________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
मनुष्याधिकारमा प्रथम अने द्वितीय
स्थिति-अवगाहनाद्वार
અવતરણ-એ પ્રમાણે લગભગ ૫૯ ગાથાવડે નરકગતિ અધિકારમાં નવે દ્વારોને કહીને હવે ત્રીજા મનુષ્યગતિ અધિકારમાં ભવન’ વિના આઠ દ્વારોને કહે છે, તેમાં ગ્રન્થકાર પ્રથમ સ્થિતિ અને બીજું “અવગાહના” એ બે દ્વારોને કહે છે.
गब्भनरतिपलिआऊ, तिगाउ उक्कोसतो जहन्नेणं । मुच्छिम दुहावि अंतमुह, अंगुलाऽसंखभागतणू ॥२६॥
સંસ્કૃત છાયાगर्भजनरस्त्रिपल्यायुस्त्रिगव्यूत उत्कर्षतो जघन्येन । [सं] मूर्छिमो द्विधाऽपि अन्तर्मुहूर्तमगुलासंख्यभागतनुः ॥२६०।।
શબ્દાર્થ સુગમ છે. ગાથાર્ય–ગર્ભજ મનુષ્યની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ ત્રણ પલ્યોપમની અને તેઓની દેહ સંબંધી અવગાહના ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉની હોય છે. તેઓનું જઘન્યથી અને સંમૂચ્છિમ મનુષ્યોનું જઘન્ય તથા ૩૮*ઉત્કૃષ્ટથી પણ આયુષ્ય અંતર્મુહૂર્તનું અને જઘન્યથી ગર્ભજ મનુષ્યની અવગાહના (ઉત્પત્તિકાલાશ્રયી) અને સંમૂચ્છિમ મનુષ્યની ઉત્કૃષ્ટ અને જઘન્ય બને જાતની અવગાહના અસંખ્યાતમાં ભાગની છે. ||૨૬ના
વિરોષાર્થ- અહીંથી મનુષ્યગતિનો અધિકાર શરૂ થાય છે. એમાં મનુષ્યોના બે પ્રકાર છે. સંમૂચ્છિમ અને ગર્ભજ. આ બંને પંચેન્દ્રિય સમજવા. ફક્ત સંમૂચ્છિમને મન ન હોવાથી શાસ્ત્રની પારિભાષિક ભાષામાં “અસંશી' તરીકે ઓળખાય છે. જ્યારે ગજોને મન વર્તતું હોવાથી “સંશી (પંચેન્દ્રિય) તરીકે ઓળખવામાં આવે છે. સંમૂચ્છિમ જન્મ એટલે શું?
એકંદર ત્રણ પ્રકારે જીવમાત્રના જન્મ થાય છે. ૧ સંમૂચ્છિમ. ૨ ગર્ભજ. ૩ ઉપપાત.
સંમૂચ્છિમ-ગર્ભની સામગ્રી વિના જ જેની ઉત્પત્તિ થાય છે. એટલે કે સ્ત્રી-પુરુષના સંયોગ વિના જ ઉત્પત્તિસ્થાનમાં વર્તતા ઔદારિક પુદ્ગલોને શરીરરૂપે પરિણાવવા તેને (તે જીવો માટેનો) સંમૂર્છાિમ જન્મ કહેવાય.
૩૮૨. ગર્ભજનાં કરતાં આ અંતર્મુહૂર્વ અંગુલાસંખ્યભાગથી લઘુ જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org