________________
नारकोनुं भवधारणीय तथा उत्तरवैक्रियादि शरीर अवगाहना
४२५
(नारकोनुं त्रीजुं अवगाहना द्वार)
અવતર– ભવનદ્વારને કહીને હવે ગ્રન્થકાર નારકોનું ભવધારણીય તથા ઉત્તરવૈક્રિયાદિ શરીરનું અવગાહના સ્વરૂપ તૃતીયદ્વાર શરૂ કરે છે, એમાં પ્રથમ ભવધારણીય અવગાહના પ્રત્યેક નારકીમાં ઓઘથી–સમુચ્ચયે વર્ણવે છે.
पउणट्ठधणु छ अंगुल, रयणाए देहमाणमुक्कोसं । सेसासु दुगुण, दुगुणं, पणधणुसय जाव चरिमाए ॥२४४॥
સંસ્કૃત છાયાपादोनाष्टधनूंषि षडंगुलं, रत्लायां देहमानमुत्कृष्टम् । शेषासु द्विगुणं द्विगुणं, पञ्चधनुःशतं यावच्चरमायाम् ॥२४४।।
શબ્દાર્થ સુગમ છે. જયાર્થ– રત્નપ્રભાને વિષે ઉત્કૃષ્ટ દેહમાન પોણા આઠ ધનુષ્ય અને છ અંગુલ સમુચ્ચયે હોય છે. અને શેષ પૃથ્વીમાં [સમુચ્ચયે] જાણવા માટે, તે પ્રમાણને દ્વિગુણ-દ્વિગુણ કરતાં યાવત્ ચરમ (છેલ્લી) પૃથ્વીમાં પાંચસો ધનુષ્ય થાય. ૨૪જા
વિશેષાર્થ – ભવધારણીય શરીર કોને કહેવાય? તેની વ્યાખ્યા તો અમે પૂર્વગાથા પ્રસંગે કરી છે. તથાપિ આભવપર્યન્ત રહેવાવાળું સ્વાભાવિક જે શરીર તે ભવધારણીય વૈક્રિયશરીર) સમજવું. પહેલી રત્નપ્રભા નરકમૃથ્વીમાં નારકીઓનું ઉત્કૃષ્ટ દેહમાન પોણાઆઠ ધનુષ્ય [૩૧ હાથ અને ઉપર છ અંગુલનું હોય છે, અને શેષ શર્કરપ્રભાદિને વિષે ક્રમશઃ દ્વિગુણ વૃદ્ધિ કરવાની હોવાથી તે વૃદ્ધિ કરતાં બીજી નરકમાં ૧૫ ધનુષ્ય ૧૨ હાથનું ત્રીજી નરકના નારકોનું ભવધારણીય ઉત્કૃષ્ટ દેહમાન ૩૧ધનુષ્ય, ચોથી નરકમાં ૬રા ધનુષ્ય, પાંચમીમાં ૧૨૫ ધનુષ્ય, છઠ્ઠીમાં ૨૫૦ ધનુષ્ય અને સાતમીમાં ૫૦૦ ધનુષ્યનું ઉત્કૃષ્ટ દેહમાન છે. પશ્ચાનુપૂર્વીએ સાતમીથી વિચારવું હોય તો પણ અર્ધ–અધ ન્યૂન કરતાં કરતાં ઉપર જવું જેથી યથોક્તમાન આવે છે. [૨૪૪]
અવતર–એ પ્રમાણે ઓઘથી દર્શાવીને, પ્રત્યેક પૃથ્વીના પ્રત્યેક પ્રતરના દેહમાનને ઉત્કૃષ્ટથી જણાવવાની ઇચ્છાવાળા ગ્રન્થકાર પ્રથમ રત્નપ્રભાના જ પ્રત્યેક પ્રતર માટે કથન કરે છે.
रयणाए पढमपयरे, हत्थतियं देहमाणमणुपयरं । छप्पण्णंगुल सड्डा, वुट्टी जा तेरसे पुण्णं ॥२४॥
૫૪,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org