________________
કકર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह જિન એટલે કેવળી થનારા જીવો, પ્રથમની ચારમાંથી જ નીકળેલા હોય તે થઈ શકે છે. શેષના નીકળેલા નહિ.
યતિ એટલે સર્વવિરતિ (સર્વથા ગૃહસંસાર મમતા પાપાદિકના ત્યાગરૂ૫) ચારિત્રને ગ્રહણ કરનારા જીવો પહેલી પાંચ નરકમાંથી આવેલા હોય છે.
| દિસિ એટલે દેશથી વિરતિ (સર્વથા ત્યાગ નહિ તે)ને એટલે આંશિક ત્યાગને ધારણ કરનારા પ્રથમની છએ નરકના જીવો હોય છે, કારણકે છઠ્ઠી નરકમાંથી આવેલા જીવો અનન્તર ભવે ક્વચિત મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. જો કે ત્યાં અતિ મલિન અધ્યવસાયો થતા હોવાથી અશુભ કર્મબંધન વધુ હોય છે, જેથી એકાએક મનુષ્ય ભવપ્રાપ્તિ યોગ્ય અધ્યવસાયો આવતા નથી તો પણ ક્યારેક કોઈ કોઈ નરમાત્માને પ્રાપ્ત શુભ પરિણામો આવી જાય છે અને મનુષ્યાયુષ્યનો બંધ કરે છે. પણ બહુલતાએ તો તિર્યચપણે જ ઉત્પન્ન થાય છે. તથાપિ તથાવિધ વિશદ્ધિથી મનષ્ય થાય તો પણ તથાવિધ ૫ વિશુદ્ધિના અભાવે સર્વવિરતિપણું તો પામતા નથી પરંતુ દેશવિરતિપણાને પામી શકે છે. અને સમ્યક્ત્વ તો સાતેય નરકમાંથી આવેલા જીવોને પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ સાતમીમાંથી આવેલાને દેશવિરતિપણું પ્રાપ્ત થતું નથી. વળી તેઓ મનુષ્યપણું ન પામતાં નિશ્ચયથી તિર્યંચયોનિમાં જ ઉત્પન્ન થાય છે.
જો કે ગતભવમાં નરકાયુષ્ય બાંધવા દ્વારા અહીં નરકમાં ઉત્પન્ન થયા હોય છે, પરંતુ ગતભવમાં જ કરેલો પુણ્યના બીજા સંચયથી, નરકમાંથી નીકળીને તે તે જીવો ઉક્ત લબ્ધિઓ મેળવે છે, પરંતુ જેઓએ પૂર્વભવમાં કંઈ પણ મહાન સુકૃત્યો કર્યા નથી, તપ-ત્યાગ-સંયમ સ્વરૂપ સદ્વર્તન સેવ્યું નથી. ભગવદ્ભજન આદિ મંગલ પ્રવૃત્તિઓ કરી નથી, કેવળ ભયંકર પાપાચરણો સેવીને નરકમાં” ઉત્પન્ન થયા હોય છે તેઓ તો અનન્તર ભવે ઉક્ત લબ્ધિઓને મેળવી જ શકતા નથી.
વળી જે અરિહાતીર્થંકર થાય છે તે પણ તીર્થંકરભવની અપેક્ષાએ પૂર્વના ત્રીજા ભવે, વિંશતિસ્થાનકમાં બતાવેલા ઉત્તમ સ્થાન–પદોની સર્વોત્તમકોટિની આરાધના દ્વારા તીર્થંકર નામકર્મ બાંધવા અગાઉ જો તેમને તેવી પ્રવૃત્તિ દ્વારા તેઓના નરકાયુષ્યનો બંધ પાડી દીધો હોય તો તેમને નરકગતિમાં અવતાર લેવો પડે છે. અને ત્યાંનો કાળ પૂર્ણ કરીને અનન્તર ભવે જ (શ્રેણિકાદિકની જેમ) તીર્થંકરનામકર્મની કરેલી નિકાચના, ત્રીજા અથવા તેમના છેલ્લા મનુષ્યના ભવમાં વિપાકોદયરૂપે ઉદયમાં આવે છે. આ નિયમ ન સમજવો, પણ જેઓ બદ્ધનરકાયુષી થઈને પછી તીર્થંકરનામકર્મ બાંધતા હોય તેમને માટે જ આ સમજવું. પણ અબદ્ધાયુષી તો દેવ, મનુષ્યગતિમાં જ જાય છે. [૨પ૮]
અવતરણ-હવે આઠમા દ્વારે નારકોના અવધિજ્ઞાન સંબંધી ક્ષેત્રમાનને કહે છે. रयणाए ओही गाउअ, चत्तारद्भुट्ट गुरुलहु कमेणं ।
पइ पुढवी गाउअद्धं, हायइ जा सत्तमि इगद्धं ॥२५६॥
૩૮૧. પ્રશ્ન-તીર્થકર અને કેવલીમાં શું ફરક છે? ઉત્તર-તીર્થકર ધર્મમાર્ગના આદ્ય પ્રવર્તકો ગણાય છે. શાસન પર આજ્ઞા તેમની જ વતતી હોય છે. જ્યારે કેવળી તે રીતે હોતા નથી. વળી તીર્થંકર રાજા છે એટલે અતિશયાદિકની વિશિષ્ટતાઓ છે. જ્યારે કેવલી એ પ્રજામાં છે, તેથી તે વિશેષતાઓ નથી, એમ છતાં પણ બન્નેના જ્ઞાનમાં તુલ્યતા જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org