________________
नारकजीवोने प्राप्त थतुं अचिन्त्य दुःख
३६१ એથીએ પણ એ ક્રૂર દેવો તેઓને કુંભમાં પકાવે છે ત્યારે એઓ ઉત્કૃષ્ટથી પ00 યોજન સુધી તેમને ઊંચે ઉછાળે છે, અથવા કારમી વેદનાથી સ્વયં પણ ઉછળે છે. ઉપરથી પાછા પૃથ્વી ઉપર પડતાં જ એમને ભાલામાં પરોવી દે છે અગર તો વજૂતુલ્ય કઠોર ચાંચોવાળા વૈક્રિય પક્ષીઓ તેને વળગીને ફાડી નાંખે છે, ફાડતાં શેષ રહે તેને વૈક્રિય શરીરીરૂપે વ્યાઘાદિ હિંસક જાનવરોથી નાશ કરી નાંખે છે.
આ પ્રમાણે નરકગતિના મહાન દુઃખો પ્રાપ્ત કરવા ન હોય તો પ્રત્યેક જીવે પોતાનું જીવન સુધારી, પાપાચરણો દૂર કરી, પ્રથમથી જ ચેતીને વીતરાગકથિત શુદ્વમુક્તિદાયક માર્ગનું અવશ્ય પાલન કરવું.
શંકા- આ પરમાધામ દેવો નારકોને દુઃખ આપે તેનું કારણ શું? અને એ દુઃખ આપવાથી તેઓને નવું કર્મબંધન થાય ખરું કે નહિ?
સમાધાન– આ પરમાધામીઓ પૂર્વભવમાં કૂરકમ, સંકિલષ્ટ અધ્યવસાયવાળા, પાપકાર્યમાં જ આનંદ માનનારા હોઈને પંચાગ્નિરૂપ મિથ્યાકષ્ટવાળા જન્માન્તરના અજ્ઞાન કાયકષ્ટો, અજ્ઞાન તપ વગેરે ધર્મોના બળે આટલી આસુરી વિભૂતિને પ્રાપ્ત કરે છે. ત્યાં તેમનો બીજાને દુઃખ આપવાનો સ્વભાવ હોવાથી જ ઉક્ત વેદનાઓ કરે છે. જેમ અહીં મનુષ્યલોકમાં સાપ, કુકડા, વર્તક, લાવક વગેરે પક્ષીઓને હાથી, પાડા પરસ્પર વિરોધી તથા મુષ્ટિમલ્લોને યુદ્ધ કરતા થકા પરસ્પરને પ્રહાર કરતા જોઈને રાગ-દ્વેષથી પરાભવ પામેલા પાપાનુબન્ધી પુણ્યવાળા મનુષ્યોને બહુ આનંદ થાય છે તેમ તે પરમાધામીઓ પણ નરકના જીવોને એક બીજા ઉપર પડતા ને પ્રહાર કરતા જોઈને અત્યન્ત ખુશી થાય છે અને પ્રમોદના અતિરેકમાં તાલીઓ પાડીને ખડખડ અટ્ટહાસ્ય કરે છે, વસ્ત્ર ઉડાડે છે, પૃથ્વી ઉપર હાથ પછાડે છે, આવો આનંદ તો તેને દેવલોકના નાટકાદિ જોવામાં પણ થતો નથી. એવા એ દેવો અધમકોટિના આનંદમાં રાચવાવાળા છે.
જો કે નારકોને કરેલા પાપના ફલરૂપે તેઓ સર્વ દુઃખ દે છે, પરંતુ દુખ દઈને પોતાના આત્માને અત્યંત તલ્લીન કરી ખુશ કરે છે, રાચીમારીને ખુઓ રાખે છે અને મારીને અત્યંત આનંદ પામે છે, તેથી મહાપાપી નિર્દય એવા એ દેવો મહાકર્મ બાંધી અંડગોલિકાદિની જેમ દુષ્ટ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે.
| તિ પ્રીવર્ણન સામ્ | હવે ગ્રન્થકાર કેવલ છઠ્ઠી તથા સાતમી નારકીના જીવોને સમયે સમયે કેટલા રોગો હોય છે? તે લખતાં જણાવે છે કે પાંચ ક્રોડ, અડસઠ લાખ, નવ્વાણું હજાર, પાંચસો ને ચોરાસી, (પ૬૮૯૯૫૮૪) એટલા રોગોથી પરિવરેલા તેઓ મહાદુઃખ-વિટંબનાને પામે છે. [૨૯] (પ્ર. ગા. સં.-૪૭)
૩૫૯. અત્યારની વૈજ્ઞાનિક દુનિયામાં દેખાતા–સંભળાતા ચિત્રવિચિત્ર અવનવા રોગો અગળ કંઈ આશ્ચર્ય જેવું નથી. “શરીર રોહિર' આવું જ સૂત્ર કહ્યું છે તે બરાબર છે. રોગો બધાય વિદ્યમાન છે. ફક્ત નિમિત્તો મળતાં તેનો પ્રાદુર્ભાવ થાય છે. નરકમાં તમામ અશુભ નિમિત્તો ઉપસ્થિત થઈ ગયાં હોય છે એટલે ત્યાં દુઃખનું અંતિમ સામાન્ય વર્તતું હોવાથી આ બધું સંભવિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org