________________
૪ર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૩ હવે શકરપ્રભાના અંતિમ પ્રતરનું ૧૫ ધનુષ્ય ૨ હાથ અને ૧૨ અંગુલનું માન તે ત્રીજી વાલુકાપ્રભાના પ્રથમ પ્રતરે હોય, બીજા પ્રતર માટે તે માનના રત્નપ્રભાની જેમ અંગુલ કરી એક ન્યૂન આઠ પ્રતરે ભાગ આપવાથી ગાથામાં કહેલો સર્વપ્રતા માટેનો ‘૭ હાથ અને ૧લી અંગુલનો વૃદ્ધિઅંક' આવે, એ અંકને પ્રથમ પ્રતરના ઉક્ત માનમાં ઉમેરવાથી ત્રીજી નરકના બીજે પ્રતરે ૧૭ ધ૦ ૨ હાથ થી અંજીનું ઉ. દેહમાન આવે. ત્રીજે તે વૃદ્ધિઅંક ઉમેરતાં ૧૯ ધ0 ૨ હાથ ૩ અંનું, ચોથે ૨૧ ધ0 ૧ હાથ રેરા અંગે નું, પાંચમે ૨૩ ધ૦ ૧ હાથ ૧૮ અં૦ નું, છટ્ટે ૨૫ ૫૦ ૧ હાથ ૧૩ અં) નું, સાતમે ૨૭ ધ૦ ૧ હાથ ને ૯ અં. નું, આઠમે ૨૯ ધ૦ ૧ હાથ, કામ અં૦ નું, નવમે પ્રતરે ઉ૦ વિ૦ માન ૩૧ ધનુષ્ય અને એક હાથનું આવી રહે. [૨૪૭]
૪–હવે વાલુકાના અંતિમ પ્રતરવર્તી જે દેહમાન તે જ ૩૧ ધનુ ૧ હાથનું ચોથી પંકપ્રભાના પ્રથમ પ્રતરે જાણવું, તે માનને એક ન્યૂન પંકપ્રભાના ૬ પ્રતરે ભાગ આપતાં પ્રત્યેક પ્રસ્તરાશ્રયી ૫ ધનુષ્ય અને ૨૦ અંગુલનો વૃદ્ધિ અંક' નીકળી આવે, એ ૫ ધનુo ૨૦ અંગુલની પ્રથમ પ્રતરના દેહમાનમાં વૃદ્ધિ કરતાં દ્વિતીય પ્રતરે ૩૬ ધ૦ ૧ હાથ ૨૦ અં૦ નું દેહમાન આવે, ત્રીજે ૪૧ ધ. ૨ હાથ ૧૬ અંક ચોથે ૪૬ ધ૮ ૩ હાથ ૧૨ અં, પાંચમે પર ધ, ૮ અંક છઠે, પ૭ ધ. ૧ હાથ ૪ અંક સાતમે પ્રસ્તરે ૬૨ ધનુષ્ય અને બે હાથનું જાણવું
પ-હવે એ ચોથીના અંતિમ પ્રતરનું માન તે પાંચમી ધૂમપ્રભાના પ્રથમ પ્રતરે ૬૨ ધનુ. ૨ હાથનું હોય, અહીંયા પણ તે માનને એક ન્યૂન એવા આ પૃથ્વીના ચાર પ્રતરે ભાગ આપીએ ત્યારે પ્રત્યેક પ્રસ્તરાશ્રયી “૧૫ ધનુષ્ય અને રાા હાથનો વૃદ્ધિઅંક' આવે. એથી એ અંકમાનને પ્રથમ પ્રતરના માનમાં ઉમેરતાં બીજે પ્રતરે ૭૮ ધ૦–વવાહાથ (એકવૈત)નું, ત્રીજે ૯૩ ધ૮ ૩ હાથ, ચોથે ૧૦૯ ધો ૧ાા હાથ અને પાંચમે પ્રતરે ૧૨૫ ધનુષ્યનું દેહમાન આવે.
- ૬-એ જ ૧૨૫ ધ0 દેહમાન નીચેની છઠ્ઠી તમપ્રભા પૃથ્વીના પ્રથમ પ્રતરે હોય. દ્વિતીયાદિ પ્રતિરો માટે એ માનને એક ન્યૂન બે પ્રતર સંખ્યાએ ભાગ આપતાં ‘૬રા ધ0નો વૃદ્ધિ અંક આવે, એને ૧૨૫ ધનુષ્યમાં ઉમેરતાં તમ પ્રભાના બીજા પ્રતરે ૧૮ણા ધ0નું અને ત્રીજા પ્રતરે ૨૫૦ ધનુષ્યનું દેહમાન આવે.
૭–સાતમી પૃથ્વીમાં એક જ પ્રસ્તર હોવાથી ત્યાં કંઈ વહેંચણી કરવાની હોતી નથી માટે ત્યાં તો ૫૦૦ ધનુષ્યનું ઉત્કૃષ્ટ ભવધારણીય દેહમાન સમજવું. [૨૪૮]
અવતર–એ પ્રમાણે પ્રત્યેક પ્રતરે ભવધારણીય શરીરની વ્યાખ્યા કરીને હવે સ્વ સ્વ પ્રતરાશ્રયી ઉત્તરવૈકિય શરીરનું ઉત્કૃષ્ટ દેહમાન કહેવા સાથે, શેષાર્ધ ગાથાથી પુનઃ બન્ને શરીરનું જઘન્યથી દેહમાન કેટલું હોય? તે પણ કહે છે..
इअ साहाविय देहो, उत्तरवेउबिओ य तहुगुणो । दुविहोऽवि जहन कमा, अंगुलअस्संखं संखंसो ॥२४६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org