________________
૬૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह કહો, અનન્તકાય કહો કે સાધારણ કહો. ત્રણેય સમાનાર્થક છે.] તેથી પૃથ્યાદિ ચાર અને સાધારણ
તે એ પાંચેના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદો છે, તેમાં સૂક્ષ્મ નિગોદ તે સાધારણ વનસ્પતિ જાણવી. જ્યારે પ્રત્યેક વનસ્પતિ કેવલ બાદર સ્વરૂપે જ છે, પણ સૂક્ષ્મ નથી.
અહીંઆ પ્રથમ સૂક્ષ્મનિગોદ (સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ]નું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ, તેથી અસંખ્યાતગણું એક સૂક્ષ્મ વાયુકાય જીવનું, તેથી અસંખ્યાતગણું એક સૂક્ષ્મ અગ્નિકાયનું તેથી અસંખ્યાતગણું મોટું સૂક્ષ્મ અપકાયનું, તેથી અસંખ્યાતગણું સૂક્ષ્મ પૃથ્વીકાયનું સમજવું તેથી પણ અસંખ્યાતગણું એક બાદર વાયુકાયનું, તેથી અસંખ્યાતગણું એક બાદર અગ્નિનું, તેથી અસંખ્યાતગણું બાદર અપકાયનું, તેથી અસંખ્યાતગણું બાદર પૃથ્વીકાયનું, તેથી પણ અસંખ્યાતગણું મોટું અનુક્રમે બાદર નિગોદનું જાણવું. અહીં અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો હોવાથી ઉત્તરોત્તર અંગુલનો અસંખ્ય ભાગ, અસંખ્યાતગુણ મોટો વિચારવો.
અને પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર સાધિક હજાર યોજનાનું હોય છે. આવી મોટી અવગાહના, ઊંડા જળાશયોની કમળ વગેરે વનસ્પતિમાં જ મળશે, પરંતુ પૃથ્વી ઉપર અન્ય કોઈ વૃક્ષરાજીની નહીં મળે.
આ પ્રમાણે એકેન્દ્રિયની અવગાહના વર્ણવી.
આ જીવોના દેહમાનના અલ્પબહત્વમાં ઉત્તરોત્તર અસંખ્યગુણ શરીર બતાવ્યું છે તો છેલ્લું. બાદર નિગોદનું ઘણું મોટું થઈ જશે એમ ખરું? તેનો ઉત્તર એ છે કે_ઉત્તરોત્તર અપેક્ષાએ ભલે મોટું હોય, પણ છેવટે તો અંગુલના અસંખ્ય ભાગનું જ હોય, સ્વસ્વશરીરસ્થાનમાં તમામ જીવો અંગુલના અસંખ્યય ભાગ પ્રમાણ જ જાણવા. [૨@–૯૪]
અવતાર–અહીં શંકા થાય કે પૂર્વોક્ત જીવોના દેહમાન ઉત્સધાંગુલથી કહ્યાં, જ્યારે સમુદ્ર અને પદ્મદ્રહાદિ જળાશયોનાં માન તો પ્રમાણાંગુલ માનવાળાં [એટલે ઉત્સધાંગુલથી ચારસોગણા મોટા] છે; તો ઉસેધાંગુલના માનવાળાં વનસ્પત્યાદિકનાં હજાર યોજનનું માન પ્રમાણાંગુલે નિષ્પન્ન હજાર યોજન ઊંડા સમુદ્ર કહાદિકમાં કેમ ઘટશે? કારણ કે દ્રહમાન તો, શરીરમાનથી ચારસોગણું ઊંડું થાય, તો પછી તેમાં હજાર યોજનથી વધુ માનવાળી વનસ્પતિકાયરૂપ વનસ્પતિનો સંભવ કેવી રીતે હોઈ શકે? તેના સમાધાન માટે ગ્રન્થકાર જણાવે છે કે
उस्सेहंगुलजोअण-सहस्समाणे जलासए नेयं । तं वल्लिपउमपमुहं-अओ परं पुढवीरूवं तु ॥२६॥
૪૪૨. આ અભિપ્રાય શ્રી ચન્દ્રીયા સંગ્રહણીનો છે અને તેના ટીકાકાર દેવભદ્રસૂરિજીએ તેના સમર્થનમાં ભગવતીજી શ૦ ૧૯, ઉં. ત્રીજાનો પાઠ પણ રજુ કર્યો છે. જ્યારે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી ઉપરના વિધાનથી જુદા પડે છે. તેઓ તો તેઓશ્રીની સંગ્રહણીની વઇviાસરીયા , નિસરીર પમાનેvi (જ. રૂ99) આ ગાથાનો “અનન્ત શરીરી સાધારણ વનસ્પતિકાયના જીવોનું જે શરીર પ્રમાણ તે જ પ્રમાણ વાયુકાયના શરીરનું એમ સ્પષ્ટ કહે છે. અને તેની ટીકા કરતાં સાર્વભૌમ ટીકાકાર શ્રી મલયગિરિજી “પાવડુત્રમાણે સાધારણવનસ્પતિશરીર તાવમાામેવ વાયુomવિજળીવાર નિતિ' આ પ્રમાણે નિશ્ચયાત્મક રીતે સ્પષ્ટ વ્યાખ્યા કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org