________________
केवा जीवो कई गतिमां जाय ?
४६५
૨૬૭ ગાથામાં કહેવાયું છે તે મુજબ સમજી લેવું. માત્ર ચક્રને સુદર્શન નામથી ઓળખાય છે. ૪ ઘણુ ં— ધનુષ્ય, તે શા ધનુષ્ય નામનું શસ્ત્ર સમજવું. તે ધનુષ્ય બીજા કોઈથી ઉપાડી ન શકાય એવું મહાભારે, અદ્ભુત શક્તિવાળું, જેના ટંકારવ માત્રથી શત્રુસૈન્ય ત્રાસીને પલાયન કરી જાય એવું હોય છે.
ક્ યા— ગદા, આ ગદા ચક્રીના દંડ રત્ન જેવી મહાપ્રભાવવાળી, બીજા કોઈથી ઉપાડી ન શકાય એવી, અભિમાની બૈરીઓના ભુજાના મદને તોડી નાંખનારી અને બલિષ્ઠ હોય છે.
६ वणमाला- એ નામની માળા વાસુદેવની છાતી ઉપર નિરંતર લટકેલી હોય જ છે. તે માળા કદી કરમાતી નથી. તે સર્વ ઋતુના પુષ્પોથી સુંદર તથા અત્યન્ત સુગંધિત હોય છે, તેમજ દેવસમર્પિત હોય છે.
૭ શંઘ— પાંચજન્ય, આ શંખને વાસુદેવ સિવાય [તીર્થંકર વર્જી] બીજો કોઈ જ વગાડી શકે નહિ. તેનો અવાજ થતાં શત્રુસૈન્ય ભયભીત બની ભાગી જાય છે. આ શંખનો અવાજ ૧૨ યોજન સુધી સંભળાય છે. આ પ્રમાણે સદાએ દેવાધિષ્ઠિત સાત રત્નો વાસુદેવને હોય છે અને બલદેવને ૐ ત્રણ રત્નો હોય છે, જેની હકીકત આગળ જુદી કહેવાશે. [૨૭૦]
मनुष्याधिकारमां आठमुं आगतिद्वार
અવતર— સાતમા ગતિદ્વારને પૂર્ણ કરીને, હવે આઠમું આગતિદ્વાર કહે છે.
-४०४
संखनरा चउसु गइसु, जंति पंचसु वि पढमसंघयणे । इग दु ति जा अठ्ठसयं, इगसमए जंति ते सिद्धिं ॥ २७१॥
સંસ્કૃત છાયા—
संख्यनराश्चतुसृषु, गतिषु, यान्ति पञ्चसु अपि प्रथमसंहननाः ।
एको द्वौ त्रयो यावत् अष्टशतं एकसमये यान्ति ते सिद्धिम् ||२७१||
શબ્દાર્થ
Jain Education International
સંહના=સંખ્યવયુિષી નરો પડતુ નન્નુચારે ગતિમાં પંચતુ વિ =પાંચમાં પણ
પમસંધયળે પ્રથમ સંઘયણમાં બકુતયં=આઠ અધિક સો (૧૦૮) સિદ્ધિસિદ્ધિને
૪૦૩. અહીંયા તીર્થંકરચક્રીવાસુદેવ--પ્રતિવાસુદેવ—બળદેવ [નારદ–રૂદ્ર] વગેરે ઉત્તમ પુરુષોનું ટૂંકું સ્વરૂપ તથા તેમના જીવનની ટૂંકી નોંધ આપવી ગ્રન્થવિસ્તારને કારણે મુલત્વી રાખી છે.
૪૦૪. નર શબ્દ જાતિવાચક હોવાથી સ્ત્રી-પુરુષ નપુંસક ત્રણેય લેવાના છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org