________________
પિંડનું પ્રમાણ તથા વિસ્તR *
૨૬૬ સર્વત્ર સર્વવ્યાપક રહેલું છે જ. એટલે શું થયું? તે સંબંધી નીચેથી વિચારીએ તો પ્રથમ આકાશ, તેના ઉપર તનુવાત, તેના ઉપર ઘનવાત, તેના ઉપર ઘનોદધિ રહેલ છે અને તેના ઉપર નરકમૃથ્વી છે. [૨૧૨-૨૧૩] .
અવતર–એ પૃથ્વી અલોકને અડકે છે કે નહિ? તે અર્ધ ગાથાથી કહે છે– न फुसंति अलोगं चउ-दिसिपि पुढवी उ वलयसंगहिआ ॥२१३॥
સંસ્કૃત છાયાन स्पृशन्ति अलोकं चतुर्दिक्ष्वपि पृथिव्यो वलयसंगृहीताः ॥२१३।।
| શબ્દાર્થ સુગમ છે. પથાર્થ— વિશેષાર્થવત. ૨૧૩મા
વિરોષાર્થ–પ્રત્યેક પૃથ્વીને ચારે બાજુએ ફરતા વલયાકારે ઘનોદધ્યાદિ રહેલા છે. તેઓ મધ્યભાગે અર્થાત્ તળિયાના મધ્યભાગે ગતગાથામાં કહેલા માનવાળા હોય છે. ત્યારબાદ પ્યાલાની માફક ઊર્ધ્વભાગે જતાં ક્રમશઃ પ્રદેશ (પ્રમાણની) હાનિથી હીન-હીન માનવાળા થતાં સ્વસ્વપૃથ્વીના ઉપરના અન્તભાગે અત્યન્ત અલ્પ–પાતળા થઈને પણ ચારે બાજુએ વલયાકારે પોતાની પૃથ્વીઓને સારી રીતે ગ્રહીને (ઢાંકીને) રહેલા હોવાથી કોઈ પણ દિશામાં એકે પૃથ્વી અલોકને સ્પર્શ કરતી નથી.
આ ઘનોદધિ આદિ વલયમાનની ઊંચાઈનું સ્વરૂપ સ્વપૃથ્વીની ઊંચાઈના આધારે સર્વત્ર યથાયોગ્ય (યzદ્વારા) વિચારવું. [૨૧૩].
અવતરણ–પૂર્વે જે પિંડપ્રમાણ દર્શાવ્યું, તે અધોભાગે જાડાઈનું માન દર્શાવ્યું. હવે તે પ્રત્યેક પૃથ્વીની બન્ને બાજુએ તે તે પિંડો કેટલા વિસ્તારવાળા હોય? તે વિષ્કમ્પમાન જણાવે છે.
रयणाए वलयाणं, छधपंचमजोअणं सहूं ॥२१४॥ विक्खंभो घणउदही-घणतणुवायाण होइ जहसंखं ॥ सतिभागगाउअं, गाउअं च तह गाउअतिभागो ॥२१॥ पढममहीवलएसुं, खिवेज एअं कमेण बीआए । दुति चउ पंचच्छगुणं, तइआइसु तंपि खिव कमसो ॥२१६॥
સંસ્કૃત છાયા– रलाया वलयानां षड्-अर्धपञ्चमानि योजनं सार्धम् ॥२१४॥ विष्कम्भो घनोदधि-घन-तनुवातानां भवति यथासंख्यम् । सत्रिभागगव्यूतं गव्यूतं, च तथा गव्यूतत्रिभागः ॥२१५।। प्रथममहीवलयेषु, क्षिपेदेतत् क्रमेण द्वितीयस्याः । द्वि-त्रि-चतुः पञ्च-षड्गुणं, तृतीयादिषु तदपि क्षिप क्रमशः ॥२१६।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org