________________
चक्रवर्तीनां चौद रत्नोनुं वर्णन
४५७
આપીને રવાના કરે છે. પછી નગરની અઢારે પ્રજાને ખબર આપી, નગરશુદ્ધિઓ કરાવી વાજતેગાજતે પ્રજા સહિત નૃપતિ પુષ્પ—ચંદન, સુગંધી દ્રવ્યોની વિપુલ સામગ્રીપૂર્વક શાળામાં જઈ ચક્રરત્નની યથાર્થ વિનયપૂર્વક પૂજાદિક વિધિઓ કરે છે. પછી ચક્રરત્નનો મહિમા વિસ્તારવા અષ્ટાહ્નિકાદિ વૈજ્મહામહોત્સવો કરી, પ્રજાને દાન આપી, ઋણમુક્ત કરી આનંદાનંદ વર્તાવ છે. દેવાધિષ્ઠિત આ રત્ન, છ ખંડને જીતવા જતા ચક્રીને પ્રથમથી જ સ્વયં માર્ગદર્શક અને વિજેતા તરીકે ચક્રીની આગળ આગળ ચાલે છે અને ચક્રી તેની પછવાડે ચાલે અને જ્યારે ચાલે ત્યારે પ્રમાણાંગુલ એક યોજન ચાલીને ઊભું રહે છે.
૨. છત્રરત્ન— આ પણ આયુધશાળામાં જ ઉત્પન્ન થાય છે. આ રત્ન છત્રીની જેમ ગોળ આકારનું, મસ્તક ઉપર ધારણ કરવા યોગ્ય, અતિ મનોહર હોય છે તેથી શરદઋતુના પૂર્ણ ચંદ્ર જેવું મનોહર, ચિત્રવિચિત્ર અને ઉ૫૨ ૯૯ હજાર [છત્રીમાં હોય છે તેમ] સુવર્ણના સળીઆઓથી અંદરના ભાગે જોતાં પંજરાકાર જેવું શોભતું, અન્ન ભાગે ચોતરફ મોતી મણિરત્નની માળાઓથી મંડિત અને છત્રના બહારના ઉપરિતન ભાગે–ટોચે અર્જુનસુવર્ણના શરચ્ચન્દ્ર જેવા સ્વચ્છ અને ઉજ્જ્વળ શિખરવાળું હોય છે.
દેવાધિષ્ઠિત આ રત્ન વામપ્રમાણ છતાં ચક્રીના હસ્તસ્પર્શના પ્રભાવ માત્રથી જ [ચર્મરત્નને ઢાંકવા] સાધિક બાર યોજન વિસ્તીર્ણ બનીને મેઘાદિકના ઉપદ્રવથી રક્ષણ કરવા સમર્થ થાય છે. જેમ ભરતચક્રી છ ખંડ જીતવા જતાં ઉત્તર ભરતાર્ધમાં યુદ્ધ કરતાં મ્લેચ્છ લોકોના આરાધિત મેઘકુમારદેવે ચક્રી સૈન્યને પીડા આપવા માટે જ્યારે સાત દિવસ વૃષ્ટિ કરી ત્યારે ચક્રીએ છત્ર અને ચર્મરત્નનો અદ્ભુત સંપૂટ બનાવી સમગ્ર સૈન્યનું રક્ષણ કર્યું હતું. આ રત્ન વૃષ્ટિતાપ—પવન—શીતાદિ દોષો હણનારું, શીતકાળે ગરમી અને ઉષ્ણકાળે શીતળતા આપનારું અને પૃથ્વીકાયમય હોય છે.
રૂ. ફંડનૢ— આયુધશાળામાં ઉત્પન્ન થનારું આ રત્ન, ચક્રીના ખભા ઉપર રહે છે. ચક્રીનો આદેશ થતાં માર્ગમાં આવતી અનેક ઊંચી નીચી વિષમ ભૂમિ આદિ સર્વને દૂર કરી સપાટ—સરલ માર્ગને કરી આપનારું, શત્રુના ઉપદ્રવોને હણનારું, ઇચ્છિત મનોરથોનું પૂરક, દિવ્ય અને અપ્રતિહત હોય છે. અને જરૂર પડે યત્નપૂર્વક વાપરતાં [સગરચક્રીપુત્રવત] એક હજાર યોજન ઊંડી અધોભૂમિમાં અદ્ભુત વેગથી પ્રવેશ કરી, જમીન ખોદી માર્ગ કરી આપનારું, ગુફાઓના દ્વાર ઉઘાડવામાં ઉપયોગી, વજનું બનેલું, તેમજ વચમાં તેજસ્વી રત્નોની પાંચ રેખા—પટ્ટાઓથી શોભતું હોય છે.
૪. ચર્મરત્ન— ચામડાનું બનેલું આ રત્ન, ચક્રીના લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે. આ રત્ન શ્રીવત્સાદિ આકારવાળું, અનેક પ્રકારનાં ચિત્રોથી ચિત્રિત, શત્રુથી દુર્ભેદ્ય, ચક્રવર્તીની સેના બેસી જાય તો પણ નમે નહીં એવું હોય છે. આ રત્નનો ઉપભોગ એ છે કે—જ્યારે ચક્રી છ ખંડ જીતવા જતાં સેનાપતિ રત્નને ગંગાસિંધુના નિષ્કૃટો [પ્રદેશ] સાધવા મોકલે છે ત્યારે સેનાપતિ સમગ્ર ચક્રી સૈન્યને તેના ઉપર બેસાડી ગંગાસિંધુ જેવી મહાનદીઓ વહાણની જેમ શીઘ્ર તરી જાય છે, છતાં લેશમાત્ર નમતું નથી. વળી સમુદ્રાદિક તરવામાં પણ ઉપયોગી હોય છે. એથી જ વામપ્રમાણ છતાં ચક્રીના સ્પર્શમાત્રથી સાધિક ૧૨ યોજન વિસ્તીર્ણ થાય છે, જરૂર પડે ગૃહપતિ–મનુષ્ય રત્ને તે ચર્મરત્ન ઉપર ૩૯૪. તીર્થંકરના જન્મની ખુશાલીમાં, તેમના પિતા જે રીતે કરે છે તે રીતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org