________________
४४४
જ
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह || શ્રી નિકૃષ્ણપાર્શ્વનાથસ્વામિને નમઃ |
* नरकगति अधिकारमा आठमुं परिशिष्ट * નારકોની સિદ્ધિ
શoiદેવો પ્રત્યક્ષ ન હોવા છતાં માનવજાતમાં તે અંગેના જોવાતા ચમત્કારોથી, તેમની સાથે સંબંધ ધરાવતા વિદ્યામત્રોની સાધના દ્વારા ઈષ્ટસિદ્ધિ થતી હોવાથી અનુમાનથી અદષ્ટદેવોનું અસ્તિત્વ ભલે સ્વીકારીએ, પણ નરકગતિવર્તી નારકોની સિદ્ધિમાં તો એવું કોઈ અનુમાન જણાતું નથી અને પ્રત્યક્ષ તો દેખાતા જ નથી તો પછી તેઓની સત્તા કેમ મનાય ?
સમાધાન દેવો પાસે તો દૈવિક શક્તિ છે અને તેથી તેમની ઉપાસનાઓ થાય છે, જેથી તેઓ પોતાની દિવ્ય શક્તિનો ઉપયોગ ઉપાસક માટે કરે છે પણ નારક જીવો પાસે તો એવું કંઈ છે જ નહીં એટલે એની ઉપાસના નથી ને ઉપાસના દ્વારા જોવા મળતા ચમત્કારોનો પણ પ્રસંગ રહેતો નથી એટલે નરકના અસ્તિત્વ માટે દેવસિદ્ધિના જેવું અનુમાન ભલે થઈ શકતું નથી; એમ છતાં અનુમાન જરૂર છે. તે આ રીતે–જેમ વિશ્વમાં જઘન્ય મધ્યમ પાપકર્મ ફળનાં ભોક્તાઓ જોવાય છે તેમ ઉત્કૃષ્ટ–પ્રકૃષ્ટ પાપફળના ભોક્તાઓ પણ હોવા જ જોઈએ. તો તે કોણ? તો જેમ જઘન્ય, મધ્યમ કર્મફળના ભોક્તા તરીકે તીર્થકરો અને મનુષ્યો છે, તેમ ઉત્કૃષ્ટ કર્મફળના ભોક્તા તરીકે બીજા કોઈ જ નહીં, પણ નારકો જ છે.
શંશા_શું તિયચ. મનુષ્યમાં અત્યન્ત દુઃખી જે હોય તે પ્રકૃષ્ટ પાપકર્મફળનો ભોક્તા ન ગણાય?
સમાધાન–જેમ સુખ તરીકેની પરાકાષ્ઠા દેવોમાં છે તેમ દુઃખ તરીકેની પરાકાષ્ઠા તિયચ, મનુષ્યમાં નથી જોવાતી. એટલું જ નહીં પણ સર્વથા દુઃખી હોય એવો કોઈ તિર્યંચ, મનુષ્ય જોવાતો નથી તેથી પ્રકષ્ટ દુઃખના ભોક્તા તરીકે તિર્યંચ, મનુષ્યથી ભિન્ન કોઈ જાતિ સ્વીકારવી જ જોઈએ અને તે જ આ નારકો. . વળી જેમ અત્યન્ત અલ્પાંશી દુઃખવાળી વ્યક્તિઓ આપણને જોવા મળે છે, મધ્યમ દુઃખોવાળા જીવો પણ આપણે જોઈએ છીએ તેમ સૌથી વધુમાં વધુ અન્તિમ પ્રકારનાં દુઃખો ભોગવનારાં પણ જરૂર હોવા જ જોઈએ અને તે છે નારકો, જે વાત આપણે ઉપર કરી ગયા.
આ પ્રમાણે અનુમાનથી નારકોનું અસ્તિત્વ સાબિત થાય છે. શં–શું નથી કે પ્રયોગથી સિદ્ધ થાય તેને જ પ્રત્યક્ષ કહેવાય?
સમાધાન––આ ચરાચર વિશ્વમાં એક વસ્તુ પોતે ન જોઈ માટે તેને અપ્રત્યક્ષ માની બેસવી એ શું બુદ્ધિગમ્ય છે ખરું? હરગીજ નહિ. લોકમાં સ્વપ્રત્યક્ષ સિવાય બીજું આપ્તપ્રત્યક્ષ પણ છે. આપ્ત એટલે વિશ્વસનીય વિશિષ્ટ જ્ઞાનીઓનું પ્રત્યક્ષ. આ આખપ્રત્યક્ષ સ્વપ્રત્યક્ષ જેટલું જ આદરણીય ગણાય છે. જેમ સિંહ, અષ્ટાપદ, જિરાફ આદિ દૂર દૂરના જંગલનાં પ્રાણીઓનું પ્રત્યક્ષ દર્શન સહુ કોઈને કંઈ થતું નથી, છતાં તેઓ તેને અપ્રત્યક્ષ કહે તે યોગ્ય છે ખરૂં? નહિ જ, થોડા પણ ડહાપણવાળો હશે તો પોતે નથી જોયું. તેટલા માત્રથી તેનો અભાવ છે એમ કદિ નહીં કહે. તે વિચારશે કે મેં નથી જોયું, પણ મારાથી મોટા આપ્યો છે તેઓએ જોઈને આપણને કહ્યું છે માટે તેનું અસ્તિત્વ જરૂર છે. વળી આ દેશના તેમજ પરદેશના ગામ, નગરો, નદી સમુદ્રો વગેરે સ્થળો તેમજ બીજી અનેકાનેક બાબતો સૃષ્ટિ ઉપર વિદ્યમાન છતાં જેને આપણે આપણી સગી આંખે કદિ નથી જોઈ પણ બીજી વ્યક્તિઓએ પ્રત્યક્ષ કરી છે ને પછી આપણને તેની જાણ કરી છે, એમ સમજીને પણ આપણે તેનો સ્વીકાર શું નથી કરતા? અમેરિકાનું ન્યૂયોર્ક શહેર પ્રત્યક્ષ નથી, છતાં તે નકશદ્વારા અમુક જગ્યાએ છે એમ વિના દલીલે આપણે સીધો જ સ્વીકાર શું નથી કરતા? ચોક્કસ કરીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org