________________
५१६
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
सव्वोऽवि किसलओ खलु, उग्गममाणो अनंतओ भणिओ । सो चेव विवहू॑तो, होइ परितो अणंतो वा ॥३०३॥ સંસ્કૃત છાયા—
सर्वोऽपि किशलयः खलु, उद्गच्छनन्नन्तको (कायः) भणितः । स एव विवर्धमानो, भवति प्रत्येकोऽनन्तको वा ॥ ३०३ ॥ શબ્દાર્થ
તિનો નકસલય ૩૧મમાળો=ઉદ્ગમન ઉગતાં
ગાથાર્થ સર્વે પણ કિસલયો [પ્રારંભની ઉદ્ગમ અવસ્થા—કુણાં પાંદડાં વખતે] એટલે પ્રથમ ઉદ્ગમ અવસ્થાવાળી વનસ્પતિઓ ઉગતી વખતે નિશ્ચે અનંતકાય હોય છે, એમ શ્રી તીર્થંકર તથા ગણધર ભગવંતોએ જણાવેલ છે અને ત્યાર બાદ વૃદ્ધિને પામતા તે જ વનસ્પતિ કિસલયો, પ્રત્યેક થવાના હોય તો પ્રત્યેક થાય અને સાધારણ વા અનંતકાય [બાદર નિગોદસ્વરૂપ] થવાના હોય તે
અનંતકાય થાય. ||૩૦૩||
વિવૠતો વૃદ્ધિંગત થતા પત્તો પ્રત્યેક
વિશેષાર્થ— અહીંયા ભાવાર્થ એવો સમજવો કે—કોઈ બીજ ભૂમિમાં વાવ્યું હોય તો, મૃત્તિકા અને જળના સંયોગથી તે જ બીજનો જીવ મૃત્યુ પામી તેમાં જ પુનઃ ઉત્પન્ન થઈને અથવા તે જ બીજનો જીવ મરીને અન્ય સ્થાને જાય તો બીજો કોઈ ૪૪પૃથ્વીકાયાદિકમાંથી મરણ પામેલો જીવ આ બીજમાં ઉત્પન્ન થઈ પ્રથમ તે બીજની વિકસ્વર અવસ્થા કરે અને વિકસ્વર અવસ્થા કરીને પોતે મૂલરૂપે પરિણમે અને પ્રથમ વિકસ્વર અવસ્થા થયા બાદ તેમાં તૂરત જ અનંત જીવો ઉત્પન્ન થઈને કિસલય અવસ્થા રચે છે. એ ઉત્પન્ન થયેલા અનન્ત જીવો આવી ગયા પછી, તે મૂળ સ્થાનમાં ઉત્પન્ન થયેલો જીવ તે કિસલયમાં વ્યાપ્ત થઈ જાય છે.
પ્રત્યેક વનસ્પતિના આ કિસલયોનું અનંતકાયપણું (અવસ્થા) અન્તર્મુહૂર્ત ટકે છે. ત્યારબાદ તે કિસલયો પ્રત્યેક (એક એક શરીરમાં એક એક જીવવાળા) થાય છે, કારણકે નિગોદની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અન્તર્મુહૂર્તની જ છે. જ્યારે પ્રત્યેક થાય ત્યારે અન્ય અનંત જીવો ચ્યવી જાય છે.
Jain Education International
હજારો વનસ્પતિઓનાં જીવનો અનેક ગૂઢ રહસ્યો, તેની અકળ સમસ્યાઓ અને અદ્ભુત વિચિત્રતાઓથી ભરેલાં છે. એનો અભ્યાસ કરવા માટે અનેક જીંદગીઓ આપવી પડે તેવું છે. માનવીની બુદ્ધિમાં ન સમજાય તેવાં રહસ્યો તેમાં જોવા મળે છે, પણ માનવ સ્થૂલ બુદ્ધિવાળું પ્રાણી છે, તેનાથી સૂક્ષ્મ રહસ્યોનાં ભેદો થોડા જ ઉકેલાવાના હતા ? ત્યાં શ્રદ્ધાવાદનો જ સમાદર કરવો પડશે. [૩૦૩]
અવતર— હવે એકેન્દ્રિયપણું જીવ કયા [કર્મના] કારણથી પ્રાપ્ત કરે ? તે કહે છે.
૪૪૮, પૃથ્વીકાયાદિકને સાધારણ કે અનંતકાયપણું નથી; તેનું કારણ તેમાં અનંત જીવાત્મકપણું નથી તે છે. પરંતુ તેઓને પ્રત્યેક નામકર્મનો ઉદય હોવાથી પ્રત્યેક વનસ્પતિની જેમ દરેકને આગળ ‘પ્રત્યેક' શબ્દ લગાડવામાં બાધ નથી.
For Personal & Private Use Only
www.jainelibrary.org