________________
नारक जीवोनी आगति तेमज लब्धिओ
४४१
|
नरकगतिमां नवमुं आगतिद्वार ।
અવતા– એ પ્રમાણે આઠમા ગતિદ્વારને કહીને, હવે નવમું આગતિદ્વાર એટલે નારકો સ્વઆયુષ્ય પૂર્ણ કરીને કયાં કયાં ઉત્પન્ન થાય છે? અને ઉત્પન્ન થયા બાદ ક્યાંથી નીકળેલાને કઈ કઈ લબ્ધિઓ પ્રાપ્ત થાય? તે કહે છે. निरउबट्टा गब्भे, पजत्तसंखाउ लद्धि एएसिं । 'चक्की हरिजुअल' 'अरिहा, जिण जइ दिस' सम्म पुहविकमा ॥२५॥
સંસ્કૃત છાયાनरकोद्धृत्ता गर्भजेसु, पर्याप्तसंख्यायुषः लब्धिरेतेषाम् । चक्रि-हरियुगलाईजिन यति-देश-सम्यग्दृष्टयो पृथिवीक्रमेण ॥२५८।।
શબ્દાર્થ – નિરdબૂટ્ટ=નરકથી નીકળેલા.
હરિહાઅરિહંત પરમાત્મા મે ગર્ભમાં
નિજજન–કેવલી પસંવા=પર્યાપ્તા–સંખ્યાયુષી
નથતિ દ્ધિ-લબ્ધિ
રિસ દેશવિરતિ હિં એઓને
સન્સમ્યકત્વધારી વી=ચક્રવર્તી
પુવિમા પૃથ્વીના ક્રમે હરિનુતરિયુગલ [વાસુદેવ–બલદેવ]. માધાર્ય- વિશેષાર્થવત. ૨૫૮.
વિરોણાર્થ-નરકગતિમાંથી નીકળેલા જીવો અનત્તરભવે પર્યાપ્તા–સંખ્યાતાવષયુષી–ગર્ભજ (તિર્યંચ મનુષ્ય)પણે જ ઉત્પન્ન થાય છે. એ સિવાય સંમૂચ્છિમ મનુષ્ય, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચ મનુષ્ય દેવો નારકો લબ્ધિઅપર્યાપ્તામાં અને અસંખ્યવયુષી યુગલિકમાં ઉત્પન્ન થતા નથી.
હવે જ્યારે એઓ, ગર્ભજ મનુષ્ય–તિર્યચપણે ઉત્પન્ન થાય છે ત્યારે તેઓને ઉત્પન્ન થયા બાદ, કઈ કઈ લબ્ધિ કોને કોને પ્રાપ્ત થાય છે? તે કહે છે.
આ લોકમાં ચકવર્તીપણે જો નરકમાંથી આવીને ઉત્પન્ન થનારો જીવ હોય તો તે, તથાવિધ ભવસ્વભાવથી પહેલી જ નરકમાંથી નીકળેલો હોય છે, પણ બીજી કોઈ પણ નરકનો નહિ. આ વાત નરકની અપેક્ષાએ સમજવી.
બલદેવ અને વાસુદેવ (એ હરિ યુગલ) થનારા જીવો, જો નરકમાંથી નીકળીને થનારા હોય તો તે પહેલી અને બીજી એમ બે નરકમાંથી નીકળેલા હોય છે, પરંતુ શેષ નરકોમાંના નહીં
અરિહા કહેતાં અરિહંત-તીર્થંકરો થનાર પ્રથમની ત્રણ નરકમાંથી જ નીકળેલ થાય છે. શેષમાંથી નહીં જ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org