________________
कया जीवो नरकायुष्यनो बंध करे?
જરૂર રહેલી છે. તે ઉપરાંત મહારંભી, મહાપરિગ્રહી જીવો પણ નરકે જાય છે. તેમાં અધ્યવસાયની જેમ જેમ મલિનતા તેમ તેમ નીચે–નીચેની નરકમાં જાય છે. એ જ વાત હવે પછીની ક્ષેપક ગાથા દ્વારા કહે છે. [૨૫૧] .
અવતર–કયા જીવો નરકાયુષ્યને બાંધે છે–તે અધ્યવસાયાશ્રયી ગતિ કહે છે. मिच्छद्दिट्ठि महारंभ-परिग्गहो तिव्वकोह निस्सीलो । નિયા નિવફ, પાવર્ડ [મી પરિણામો ૨૬રા [y. T. .-૬૩]
સંસ્કૃત છાયા– मिथ्यादृष्टिर्महारम्भपरिग्रहः तीव्रक्रोधः निश्शीलः । नरकायुष्कं निबनाति, पापरुची रौद्रपरिणामः ॥२५२॥
શબ્દાર્થ – મહામ=મહા આરંભી
નરયાdi=નરકાયુષ્યને પરિષદ મહાપરિગ્રહી
નિબંધ બાંધે છે તિબૂટ્ટોદતીવ્ર ક્રોધી
પાવરુપાપગ્રુચિ નિસ્સીનો નિશીલ
પરિણામો-રૌદ્ર પરિણામી થા–વિશેષાર્થ પ્રમાણે. ૨પરા
વિરીષાર્થ મિથાસ્ત્રી– મિદષ્ટિ એટલે જિનેશ્વરકથિત તત્ત્વોની વિપરીત શ્રદ્ધા કરવાવાળો, શુદ્ધ માર્ગની અરુચિવાળો અને એ જ કારણે મહાપાપની પ્રવૃત્તિમાં આસક્ત રહેનારો અને અનેક અધર્મબહુલ પ્રવૃત્તિઓનો તે ઉપાસક હોય છે *ગોશાલાદિકની માફક.
મહામીમહાપાપના આરંભ-સમારંભને કરનારો, અનેક જીવોની હાનિ જેમાં રહેલી હોય એવા દુષ્ટ–ભયંકર ધંધારોજગાર વગેરે કાર્યોને આરંભનારો-કાલસૌકરીકાદિ ચંડાલવતું.
મારિગ્રહી– વિપુલ ધન–કંચન–સ્ત્રીઓ આદિના મહાન પરિગ્રહને રાખનારા. આમાં મમ્મણશેઠ, વાસુદેવ, વસુદેવાદિ મંડલિક રાજા, સુભૂમ, બ્રહ્મદત્ત ચક્રવત્યાદિક સમજી લેવા.
તીત્રનોધી– તીવ્ર મહાન ક્રોધને કરનારા, વાત વાતમાં લડતા હોય તેવા દુર્વાસા જેવા અત્યન્ત ક્રોધી પુરુષો તથા વ્યાઘ્ર સપદિક પશુઓ.
નિઃશન – કોઈ પણ જાતના વ્રત–નિયમો વિનાનો, ચારિત્રહીન તેમજ શિયલ ચારિત્રબ્રહ્મચર્યાદિકથી રહિત એટલે પરસ્ત્રીલંપટાદિ હોય, અનેક પરનારીઓના પવિત્ર શિવલને લૂંટનારા હોય.
૩૭૪. ગોશાલો–પ્રભુ મહાવીરને મહાપીડા આપનારી, સ્વમત સ્થાપી પોતે ખોટો સર્વશ બની ભગવાનને ઇન્દ્રજાલિક કહેનારો, જેની વાત પ્રસિદ્ધ છે.
૩૭૫. આ મહાચંડાલ શ્રી મહાવીર પ્રભુના વખતમાં થયો છે, જે રોજના ૫૦૦ પાડાને મારતો હતો. મોટી મોટી મીલો અને કારખાનાઓ, જંગલના વેપારીઓ, મટનના વેપારીઓએ બધા મહારંભીની કોટિમાં ગણાય.
૩૭૬. સુભૂમ ચક્રવર્તી પરિગ્રહની પ્રમાણાતીત આસક્તિથી છ ખંડ ઉપરાંત સાતમો ખંડ સાધવા જતા મરીને સાતમી નરકે ઉત્પન્ન થયો છે, જે કથાનક પ્રસિદ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org