________________
૨૬૭
प्रत्येक नारकीना मुख्य नामो तथा संस्थान પંકબહુલકાંડ ૮૪000 યોજન જાડાઈમાં છે, ત્રીજો અપૂજલબહુલકાંડ ૮૦000 યોજન જાડો છે.
ત્રણેની સંખ્યાને એકત્ર કરતાં પ્રથમ ધમ (રત્નપ્રભા) પૃથ્વીનું ૧૮0000 યોજનાનું જાડપણું જાણવું. આ કાંડોની વિચારણા આ પ્રથમ પૃથ્વીમાં જ છે. શેષ પૃથ્વીમાં નથી. ૨. શરામ-તે ઘણા કાંકરાનું બાહુલ્ય હોવાથી, ત્રીજી વાણુજા તે ઘણી રેતી હોવાથી સાન્તર્થક છે, ચોથી પંજ=કાદવનો ભાગ વિશેષ હોવાથી, પાંચમી ધૂમ-ધૂમાડો ઘણો હોવાથી, છઠ્ઠી ત: અંધકાર મોટેભાગે હોવાથી, સાતમી તમસ્ત—અંધકાર, અંધકાર–માત્ર ગાઢ અંધકાર હોવાથી સાન્તર્થક છે. આ સાતેય ગોત્રો સાન્વર્થક છે. એ પ્રમાણે અનુક્રમે પ્રત્યેક પૃથ્વીનાં ગોત્ર અને આદિ શબ્દથી કાંડવ્યવસ્થા જણાવી. [૧૦]
અવત– હવે તે પ્રત્યેક નારકનાં મુખ્ય નામો તથા સંસ્થાન આકાર કહે છે. 'ઘમ્મા વંસા ક્ષેત્તા, અંના દિત મા ૧ માધવ | नामेहिं पुढवीओ, छत्ताइच्छत्तसंठाणा ॥२११॥
સંસ્કૃત છાયાधर्मा वंशा शैलाऽजना रिष्टा मघा च माघवती । નામિઃ પૃથિવ્ય, છત્રાતિછત્રસંસ્થાના મેરી
| શબ્દાર્થ સુગમ છે. માથાર્થ— વિશેષાર્થવત. ૨૧૧ાા
વિશેષાર્થ આ નામો નિરન્વય એટલે અર્થ વિનાનાં છે, એમાં પ્રથમ પૃથ્વીનું નામ ધર્મા, ૨ વંશા, ૩ શેલા, ૪ અંજના, પ રિષ્ટા, ૬ મઘા અને સાતમીનું માઘવતી પૃથ્વી. એ પ્રમાણે સાતે પૃથ્વીઓનાં નામો જાણવાં. આ નામો સાન્તર્થક નથી.
આ સાતે પૃથ્વીઓ “છત્રાતિછત્ર' એટલે પ્રથમ છત્ર જેમ નાનું (ત્યાં પાછું), તેની નીચેનું (આયામ–વિષ્કમે) મોટું, તેથી નીચેનું વળી તેથીએ અધિક વિસ્તારવાળું, એમ ક્રમશઃ મહાવિસ્તારવાળાં સાત છત્રો હોય તેની માફક આ સાતે પૃથ્વીઓનો આકાર રહેલો છે. એટલે પ્રથમ પૃથ્વી અલ્પ છત્રાકારે, બીજી તેથી અધિક છત્ર–વિસ્તારવાળી, એમ યાવત્ સાતમી મહાછત્ર વિસ્તારવાળી જાણવી. [૧૧]
असीइ बत्तीसडवीस-वीस अट्ठार सोल अड सहसा । लक्खुवरि पुढविपिंडो, घणुदहिघणवायतणुवाया ॥२१२॥ गयणं च पइट्ठाणं, वीससहस्साई घणुदहिपिंडो । घणतणुवायागासा, असंखजोयणजुआ पिडे ॥२१३॥
સંત છાયા– अशीतद्वात्रिंशदष्टाविंशतिर्विंशतिः अष्टादश षोडश अष्ट सहस्त्राणि । लक्षोपरि पृथिवीपिंडः, घनोदधि-घनवात-तनुवाताः ॥२१२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org