________________
सिद्धिगमनमां अंतर क्यारे अने केटलुं पडे ?
૪૭૭ अड सग छ पंच चउ तिनि, दुन्नि इक्को य सिज्झमाणेस । वत्तीसाइसु समया, निरंतरं अंतरं उवरिं ॥२७८॥ बत्तीसा अडयाला, सहि बावत्तरी य अवहीओ । પુનાસી છા, સુરેશકુત્તરસથે ૨ /ર૭૬.
સંસ્કૃત છાયાअष्टौ सप्त षट् पञ्च चत्वारस्त्रयो द्वौ एकश्च सिध्यमानेषु । द्वात्रिंशदादिषु समया निरन्तरमन्तरमुपरि ॥२७८॥ द्वात्रिंशदष्टचत्वारिंशत् षष्टिसप्ततिश्चावधितः । વાશીતિઃ ઇતિઃ ઉધનોત્તરશતગ્ય રિ૭૬ll
શબ્દાર્થ – ડિસા આઠ સાત
અંતરં વરિઅંતર ઉપર (આગળ) તિક્રિ–કુત્રિ ત્રણ બે
વાવત્તર બોંતેર સિબ્સમાસુમોક્ષે જાય તો
સવાદીઓ અવધિ વત્તીસારૂં બત્રીશ આદિમાં
છન્નચ્છનું નિરંતર નિરંતર
કુહિક બે અધિક માથાર્ય વિશેષાર્થવત. ૨૭૮–૨૭લા
વિશેષાર્થ– એક સમયમાં જ—એક, બે, ત્રણથી લઈને બત્રીશની સંખ્યા સુધીના જીવો નિરંતર સિદ્ધ થાય એટલે અંતર વિના સતત મોક્ષે જાય તો આઠ સમય સુધી જ જાય. ત્યારપછી નવમા સમયે કોઈ જીવ મોક્ષે ન જ જાય, એ એક સમયનું અંતર અવશ્ય પડે જ. ત્યારબાદ દસમા સમયથી ભલે પુનઃ બત્રીસ-બત્રીશ સિદ્ધ થતા જાય પરંતુ એ પ્રક્રિયા આઠ આઠ સમય સુધી જ ચાલુ રહે. પછી જઘન્યથી એક સમયનું અંતર અવશ્ય પડે જ.
બત્રીશ પછી તેત્રીશથી માંડીને અડતાલીશ સુધીના જીવો સમયે સમયે સિદ્ધ થતા જાય તો સાત સમય સુધી, પછી સમયાદિકનું અંતર પડે, ૪૯ થી આરંભી ૬૦ સુધીના (એટલે કોઈ સમયે ૪૯, બીજે સમયે ૫૦–પ૩–પ૯, કોઈ સમયે છેવટે ૬૦) જીવો સમયે સમયે સિદ્ધ થતા જાય તો છ સમય સુધી મોક્ષે જાય, પછી સમયાદિકનું અંતર અવશ્ય પડે, ૬૧ થી ૭૨ સુધીની સંખ્યા સિદ્ધ થતી જાય તો પાંચ સમય યાવત, પુનઃ સમયાદિકનું અંતર, ૭૩થી લઈ ૮૪ સુધીની સંખ્યા ચાર સમય યાવત્ સતત સિદ્ધ થાય, પછી અંતર પડે, ૮૫ થી ૯૬ સુધીની સંખ્યા ત્રણ સમય યાવત, પુનઃ અંતર, ૯૯થી ૧૦૨ સુધીની સંખ્યા તે બે સમય યાવત, પુનઃ અંતર પડે, અને ૧૦૩થી આરંભી ૧૦૮ સુધીની સંખ્યા સિદ્ધ થાય તો એક જ સમયમાં સિદ્ધ થાય. પછી બીજા જ સમયથી સમયાદિકનું અંતર અવશ્ય પડે જ. આઠ સમય સિદ્ધ પ્રકારમાં બીજા બે પ્રકારાન્તરો પણ છે. તે શ્રી સ્થાનાંગસૂત્રવૃત્તિ અને સંગ્રહણીની મલયગિરિ ટીકાથી જાણી લેવા. [૨૭૮-૨૭૯]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org