________________
चक्रवर्तीनां चौद रत्नोनुं वर्णन
૪૬
અને બંને બાજુની ત્રણે દિશાને પ્રકાશમય બનાવતો ગુફા ઓળંગી શકે છે ને ઉત્તર ભારતની વિજયયાત્રામાં સફળતા મેળવે છે.
વળી તે રત્ન મસ્તકે તથા હાથે બાંધ્યું હોય તો, સર્વોપદ્રવ હરી, સુખસંપત્તિને આપનારું, સુરાસુર–મનુષ્ય તિર્યંચાદિકના, સર્વ શત્રુઓના ઉપદ્રવોને હરનારું છે. મસ્તકાદિ અંગે બાંધીને સંગ્રામમાં પ્રવેશ કરનાર પુરુષ, શત્રુના શસ્ત્રથી અવધ્ય અને ભયમુક્ત બને છે. મતાંતરે હાથે બાંધતાં સદા તરુણાવસ્થા રહે છે. અને તેના નખ—કેશની વૃદ્ધિ પણ થતી નથી. કૃતિ વેન્દ્રિયરનાનિ॥
એ પ્રમાણે સાત એકેન્દ્રિય રત્નોની વ્યાખ્યા કરી. હવે સાત પંચેન્દ્રિય રત્નોને કહે છે,
૬ પુરોહિતરત્ન— ચક્રીને જરૂર પડે શાન્તિક—પૌષ્ટિક આદિ વિવિધ કર્માનુષ્ઠાનો કરાવી સફળતા અપાવનાર, મહાપવિત્ર, સંપૂર્ણ ગુણોપેત, ચૌદ વિદ્યામાં પારંગત, પ્રવેશ નિર્ગમનમાં મંગલકાર્યો કરાવનાર, કવિ—કુશળ ગોરનું કામ કરનાર.
૬. ાગરત્ન— આ ગજ મહાવેગી, સાત અંગવડે પ્રતિષ્ઠિત, ઐરાવણ ગજ જેવો પવિત્ર, સુલક્ષણો, મહાપરાક્રમી, અજેય એવા કિલ્લાદિકને પણ તોડી નાંખનારો હોય છે. ચક્રી આ હસ્તિ ઉપર બેસીને સદા વિજયયાત્રાને મેળવે છે. આ રત્ન દેવાધિષ્ઠિત હોય છે.
૧૦. અશ્વરત્ન— ચક્રીનો આ ઘોડો મહાવેગી, સ્વભાવે જ સુંદર, આવનંદ લક્ષણવાળો, સદા યૌવનવાળો, સ્તબ્ધકર્ણવાળો, લંબાઈમાં ૧૦૮ અંગુલ લાંબો, અને ૮૦ અંકુલ ઊંચો, કુચેષ્ટારહિત, અલ્પક્રોધી, શાસ્ત્રોક્ત સર્વ લક્ષણયુક્ત, કોઈ પણ જલાશયો, અગ્નિ કે ડુંગરોને વિના પરિશ્રમે ઉલ્લંઘનારો—મહાવેગવાળો, અજેય હોય છે.
૯–૧૦ આ બન્ને તિર્યંચરત્નો વૈતાઢ્યપર્વતની તલાટીમાં ઉત્પન્ન થાય છે અને છ ખંડની વિજયયાત્રામાં પરાજિત થયેલી વ્યક્તિ તે વખતે ચક્રીને ભેટણા તરીકે આપે છે.
૧૧. સેનાપતિન— આ હસ્ત્યાદિ સર્વ સેનાનો અગ્રણી, ચક્રીનો યુદ્ધ મંત્રી, યવનાદિક અનેક ભાષા—શાસ્ત્ર, તથા વિવિધ લિપિ શિક્ષા—નીતિ, યુદ્ધ યુક્તિ, ચક્રવ્યૂહાદિ વિષયોનો જાણ, સમયજ્ઞ, વિજય કરવાના ક્ષેત્રના જમીનાદિક માર્ગનો જ્ઞાતા, વફાદાર–પરમસ્વામિભક્ત, તેજસ્વી, પ્રજાપ્રિય, ચારિત્રવાન, પવિત્ર ગુણોથી સુલક્ષણો હોય છે, અને દિગ્વિજયમાં ચક્રી સાથે જ હોય છે. ચક્રીની આજ્ઞા થતાં ચક્રીની સહાય વિના જ ચર્મરત્નવડે ગંગાસિન્ધુના અપર કાંઠે જઈને, મહાબલિષ્ઠ મ્લેચ્છ રાજાઓ સાથે, ભીષણ–ખૂનખાર યુદ્ધ કરી સર્વત્ર વિજય મેળવીને ચક્રીનું શાસન સ્થાપિત કરે છે.
૧૨. વૃદ્ઘ [ાયા] પતિરત્ન— અન્નાદિકના કોઠાગારનો અધિપતિ, ચક્રીના મહેલ—ગૃહના તથા સૈન્યના ભોજન, વસ્ત્ર, ફળફૂલ, જલાદિક આવશ્યક તમામ વસ્તુઓની ચિંતા કરનારો–પૂરી પાડનારો, સુલક્ષણ, રૂપવંત, દાનશૂર, સ્વામિભક્ત, પવિત્રતાદિ ગુણવાળો હોય છે. વળી દિગ્વિજયાદિ પ્રસંગે જરૂર પડે અનેક પ્રકારના ધાન્ય તથા શાકને ચર્મરત્ન ઉપર સવા૨ે વાવીને સાંજે ઉગાડનાર હોય છે, [ચર્મરત્ન એ ધાન્યોત્પત્તિને યોગ્ય ક્ષેત્રતુલ્ય કામ આપનાર અને ગૃહપતિને કૃષિકાર તરીકે સમજવો] જેથી સૈન્યનો સુખપૂર્વક નિર્વાહ થાય છે.
૩૯૬. ત્રણ દિશામાં એટલા માટે કે પાછળ આવતા સૈન્યને માટે તો મંડલપ્રકાશ સહાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org