________________
विकलेन्द्रिय तथा पंचेन्द्रियनी कायस्थिति
૬૦૧ વિરોડા–એકેન્દ્રિયના પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય એમ પાંચ ભેદો છે. એમાં પ્રથમના પૃથ્વી આદિ ચારે જીવો સૂક્ષ્મ અને બાદર એ બે જાતના છે. પુનઃ એ પાંચમી છેલ્લી વનસ્પતિકાયની બે જાતો છે, એક પ્રત્યેક વનસ્પતિ અને એક સાધારણ વનસ્પતિ. પ્રત્યેક વનસ્પતિ એક શરીરમાં એક જીવવાળી છે જ્યારે સાધારણ એ એક શરીરમાં અનંતા જીવોવાળી છે. આ સાધારણ વનસ્પતિના જીવોનું શરીર તેને જ બીજા શબ્દોમાં અનંતકાય અથવા નિગોદ તરીકે ઓળખાય છે. એમાં પ્રત્યેક વનસ્પતિ બાદર જ હોય છે જ્યારે સાધારણ વનસ્પતિ [અથવા નિગોદ] તે સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ) એમ બે ભેદે છે. ગાથામાં કહેલી સાંવ્યવહારિકની કાયસ્થિતિ :–
અહીં ગ્રન્થકારે ગાથામાં જે અનંતી ઉત્સર્પિણી અવસર્પિણીની સ્થિતિ જણાવી છે તે સામાન્યતઃ ઓઘથી પાંચમી વનસ્પતિકાયની તેિ પ્રત્યેક–સાધારણ, સૂક્ષ્મ કે બાદરની વિવક્ષા વિના જ બતાવી છે, તેમજ તે સાંવ્યવહારિક નિગોદ જીવો આશ્રયી બતાવી છે [કારણ કે પ્રાયઃ સર્વત્ર “સાંવ્યવહારિકાશ્રયી જ વર્ણન આવે છે અને એ જ સ્થિતિ સૂક્ષ્મ સવ્યવહારિકને ઘટે છે. એ જ સ્થિતિને ક્ષેત્ર સરખામણીથી ઘટાવીએ તો અનન્તા લોકાકાશના આકાશપ્રદેશ પ્રમાણ [એટલે પ્રતિસમયે એક એક આકાશપ્રદેશ, અપહરતાં જેટલા કાળે તે નિર્દૂલ થાય તેટલો કાળ તેવું અને તે અસંખ્ય પુદ્ગલપરાવર્તકાળ પ્રમાણ છે અને તે પુદ્ગલપરાવર્તનું અસંખ્યપણું એક આવલિકાના અસંખ્ય ભાગના સમયની સંખ્યા તુલ્ય છે.
અહીં કાલથી અનાદિઅનંત એટલે અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી, ક્ષેત્રથી અનન્તા લોકાકાશ પ્રદેશ અસંખ્ય પુદ્ગલપરાવર્ત [જે આવલિકાના અસંખ્ય ભાગના સમય તુલ્ય છે) એ ચારેની વ્યાખ્યા તુલ્ય કાળને સૂચવનાર છે.
અસાંવ્યવહારિક એટલે શું? એટલે જે જીવો અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાં પડ્યા છે, કોઈ પણ સમયે તથાવિધ સામગ્રીના અભાવે બહાર નીકળી વ્યવહાર રાશિ—[તે સૂક્ષ્મ–બાદર પૃથ્વીકાયાદિપણે વિવિધ વ્યવહારમાં આવ્યા નથી તે અસાંવ્યવહારિક. આ અસાંવ્યવહારિક જીવો બે પ્રકારના છે એક તો અનાદિઅનંત સ્થિતિવાળા અને એક અનાદિસાત્ત સ્થિતિવાળા. અનાદિ અનંત સ્થિતિવાળા અસાંવ્યવહારિક જીવો કદાપિ વ્યવહારરાશિમાં આવ્યા નથી અને આવવાના પણ નથી. અને તેની સ્થિતિ અનંત પુદ્ગલપરાવર્ત જેટલી છે] અને અનાદિસાત્ત કાયસ્થિતિવાળા અસાંવ્યવહારિક જીવો હજુ સુધી વ્યવહારરાશિમાં આવ્યા નથી પણ આવવાના છે. તેિની સ્થિતિ અનંત પુદ્ગલપરાવર્તની, પણ પૂવપક્ષયા ન્યૂન છે.] આ બન્ને પ્રકારના જીવો અનન્તા છે, ( ૪૩૯. આથી જ મરુદેવા માતા માટે વિરોધ ઊભો નહીં થાય, કારણ કે તે તો અનાદિ અસાંવ્યo] નિગોદથી આવેલા હતા. જ્યારે મૂળ ગાથામાં તો મર્યાદિત સમય બતાવે છે એટલે આદિ થઈ શકે તેમ છે અને જો એ કથન અસાંવ્યવહારિક (અવ્યવહારિક રાશિ)ને લાગુ પાડીએ તો મરુદેવા માતા માટે દોષ ઊભો થાય, તે ન થાય માટે સાંવ્યવહારિકની સમજવી. ४४०. अस्थि अणंता जीवा, जेहिं न पत्तो तसाइपरिणामो । ते वि अणंताणंता निगोअवासं अणुवसंति ॥
વિશેષણવતી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org