________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
કોઈ વખત તપાવેલા લોઢાના રસનું પાન કરાવે છે, કદાચિત્ તપાવેલા ધગધગતા લોઢાના સ્થંભ સાથે બળાત્કારે આલિંગન કરાવે છે, ક્યારેક કાંટામય શાલ્મલિવૃક્ષ ઉપર ચઢાવી વિટંબના આપે છે, ક્યારેક લોઢાના ઘણવડે છૂંદી નાંખે છે, કોઈ વખત વાંસલાને છરીવડે છેદીને તેમાં ક્ષારથી ભરેલું તપાવેલું ધગધગતું તેલ રેડે છે, કોઈ વખત લોઢાના ભાલા પર પરોવે છે, અગ્નિની ભઠ્ઠીમાં ભૂંજે છે, તલની જેમ ઘાણીમાં ઊંધે મસ્તકે પીલે છે, કરવતવડે છેદે છે. પોતાની વૈક્રિયશક્તિથી શ્યનાદિ પશુ–પક્ષીના, સિંહ, વાઘ, દીપડા, શિયાળ, ગીધપક્ષી, કંકપક્ષી, ઘુવડાદિ અનેક પ્રકારની કદર્થનાઓ કરનારા જન્તુઓવડે પીડાવે છે. તપાવેલી રેતીમાં, અસિપત્ર જેવા તીક્ષ્ણ ધારવાળા વનમાં પ્રવેશ કરાવે છે. વૈતરણી નદીમાં ઉતારે છે. કુકડાઓની જેમ પરસ્પર લડાવી મારે છે. યુક્તિ પ્રયુક્તિ કરી યુદ્ધ પણ કરાવે છે. વળી તે પરમાધામીઓ નારકોના નાક-કાન કાપવા, આંખો છેદવી, હાથ—પગ ફાડવા, છાતી બાળવી, કઢાઈમાં તળવું, તીક્ષ્ણ ત્રિશૂળથી ભેદવું, અગ્નિમુખા ભયંકર જાનવરો પાસે ભક્ષ્ય કરાવવાનું કાર્ય કર્યા કરે છે.
३६४
વળી નારકોને તેઓ યમની કુહાડીથી પણ અધિક તીક્ષ્ણ ધારવાળી તલવારથી છેદે છે. એઓ રુદન કરતા રહે ત્યાં તો ભૂખ્યા ડાંસ જેવા ઝેરી વીંછીઓથી ઘેરી લેવાય છે, એમના બન્ને હાથોને તલવારથી કાપીને બલીન કરીને પછી તેના સમગ્ર શરીરને કરવતથી વેરવામાં આવે છે, વળી ધગધગતું સીસું પાઈ, શરીર બાળી નાંખી, કુંભી અને ભૂષા એટલે ધાતુ ગાળવાની ભઠ્ઠીમાં પકાવે છે. આ નારકો બૂમો માર્યા કરે, છતાં જાજ્વલ્યમાન ખદિરના અગ્નિની જ્વાળામાં ભુંજવામાં આવે છે. વળી બળતા અંગારા જેવા વજૂના ભવનોમાં ઉત્પન્ન થાય છે, ત્યાં જ વિકૃત હાથ મોંવાળા એઓ દીન સ્વરે રુદન કરી રહ્યા હોય છે ત્યાં પાછા તેને બાળવામાં આવે છે. એ બિચારા કર્મથી પરાધીન પડેલા દીનજીવો ચારે બાજુએ જોયા કરે છે, પણ નથી એમને કોઈ સહાય કરતું કે નથી. એને કોઈ રક્ષણ આપતું. તીક્ષ્ણ તલવારો, ભાલાઓ, વિષમ કોદાળીઓ, ચક્ર, પરશુ, ત્રિશૂળ, મુદ્ગર, બાણ, વાંસલા અને હથોડાવડે એમના તાલુ—મસ્તકને ચૂરી નાંખે છે, હાથ, કાન, નાક, હોઠને છેદે છે, હૃદય, પેટ, આંખો, આંતરડાઓને ભેદી નાંખે છે. આવાં આવાં દુઃખોને ભોગવતાં એ કર્મપટલાંધ, દીન નારકો પૃથ્વી ઉપર પડતા ઉઠતા આલોટ્યા કરે છે. હા! હા! ખરેખર ત્યાં એમનું કોઈ રક્ષણહાર નથી !!!
યુક્તિથી ચલાવવી શરૂ કરી ચોતરફથી તેઓને ઘેરી લે છે (કારણ કે એઓ મહાપરાક્રમી હોવાથી બહુ જ ધ્યાન રાખવું પડે છે)એ ઘંટી મહાન હોવાથી મહામુશ્કેલીથી એક વર્ષ પર્યન્સ ફેરવ્યા કરે તો પણ તે જલચરના હાડકાં લેશમાત્ર ભાગતા નથી, એવા ભયંકર દુઃખમાત્રને સહન કરતાં એક વર્ષાન્ત મૃત્યુ પામે છે અને મરીને એઓ નારકપણે ઉત્પન્ન થાય છે. (જેવું કરે તેવું પામે.)
પછી તેઓના ગુપ્તભાગમાં રહેલી અંડગોલીઓને લઈને રત્નો મેળવવાની ઇચ્છાવાળા તે પુરુષો ચમરી ગાયના પૂચ્છના વાળથી તે અંડગોલિકાને ગૂંથીને બન્ને કાને લટકાવી સમુદ્રમાં પ્રવેશ કરે છે. એના પ્રભાવથી તેઓને કુલીરમસ્ત્યાદિ મહામસ્ત્યાદિ જંતુઓ હાનિ કરતા નથી તેમજ તેઓ સમુદ્રમાં ડૂબતા નથી અને જળમાં પણ ઉદ્યોતમાર્ગદર્શક થઈ પડે
છે.
આ પ્રમાણે ઘોર કર્મ બાંધી અંડગોલિકપણે ઉત્પન્ન થઈ, આવી ભયાનક ઘંટીઓમાં પીલાઈ મહાન દુઃખોને અનુભવવા પડે છે, ત્યાં પણ મહાન કર્મ બાંધી સંસારમાં રખડતા જ ફર્યા કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org