________________
५१८
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
| શબ્દાર્થ સુગમ છે. માથાર્થ– સંખ્યાતા વષયુષી તિર્યંચ તથા મનુષ્યો તિર્યંચમાં જાય છે અને યાવત્ બે કલ્પ સુધીના દેવો, પર્યાપ્ત સંખ્યાતાયુષી ગર્ભજ તિર્યંચ અને પર્યાપ્તા બાદર પૃથ્વીકાય, અપૂકાય અને પ્રત્યેક વનસ્પતિમાં જાય છે. અને તેથી ઉપરના સિનકુમારથી લઈ સહસ્ત્રારાન્ત સુધીના દેવો અને સર્વ નારકો, પર્યાપ્તા સંખ્યાતાવર્ષાયુષી ગર્ભજ તિર્યંચમાં જાય છે. li૩૦૫વા.
વિશેષાર્થ-ગાથાના તિર્યંચ શબ્દથી સૂક્ષ્મ અને બાદર એકેન્દ્રિય–બેઇન્દ્રિયન્તેઇન્દ્રિયચઉરિન્દ્રિયો અને સંખ્યાતાયુષી પંચેન્દ્રિય તિર્યંચો લેવા. તથા મનુષ્યોથી સંમૂચ્છિમ તથા સંખ્યવષયુષી ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યો; તે સર્વ સ્વભવમાંથી મરીને નિરક-દેવયુગલિકપણું વર્જીને] તિર્યંચમાં જાય છે. એટલે પર્યાપ્તા વા અપર્યાપ્તા એવા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચને વિષે જાય છે.
વળી ગાથામાંના યાવત્ બે કલ્પ' શબ્દથી ભવનપતિ, વ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક નિકાયના સૌધર્મ, ઇશાન બે કલ્પ સુધીના દેવો લેવાના છે. આ દેવો મરીને પર્યાપ્તા સંખ્યાતાવર્ષાયુષી ગર્ભજ તિર્યંચમાં અને પર્યાપ્તા ૪જબાદર પૃથ્વીકાય. અપૂકાય અને પ્રત્યેક વનસ્પતિમાં જઈ શકે છે. તેથી આગળના સનસ્કુમારથી લઈને સહસ્ત્રાર સુધીના દેવો અને સર્વ નારકો પર્યાપ્તા સંખ્યવષયુષી ગર્ભજ તિર્યંચમાં જાય છે, તેથી ઉપરના કલ્પના દેવો મરીને તિર્યંચમાં આવતા નથી. [૩૦૫]
S
| तिर्यंचोनुं आठमुं आगतिद्वार
અવતરણ—હવે તિર્યંચો સ્વભાવથી આવીને ક્યાં જાય છે? તે આગતિકાર અને કઈ લબ્ધિ-શક્તિને મેળવે? તે કહે છે.
संखपणिदिअतिरिआ, मरिउं चउसु वि गइसु जंति ॥३०६॥ थावर विगला नियमा, संखाउअ तिरिनरेसु गच्छंति । विगला लभेज विरई, सम्मपि न तेउवाउचुआ ॥३०७॥
૪૪૯. દેવો, નારકી અને અસંખ્ય આયુષી તિયચ-મનુષ્યો, સૂક્ષ્મને વિષે ગમન કરતા નથી તેમ ત્યાંથી આવતા પણ નથી.
૪૫૦. સંગ્રહણી ગ્રન્થકારના ટીકાકારે–અન્યભવથી વિવક્ષિત ભવમાં આવે એને ગતિ કહી અને વિવક્ષિત ભવથી અન્ય ગતિમાં જાય તેને આગતિ કહી છે. અહીં વિવફા ભેદ પ્રમાણ છે. બાકી અન્ય સ્થળે વિપરીત રીતે એટલે વિવક્ષિત ભવથી અન્યત્ર જાય તેને ગતિ અને અન્યભવથી તેમાં વિવક્ષિત ભવમાં આવે તેને આગતિ કહી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org