ति ||३०६ || स्थावरा विकलाश्च नियमात् संख्यायुष्कतिर्यङ्नरेषु गच्छन्ति । विकला लभेरन् विरतिं सम्यक्त्वमपि न तेजोवायुश्च्युताः ||३०७|| શબ્દાર્થ
નમેન=મેળવે
વિરરૂં સમ્મપિ=(સર્વ) વિરતિ તથા સમ્યક્ત્વને પણ
ગાયાર્થ— સંખ્યાતાયુષી પંચેન્દ્રિયતિર્યંચ જીવો મરીને ચારે ગતિને વિષે જાય છે. સ્થાવો– વિકલેન્દ્રિયો મરીને નિશ્ચે સંખ્યાતવર્ષાયુષી તિર્યંચ અને મનુષ્યને વિષે જાય છે. ત્યાં વિકલેન્દ્રિયો [સર્વ] વિરતિને પ્રાપ્ત કરે અને તેઉ તથા વાયુકાયના જીવો ચ્યવીને સમ્યક્ત્વને પણ પામતા નથી. ।।૩૦૬–૩૦૭ાા વિશેષાર્થ— સંખ્યાતાવર્ષાયુષી પંચેન્દ્રિયતિર્યંચ જીવો મરીને એક મોક્ષને છોડી શેષ પદેવનરક–તિર્યંચ-મનુષ્ય એ ચારે ગતિમાં જાય છે. સ્થાવરોથી સૂક્ષ્મ બાદર એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિય તે–બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો તે, સ્વભવથી ચુત થઈને અનન્તરભવે નિશ્ચે એકેન્દ્રિયથી લઈ સંખ્યાત વર્ષાયુષી તિર્યંચપંચેન્દ્રિયમાં અને મનુષ્યમાં જ જાય છે, પરંતુ અસંખ્ય વર્ષાયુષી તિર્યંચ મનુષ્યમાં તથા દેવનારકીમાં જતા નથી અને ત્યાંથી આવતા પણ નથી.
થાવર=સ્થાવર
રાઅંતિ=જાય છે
+9
૪૫૩
એમાં જો વિકલેન્દ્રિયો મરીને અનન્તરભવે મનુષ્યપણું પામ્યા હોય તો ત્યાં સર્વવિરતિપણાને પામી શકે છે, પરંતુ સર્વવિરતિપણું પામીને તે જ ભવમાં સિદ્ધ થતા નથી. વળી તેઉ અને વાયુકાયના જીવો અનન્તર ભવે તથાવિધ ભવસ્વભાવે મનુષ્યપણે ઉત્પન્ન થતા નથી, પરંતુ શેષ
૪૫૧. સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ નરકમાં જાય તો પહેલી નરક સુધી જ.
૪૫૨. સંખ્ય વર્ષાયુષી દેવલોકમાં યાવત્ આઠમા કલ્પ સુધી જાય, અને અસંખ્ય આયુષી ગર્ભજ તિર્યંચ સ્વભવ તુલ્ય અથવા તેથી ન્યૂન સ્થિતિવાળું દેવત્વ પ્રાપ્ત કરે પણ અધિક સ્થિતિવાળું નહીં. વળી અસંખ્ય આયુષી ખેચર અને અન્તર્દીપોત્પન્ન પંચેન્દ્રિય તિર્યંચ ભવનપતિ–વ્યન્તર સુધી જ જાય, કારણ કે એથી આગળ તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગવાળી સ્થિતિ નથી, એથી અસંખ્યાયુષી ઇશાનથી આગળ જતા નથી. જે વાત દેવદ્વારમાં આવેલી ગાથા ઉપરથી સમજાય તેમ છે.
Jain Education International
૪૫૩. સમ્યક્ત્વ એટલે શું ?નિશ્ચય દૃષ્ટિએ સર્વજ્ઞભાષિત તત્ત્વો ઉપરનું યથાર્થ શ્રદ્ધાન, જડ ચૈતન્યનો સાચો વિવેક કરનારી દૃષ્ટિ તે. વ્યવહાર દૃષ્ટિએ સુદેવ, સુગુરુ, સુધર્મનો સ્વીકાર અને કુદેવ, કુગુરુ, કુધર્મનો અસ્વીકાર તે. અનાદિકાળથી મિથ્યાજ્ઞાન તીવ્રમોહ—અવિદ્યાના કારણે જીવને સદસત્ વસ્તુનો વિવેક જાગૃત હોતો નથી તેથી સત્માં અસત્ અને અસત્ માં સત્ બુદ્ધિ ધારણ કરી, તે પ્રમાણે સ્વીકારી, તદનુકૂલ આચરણ કરે છે. પરિણામે અસત્નો સ્વીકાર તેને અસત્ માર્ગે—અધોગતિએ લઈ જાય છે, અને એથી એનું સંસારચક્ર કદી ભેદાતું નથી અને સંસારથી મુક્ત થઈ, મુક્તિની મંજિલે કદી પહોંચી શકતો નથી.
અનાદિકાળથી જીવનમાં ઊભી કરેલી રાગદ્વેષની તીવ્ર મોહગ્રંથિ કોઈ પુણ્યોદયે જો ભેદાય તો મિથ્યાબુદ્ધિ ટળે, અજ્ઞાન ઘટે અને સબુદ્ધિ પેદા થાય અને સદસત્નો સાચો વિવેક પ્રગટ થઈ જાય. આ પ્રગટ થાય પછી જ જીવનમાં એકડો મંડાય છે. ત્યાં સુધીની અનેક ભવની પ્રવૃત્તિ મીંડા તુલ્ય છે અર્થાત્ આત્મકલ્યાણ માટે નહીં કેવળ સંસારવર્ધક માટે જ થાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org