________________
सिद्धगति अंगेनुं दशमुं परिशिष्ट
૪૬. વિમાનવાસી દેવોએ ભૂતકાળમાં ભોગવેલું, વર્તમાનમાં ભોગવવાનું અને ભવિષ્યમાં ભોગમાં આવનારું આ ત્રણે કાળનું સુખને ભેગું કરીને અનંત વર્ગવડે વર્ગિત (અનન્તીવાર વર્ગ ગુણાકાર) કરીએ તો પણ મોક્ષસુખની તુલનાને ન પામી શકે.
આ સુખ કોઈપણ ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી. *વચનગોચર નથી. મનોગ્રાહ્ય નથી, તર્કગ્રાહ્ય પણ નથી, પણ સૂક્ષ્મ બુદ્ધિથી એટલે સર્વજ્ઞથી ગ્રાહ્ય છે. તપ-ધ્યાનથી મહાસાધના કરનાર આનો સાક્ષાત્કાર કરી શકે છે.
બાકી આ સુખની મધુરતાને કેવળી ભગવાન જ્ઞાનથી જાણવા છતાં ગોળને ખાનાર મૂંગો ગોળના સ્વાદને જાણવા છતાં તેની મીઠાશને કહી શકતો નથી તેમ–સ્વમુખે કહી શકતા નથી.
જેમ મન યથેસિત અન–પાણીનું ભોજન કર્યા બાદ પુરુષ પોતાને તૃપ્ત થયેલો સમજે છે તે જ રીતે સિદ્ધાત્માઓ સ્વાત્મગુણવડે તૃપ્ત થયા હોવાથી તેઓ કદી અતૃપ્ત હોતા જ નથી અને તેથી તેઓ સદા સુખી જ હોય છે.
વળી વસ્તુતઃ ત્રણેય જગતમાં મોક્ષની ઉપમા આપવા લાયક કોઈ જ દષ્ટાંત જ નથી. તે તો ઉપમાને અગોચર જ છે, તે ઉપર ઉવવાર્ષમાં એક દષ્ટાંત પણ આપ્યું છે.
એક જંગલમાં એક મ્લેચ્છ ભીલ્લ નિરાબાધપણે રહે છે. એક વખત એ જ અટવીમાં, અવળી ચાલના ઘોડાના કારણે માર્ગભ્રષ્ટ થઈને નજીકનો એક રાજા ત્યાં આવી પહોંચ્યો. મ્લેચ્છ માણસે તેને જોયો. તેણે રાજાનો યથોચિત સત્કાર કર્યો અને ભૂલા પડેલા રાજાને માર્ગ બતાવીને તેના દેશને વિષે પહોંચાડી દીધો. હવે પેલો મ્લેચ્છ પાછો જવાની તૈયારી કરે છે પણ રાજાએ જોયું કે આ મારો ઉપકારી છે માટે એનું ખૂબ આતિથ્ય કરવું જોઈએ. રાજાએ તેને રહેવા માટે વિશાળ મહેલ આપ્યો. રાજાનો માનીતો એટલે પ્રજાનો પણ માનીતો બની ગયો.
આ ગરીબ મ્લેચ્છ જન ઊંચા મહેલની અગાસીમાં, મનહર બાગ-બગીચામાં સુંદર સ્ત્રીઓ વડે પરિવરેલો અનેક પ્રકારનાં વિષયસુખોને ભોગવે છે.
એવામાં વર્ષાક્ત આવી પહોંચી, આકાશમાં મેઘના આડમ્બરો થયા, મૃદંગના જેવી મધુર ગર્જનાઓ
યૂરો કેકારવ કરતા નાચી ઉઠ્યા, આ જોઈને એને પોતાનો અરણ્યવાસ યાદ આવ્યો અને ત્યાં જવાની તીવ્ર અભિલાષથી રાજાએ છેવટે રજા આપી, એટલે તે પોતાના અરણ્યવાસમાં આવી પહોંચ્યો.
ત્યાં એમના કુટુંબીઓ, મિત્રોએ પૂછ્યું : ભાઈ, તમે જ્યાં રહી આવ્યા તે નગર કેવું હતું? ત્યાં કેવો આનંદ ભોગવ્યો? પરંતુ જંગલમાં નગરની વસ્તુઓ સરખી વસ્તુઓના અભાવે, કહેવાની અત્યન્ત ઉત્કંઠા છતાં તે મ્લેચ્છ એક પણ વસ્તુને સમજાવી શક્યો નહીં.
આવી જ રીતે ઉપમાના અભાવે સિદ્ધ પરમાત્માનું સુખ કહી શકાતું નથી.
જુદા જુદા દર્શનકારોની મુક્તિ વિષેની માન્યતામાં ફેરફાર ભલે હોય પણ એક વાતમાં સર્વ સંમત છે કે મુક્તિસુખ એ સદ્ ચિત્ આનંદસ્વરૂપ છે. આથી વધુ ચર્ચા અહીં અપ્રસ્તુત છે.
| સમાપ્ત હશi શમ્ | ૪૩૪. ભગવાને કહ્યું છે કે એ સુખ વાણી, બુદ્ધિ, મતિ, કોઈથી ગ્રાહ્ય નથી, તકની પણ ગતિ નથી, એ દીઘી. હ્રસ્વ, ગોળ કે ત્રિકોણ પણ નથી, કૃષ્ણાદિ વણરૂપ પણ નથી. તે કોઈ જાતિ પણ નથી અથતિ એની ઉપમા આપવાલાયક કોઈ પદાર્થ વિશ્વમાં છે જ નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org