________________
नरकगति भूमिनी साबिती
४४५ જ છીએ, તો પછી આપણો આપ્યો જે સર્વજ્ઞો છે, જેમને નારકોને સ્વપ્રત્યક્ષ કય જ છે, અને પછી જ આપણને જણાવ્યું છે માટે નારકોનું અસ્તિત્વ ચોક્કસ માનવું જ જોઈએ. વળી ઇન્દ્રિયપ્રત્યક્ષ તે જ પ્રત્યક્ષ કહેવાય આ પણ એક મિથ્યાભ્રમ છે. ખરી રીતે ઈન્દ્રિયપ્રત્યક્ષ એ તો ઉપચારથી જ પ્રત્યક્ષ કહેવાય. બાકી તત્ત્વદૃષ્ટિએ તો તે પણ પરોક્ષ જ છે. આથી એ વાત નક્કી થઈ જાય છે કે અતીન્દ્રિય પ્રત્યક્ષ તે જ વાસ્તવિક રીતે પ્રત્યક્ષ કહેવાય, કારણકે જેઓને વિશિષ્ટ જ્ઞાન લબ્ધિ મળી હોય છે તેઓને તો આ દેખાતી ઇન્દ્રિયોથી, કંઈ જ પ્રત્યક્ષ કરવાનું પ્રયોજન નથી રહેતું. તેઓ તો જ્ઞાન દ્વારા જ બધું આત્મપ્રત્યક્ષ કરી શકે છે. આથી જે જ્ઞાનપ્રાપ્તિમાં અન્ય નિમિત્તની અપેક્ષા રહે તે જ્ઞાન પ્રત્યક્ષ કહેવાતું નથી એટલે જે જ્ઞાનમાં ઇન્દ્રિયોની મદદ નિમિત્તરૂપ બને તે જ્ઞાનને પ્રત્યક્ષ કઈ રીતે કહેવાય? ન જ કહેવાય. કેવળજ્ઞાનીને વિશ્વના ચરાચર સઘળાય પદાર્થો જ્ઞાનથી આત્મપ્રત્યક્ષ થાય છે. તેને જોવા માટે વચમાં ઇન્દ્રિયાદિ કોઈ નિમિત્તની મદદ લેવી પડતી નથી માટે જ અતીન્દ્રિય પ્રત્યક્ષ તે જ સાચું પ્રત્યક્ષ છે અને તે અતીન્દ્રિય જ્ઞાનીઓથી જ સાધ્ય છે. આથી શું થયું કે ઇન્દ્રિય પ્રત્યક્ષ કે તાત્ત્વિકરીતે વાસ્તવિક પ્રત્યક્ષ નથી એમ નક્કી થાય છે. કેવળજ્ઞાનીએ જોયેલી અને ત્યારબાદ તેમણે પ્રરૂપેલી હકીકતોનો સંપૂર્ણ સત્યરૂપે સ્વીકાર કરવો જોઈએ તેનું શું કારણ?
તો કેવળજ્ઞાની તે જ હોઈ શકે છે કે જેઓ અસત્ય બોલવાનાં રાગ-દ્વેષમોહાદિ હેતુઓ નષ્ટ કરીને વીતરાગ-સર્વજ્ઞ બન્યા હોય. એટલે આવી વ્યક્તિ જ્ઞાનથી જે જુએ તે જ કહે, અન્યથા પ્રરૂપણા કદી ન કરે. અને નરક અને નરકના જીવોનું પ્રતિપાદન તેઓએ જ કર્યું હોવાથી નારકો છે અને એ છે એટલે તેમને રહેવાના આધારરૂપે નરકસ્થાન પણ છે જ.--આ પ્રમાણે સામાન્ય ચચથિી ઉભયની સિદ્ધિ કરી. તર્કથી નરક સિદ્ધિ–બીજી રીતે બૌદ્ધિક કે તાર્કિક દષ્ટિએ વિચાર કરીએ (૧) આ માનવસૃષ્ટિ ઉપર એક માણસે એક વ્યક્તિનું ખૂન કર્યું તો તેને વિશ્વની કોઈ પણ રાજસત્તા વધુમાં
વધુ સજા કરે તો એક જ વારની ફાંસીની કરે જ્યારે બીજી એક વ્યક્તિએ સંખ્યાબંધ ખૂનો કયાં હોય તો તેને ય પણ એ જ એકવારની ફાંસીની સજા, તો બંનેના ગુન્હામાં પેસિફીક મહાસાગર જેવું વિશાળ
અંતર છતાં સજા સરખી જ, એ ન્યાયી ગણાય ખરું? હરગીજ નહિ. (૨) બીજા એક દુષ્ટ માણસે સેંકડો, હજારો વર્લ્ડ લાખોના પાલક, પોષક, રક્ષક યાવત્ યોગક્ષેમ કરનાર
વ્યક્તિનું ખૂન કર્યું તો શું તેને દેહાંતદંડની સજા કરવી તે પૂરતી ગણાય ખરી ? (૩) ત્રીજા એક ભયંકર યુદ્ધખોર માણસે મહાવિશ્વયુદ્ધ જગાવ્યું. સમગ્ર દુનિયાને યાતના, દુઃખ, ત્રાસ અને
આંસુની ભયંકર જ્વાલાઓમાં હડસેલી દીધી, લાખોના કરુણ સંહારો સરજાવ્યા, સમગ્ર વિશ્વને ત્રાહિ ત્રાહિ ત્રાયસ્વ ત્રાયસ્વ) પોકાર કરાવ્યો પણ આખરે તેનો જ કરુણ અંજામ આવ્યો, પોતે જ પરાજિત બન્યો. કેદ કરીને તેને લશ્કરી અદાલત સમક્ષ ખડો કર્યો, તેના ગુના સામે ન્યાયાધીશ ચુકાદો આપે
તો આપી આપીને શું આપવાનો? એકવારની ફાંસી કે બીજું કંઈ ? તો આટલી સજા યોગ્ય છે ખરી? (૪) અરે ! આ દુનિયામાં ઉઘાડી કે છૂપી, અનેક જીવોની હિંસાઓ કરવી, અસત્ય અને જુઠાણાં, ડીંગો મારવી,
છેતરપીંડી, દગો-કપટ, પ્રપંચ, વિશ્વાસઘાત, ચોરીઓ કરવી, અબ્રહ્મ, પરસ્ત્રી–વેશ્યાગમન કરવું. વિકારી નજરો કરવી, અતિ મોહ, મમત્વ અને મૂચ્છમાં આસક્તિ રાખવી, અન્યને ત્રાસ આપવો, અનેક પાપાચરણો કરવા, મહાઆરંભ–સમારંભોવાળા અઢળક પાપો આચરવાં આવાં અનેક પાપો–ગુન્હાઓ થયા જ કરે છે, જે કાયદાની દૃષ્ટિએ ગુના ગણાતા નથી તેને તો માનવજાત તરફથી શિક્ષા થાય કે ન પણ થાય, કોઈ વાર તો પુરાવાના અભાવે ખૂની સાચો હોવા છતાં છૂટી જાય તો શું તેઓને ગુનાની સજા કંઈ જ નહીં મળવાની?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org