________________
४८८
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह કે પુદ્ગલ કોઈની ગતિ હોતી નથી. પ્રથમ હેતુ પૂર્વપ્રયોગ દષ્ટાંતથી ૨૯ સમજાવ્યો.
ર મહેતુ દાંત–આમાં પ્રસિદ્ધ તુંબડાનું દષ્ટાંત અપાય છે. જેમ ઘાસમાટીના અનેક થરો–લેપો ચઢાવીને ભારે બનેલું, પાણીમાં ડુબાડેલું તુંબડું, લેપના ભારથી પાણીમાં જ તલીએ પડ્યું રહે છે પણ જ્યારે તેની ઉપરના માટીના થરો–લેપો પાણીના સંસર્ગથી જ્યારે સંપૂર્ણ રીતે ધોવાઈ—સાફ થઈ જાય ત્યારે તક્ષણે જ તુંબડું પોતાની સપાટી ઉપર જ રહેવાના સ્વભાવથી જ પાણી ઉપર તરી આવે છે. આઠ પ્રકારની કર્મરૂપ માટીના થરો કે લેપોથી લેપાયેલો જીવ સંસારરૂપ જલમાં ડૂબેલો રહે છે, પરંતુ સમ્યગુદર્શનાદિના રત્નત્રયીરૂપ જળના સંસર્ગથી પ્રતિબંધક કર્મરૂપી માટી દ્રવ્યનો સંગ દૂર થતાં ઊર્ધ્વ ગતિ કરી જાય છે.
રૂ ૩૧છે ત–બંધનના છેદથી સમજાવાતું દૃષ્ટાંત તે. જેમ એરંડના કોશ-સંપુટ (ફળી)માં રહેલું એરંડબીજ,૩૦ આતાપના–શોષણાદિક હેતુથી, બન્ધ સંપુટનો ઉચ્છેદ થતાં જ ઊર્ધ્વ ઉડી, શીધ્ર બહાર નીકળીને દર પડે છે. તેમ અહિંસા, સંયમ, તપાદિકના ઉચ્ચ ધર્માચરણથી કર્મરૂપી બન્ધનો છેદ થતાં મુક્તિગામી આત્માની પણ તેવી જ રીતે સહસા ઊર્ધ્વગતિ જ થાય છે.
આ પ્રમાણે થતાં આત્મા પોતાના અસલ ઘરમાં જઈ પહોંચે છે અને પછી કદી ઘર બદલવાપણું રહેતું નથી અને ત્યાં અનંતકાળ સુધી, અનંત સુખોનો ભોગવટો કરે છે.
૪ કર્થીવ ૩૫થવા તથાતિ પરિણામ હેતુ–જીવ અને પુદગલ આ બન્ને દ્રવ્યો સ્વાભાવિક રીતે જ ગતિશીલ છે. બંનેમાં તફાવત એટલો જ છે કે–જીવો ઊર્ધ્વગૌરવધમાં (એટલે ઊંચે જવાના સ્વભાવવાળા) અને પદુગલો સ્વભાવથી જ અધોગૌરવધમ (નીચે જવાના કે તિર્યકુ જવાના સ્વભાવવાળા) છે. જેમ પાષાણની અધોગતિ, વાયુની તિર્યગતિ અને અગ્નિજ્વાલાની ઊર્ધ્વગતિ સ્વભાવથી જ સાહજિક છે તેમ આ જીવોની ઊર્ધ્વગતિ સ્વભાવથી જ છે. આમ છતાં એમનું ગતિવૈકૃત્ય એટલે કે ક્યારેક ગતિ ન કરવી, આડુંઅવળું તિહુઁ પરિભ્રમણ જે બધું જોવાય છે. તે પ્રતિબન્ધક કમંદ્રવ્યના સંગને લીધે અને અન્યની પ્રેરણાને લીધે જ. તાત્પર્ય એ થયું કે—કમજન્ય ગતિ ઊર્ધ્વ, અધો, તિયક ત્રણેય રીતે હોય છે અને કમરહિત મુક્તાત્માની માત્ર ઉર્ધ્વગતિ જ હોઈ શકે છે. બીજી નહીં જ. ત્યારે જીવનો ઊર્ધ્વગમનનો સાહજિક સ્વભાવ એ ચોથો હેતુ થયો.
ચારિત્રવાન એવા મુનિમહાત્માનો આત્મા મોક્ષે જતી વખતે કે સવગેથી નીકળે છે.
૪૨૮, આ કહેવાનું કારણ એ છે કે લોક પછી તેને ફરતો અલોક છે અને એમાં જીવાજીવાદિ છ દ્રવ્યમાંથી ત્ર એક આકાશ દ્રવ્ય જ છે. શેષ પાંચમાંથી એકેય દ્રવ્ય નથી, એટલે ગતિ કે સ્થિતિસહાયક ધમસ્તિકાય કે અધમસ્તિકાયના અભાવે એક પ્રદેશ જેટલી પણ ગતિ અલોકમાં સંભવિત નથી. તદ્દન નિર્જીવ પ્રદેશ છે અને એ વિશ્વમુલક ચૌદરાજલોકથી અનંતગુણ છે.
૪૨૯, આ પૂર્વપ્રયોગમાં હિંડોળા (હીંચકા) અને બાણપ્રયોગનાં પણ દગંતો અપાય છે. હિંડોળાને હાથ કે પગથી પાછળ ધકેલી દઇને પછી હાથ પગનો પ્રયત્ન બંધ થઈ જાય તો પણ કરેલો પૂર્વ પ્રયત્નના બળથી તે હીંચકો પાછો આગળ ધસી જાય છે એ રીતે અહીં સમજવું. ધનુધરી બાણને ઈષ્ટ સ્થાને પહોંચાડવા પ્રથમ પાછળ ખેંચવાનો પ્રયોગ કરીને પછી બાણ છોડે છે, ત્યારે પાછળ ખેંચવાના પ્રયત્નને અવલંબીને આગળ લક્ષ્યસ્થાને પહોંચી જાય છે, તે રીતે ઘટાવવું.
૪૩૦. અહીં યત્રબન્ધન, કાષ્ઠ અને પૈડાચ્છેદનું દાંત પણ ઘટાવે છે.
૪૩૧. મૃત્યકાળે તમામ આત્મપ્રદેશો પગમાં જમા થઈ જાય અને છેવટે ત્યાંથી આત્મા નીકળે તો નરકમાં, સાથળેથી નીકળે તો તિર્યંચયોનિમાં, છાતીથી નીકળે તો મનુષ્યમાં, મસ્તકમાંથી નીકળે તો દેવગતિમાં જાય છે.
સ્થાનાંગ સૂત્ર ૫.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org